________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૧૧
૩૧૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
વાઇફનું કહેવું માનતો નહોતો. અત્યારે તો વાઇફને ગુરુ કહે છે અને પછી પિતાને આવડી આવડી ચોપડે છે. વાઇફને ગુરુ કરી દે છે અને વાઇફના કહ્યા પ્રમાણે જ ચાલે છે. એટલે પિતાને ગણકારતાં નથી.
એટલે આપણાં મહાત્મા દુઃખી ન થાય એવાં બધા રસ્તા બતાવીએ. વ્યવહારમાં ય દુ:ખી ના થાય. એટલે દેશમાં બધાને શિખવાડી દેવાનું આ તો. ફરી ફજેતો ના થાય. નહીં તો પછી દાદાને સમું કરવા આવવું પડે. પાછું નટ તો ખોલી આપું હું તો. ત્યારે શું થાય ?
એટલે ચેતતા રહેવું આપણે. કારણ કે છોકરો તો આપણો જ છે, પણ હજુ ગુરુ આવવાના બાકી છે અને ગુરુ આપણે જ લઈ આવવાના પાછા. કોણ લઈ આવે ?
પ્રશ્નકર્તા : આપણે ! મા-બાપ જ.
દાદાશ્રી : હા, એ જ ગુરુ આપણી ગાદીને ખસેડે છે. તે ખસેડે, જોઈ લો, દેખ લો, મજા પછી !
પ્રશ્નકર્તા : સારું પણ મળે, કદાચ. સારી ગુરુ પણ મળે કદાચ. દાદાશ્રી : અત્યારે માલ જ સારો ના હોય ને ! પ્રશ્નકર્તા : આપણે સારા હોતા ?
દાદાશ્રી : એ જમાનો જુદો ગયો અને આ જમાનો જુદી જાતનો આવ્યો !
પાસ કરીને વહુ લાવ્યા અને પછી વહુ અવળું બોલવા માંડી. એટલે તરત આપણે આ બોલે છે એ ‘વ્યવસ્થિત’ છે બધું. કારણ કે પાસ કરીને લાવ્યા આપણે. આશીર્વાદ આપ્યા, ઘરમાં આવીને સોનાની માળા પહેરાવી. હવે એ બોલવા માંડી. તો આ ‘વ્યવસ્થિત’ સમજી જવાનું અને પછી ભોગવવું પડે તો ‘ભોગવે તેની ભૂલ” કહેવાની. આપણે ભોગવવું તો આપણે મહીં જાતને કહેવું કે બા, ‘ભોગવે તેની ભૂગ્લ'. એ દાદાજીએ બધી એક એક વાત સમજણ પાડી દીધેલી છે.
પ્રશ્નકર્તા : આ તો તમે પછીની વાત કરી, પણ આ અમને પ્રીકોશન જોઈએ કે હવે....
દાદાશ્રી : પ્રીકોશન તો હોતાં જ નથી. પ્રીકોશનમાં તો આપણે સારું લાવવું છે એવી ભાવના રાખવી. જે આવવાની છે ને, તેને કોઈ છોડવાનું નથી. પણ છતાં આપણે જોવી, કરવી.
પ્રશ્નકર્તા અને આપણે એના શુધ્ધાત્માને જોયા કરીએ, તો કદાચ ઢીલું પડી જાય.
દાદાશ્રી : નરમ પડે, નરમ પડે. પણ પૂર્વનું જે વેર હોય ને, તે વાળ્યા વગર ના રહે.
રાગમાંથી વેર છે તેથી સંસાર; વીતરાગતા જ કરાવે ભવ પાર!
વહુ વાળે વેર તે છે ‘વ્યવસ્થિત'; ભોગવે તેની ભૂલ નથી આમાં પ્રીત!
પ્રશ્નકર્તા: આપણે એમ કીધું કે છોકરો પૈણાવીએ, પછી વહુ આવે અને જો આપણું વ્યવસ્થિત એવું હોય કે તમારા બા તો આવા છે. આ બધાની સામે આપણે ક્યું શસ્ત્ર રાખવું ? એની સામે આપણે પ્રીકોશન કેવું રાખવું કે જેનાથી આપણી જાગૃતિને અથવા આપણાથી એ સહન થાય. એને માટે કયા પગલાં ભરવાં ?
ખરો સ્વાર્થ કયો? સ્વ એટલે આત્મા અને સ્વને અર્થે, આત્માને અર્થે જે કરવું એનું નામ ખરો સ્વાર્થ કહેવાય. અને જગતમાં જે સ્વાર્થ ચાલે છે તે તો પરાર્થ છે. બધું પારકાં માટે જ કરવાનું. એમાં પોતે જોડે કશું લઈ જવાનું નથી. કોઈ કહેશે કે આ છોકરી પોતાના હોય ? આ દેહ જ પોતાનો થતો નથી, તો છોકરો કયે દહાડે પોતાનો થવાનો છે તે ! છતાં વ્યવહારમાં છોકરાને છોકરા તરીકે રાખવો જોઈએ અને વ્યવહારમાં આપણી ફરજો બજાવવાની અને તે કુદરતી રીતે જ બંધન છે અને એવી રીતે થઈ જ જાય છે, એની વરીઝ કરવા જેવું નથી. છોકરો હોય તે આખો દહાડો સોડમાં ઘાલ ઘાલ કરીએ તે સારું લાગે ? છોકરો પછી