________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
કારણ કે બઈ જો જરા જબરી હોય ને, તો ભઈને ઓળખી જાય કે ભઈને કયા પ્રિય અને અપ્રિય શબ્દ પર બહુ મમતા છે. પછી બઈ કયો પ્રિય શબ્દ છે એની શોધખોળ કરે. આપણે ગાય રાખી હોય ને તો ય ચાર દિવસમાં આપણને ખબર પડી જાય કે આ ગાયને શી રીતે રાખે તો સારી રીતે ખાય. એવું બઈ એ ય સમજી જાય એટલે બઈ પ્રિય શબ્દ એવા બોલે કે પછી પેલાને માજી જોડે ઝઘડો થાય.
તવ માસ રહ્યો વગર ભાડાંતી ખોલીમાં; ગુરુ આવતાં માતે જલાવે સદા હોળીમાં!
૩૦૯
એક પાંત્રીસ વર્ષનો છે તે બી.કોમ. થયેલો મોટો ઓફીસર હતો. અમારો ભત્રીજાનો દીકરો. એટલે હું દાદો થઉં એનો. તે મને આવીને કહેવા માંડ્યો કે દાદાજી મારી મધર ઓફ થઈ ગયાં, તો ય મારે હજુ કહેવું પડે છે કે બહુ પક્ષપાતી હતાં.
એટલે આ જ્ઞાન થતાં પહેલાંની આ વાત, બે વર્ષ અગાઉ. એટલે પછી જ્ઞાન થયેલું નહીં અને વાતને તો એને જવાબ આપવાની પ્રેકટીસ. એટલે પછી મેં એને શું કહ્યું, તારી બાએ પક્ષપાત કર્યો એ વાત સાચી ભઈ. તારી બાએ તને શું કર્યું છે એ હું કહી આપું તને હવે. જો સાંભળ બધી વિગત. હું જાણું છું, તું તો નાનો હતો આવડો. નવ મહિના પેટમાં રાખ્યો. અઢાર વર્ષ કુરકુરિયું જોડે ફેરવે એમ ફેરવ્યો. છોકરું તો માની જોડે જ ફરે ને ! આમ આથી ખસે તો ય હાથ ઝાલે. મા આઘી ખસી જાય તે આ સાલ્લો ઝાલીને ફરે અને અત્યારે તો ઓછા ઝાલે છે આજનાં છોકરા તો. પણ પહેલાં તો બહુ ઝાલતા હતા મૂઆ ! અને પછી ગુરુ આવ્યા ત્યારે પછી ફરી ગયો ! ગુરુ શીખવાડે છે એમ તું કરું છું ! મેં પૂછ્યું, આ પેટમાં રાખનાર કોણ ? આવડા મોટા ઓફિસરને ! અને હું તો જાણતો હતો કે એની માએ નવ મહિના પેટમાં રાખ્યો હતો, ભાડુંબાડું દીધું નથી તે. નવ મહિના આરામ કર્યો તેનું. ના, પણ આ જુઓને કહે છે, આ મારી માએ પક્ષપાત કર્યો, બોલાતું હશે ?! કર્યો હોય તો
ય ના બોલાય. મધર એટલે મધર. તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : નવ મહિના કેબીનમાં તમે રહ્યા હતાં, એ નવ મહિના તો માજી ખાતાં હતાં તે રસ ચાખીને તમારું બંધારણ થયેલું છે, ઘન ચક્કરો ! કઈ જાતના પાક્યા છો ? અઢાર વર્ષ સુધી ગાયને પાછળ વાછરડું ફરે એમ તને જોડે ફેરવ્યો, તો ય તને મા પર વિશ્વાસ ઊડી ગયો ? અને આ વહુ આવી એની પર વિશ્વાસ બેસી ગયો ? આમ મોટો ઓફિસ૨, ભણેલો, તે આવું કશુંક જરા કહીએ ત્યાર વગર ગાંઠે નહીં ને ! આ નવ મહિના પેટમાં રાખ્યો એ કંઈ જેવી તેવી વાત છે ?! એનું ભાડું તો આપી જો ! ખાવા પીવાનું, સૂઈ રહેવાનું, બધું સાથે, વિથ કમ્પ્લીટ રીઝર્વેશન ! તો ય આ લોકોને કિંમત નહીં !
૩૧૦
હવે મોટા થયા પછી સાહેબ થઈ જાય, તો શું થાય ? નવ મહિના પેટની રૂમમાં રહ્યા ત્યારે બા ઉપર તિરસ્કાર ન્હોતો આવતો.
આ છોકરાંઓને સમજણ નથી તેથી માનો ઉપકાર નથી માનતાં ને ! માનો ઉપકાર તો ભૂલાય નહીં. આખી ચામડીના જોડા સીવડાવીએ તો ય માનો ઉપકાર ચૂકવાય નહીં. કારણ કે નવ મહિના પેટમાં રાખે છે, અઢાર વર્ષ વાછરડાની જેમ જોડે ફેરવે છે; અને વહુ આવી એટલે આ વિફર્યો ! આ તે કઈ જાતનું કહેવાય ?! માજી જોડે ઝઘડો કરું છું ? તને માજી ઉપર વિશ્વાસ નથી આવતો એટલે આ વહુ ઉપર વિશ્વાસ આવે છે. આવું કેમ હોય માણસને ? મનુષ્યપણું કોઈ મૂરખ બનાવી જાય એવું ના હોવું જોઈએ. વર્લ્ડમાં કોઈ મૂરખ ના બનાવી શકે એવું મનુષ્યપણું હોવું જોઈએ અને જેવી એની વાઈફ આવે છે, ત્યારે જ એ ગુરુ આવે છે કે તરત બદલાઈ જાય છે ને ! આવા માણસો જે કો'કના કહેવાથી, કો'કના ચડાવવાથી બદલાઈ જાય. મા-બાપની વિરુદ્ધ થઈ
જાય.
બહુ શરમ આવી એને. આ શું કહે છે, દાદા ! ખરું કહે છે, સ્ત્રીનું મનાય જ કેમ કરીને ? પોતાના મા-બાપ ગમે તેવા ગાંડાયેલાં હોય. તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે. સાચી વાત છે.
દાદાશ્રી : આ કાળ દુષમ કાળ છે. જ્યારે મહાવીર ભગવાનનો કાળ હતો ને, તે વખતે પિતાનું કહેવું છોકરો માનતો હતો અને એની