________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૦૭
આડે દા'ડે શું કહે, સ્વભાવ વહુનો સારો નથી અને વખત આવે ત્યારે બે એક થઈ ગયા હોય. હું તો એ કહે ત્યારથી સમજું ! મૂછથી છેતરાય છે જગત, મૂર્છાથી માર ખાય છે. મને એ પોષાય એવો નહોતો માર્ગ. આ માર્ગ કેમ પોષાય ! મિલકત આપવી અને પાછો પેલો ટૈડકાવે.
એનો સાટુ હોય ને, તો બાર વખત દવાખાનામાં જોઈ આવે અને બાપા હોય ત્યારે ત્રણ વખત ગયો હોય. અલ્યા મૂઆ, એવી તે કઈ ચાવી ને આધારે તું આવું કરું છું તે ! ઘરમાં બીબી ચાવી ફેરવે, મારા બનેવીને જોતાં આવજો ! તે બીબીએ ચાવી ફેરવી એટલે એકાકાર. તે બીબીને આધિન છે જગત.
૩૦૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર લગ્ન કરે એટલે બહારનો માલ આવવાનો અને એ ગુરુ થઈ બેસવાનો પાછો. પછી એને શીખવાડે એટલું જ એ શીખે. પણ અત્યારથી છોકરાને હું તૈયાર કરી રાખું, એટલે પેલી ગુરુ થઈ બેસે નહીં ને ! અત્યારે તો બધે ગુરુ થઈ બેસે છે ને મા-બાપને મુશ્કેલીમાં મૂકે છે !!
પ્રશ્નકર્તા : આ મોહ છોડાવા માટે છોકરાઓ વધારે ઉપકારી કે
વહુઓ ?
મા વગર ન ફાવ્યું વર્ષ બાવીસ; ગુરુ આવતાં જ મા લાગી બાલીશ!
આ ધણી મળ્યો, છોકરો મળ્યો, આ બધા જોડે કંઈ આપણને સાટું સહિયારું છે ?! આમ તો ૭૦-૮૦ વર્ષનું આયુષ્ય હોય. તેમાં આ છોકરો ૧૮-૨૦ વર્ષનો થાય, એટલે ૨૦ વર્ષ તો જતાં રહ્યા. પછી એને પૈણાવો એટલે એના ગુરુ આવ્યા હોય એટલે નવી જ જાતનો ફેરફાર થયેલો હોય ! ફક્ત ૨૦ વર્ષ આપણા તાબામાં રહે અને ગુરુ આવ્યા કે તરત ફેરફાર ! એટલે આપણે પહેલેથી ના સમજીએ કે ગુરુ આવશે એટલે ફેરફાર થઈ જશે. માટે આપણે પહેલેથી તૈયારી કરી રાખવી. આપણે ગાંઠ કરીને બંધ રાખી દેવાનું. ધણીને ય કહેવું કે ‘ગાંઠ કરી રાખજો આપણે.’ આ દેખાતું આપણે એને આપી દેવાનું !! પછી છોકરો હક્ક ના કરે !
આમ તો છોકરો સારો હોય, પણ જો એને ગુરુ ના મળવાનાં હોય તો. પણ ગુરુ મળ્યા વગર રહે નહીં ને ! પછી પરદેશી ગુરુ આવી કે ઇન્ડિયાની હોય, તો ય પણ મારું કહેવાનું કે પછી આપણા હાથમાં કાબુ ના રહે. માટે લગામને પદ્ધતિસર રાખવી જોઇએ.
છોકરામાં ઊંચા ગુણો આવ્યા હોય તો ઘરમાં તમને બધાને શાંતિ રહે, આનંદ રહે, બધાને સુખ રહે. અને છોકરાનાં લગ્ન તો કરવાનાં જ.
દાદાશ્રી : વહુઓ જ ઉપકારી ને વધારે. વહુઓ વધારે ઉપકારી ! પણ મૂળ કારણ તો છોકરાં જ છે. દેખાવમાં વહુઓ લાગે. પણ મૂળ કારણ તો છોકરાં જ છે. કારણ કે છોકરો જે હતો એની બાનો અસલ ભક્ત હતો, એની મધરનો. આ છોકરાઓ એની મધરના ભક્ત હોય છે બિચારા. પણ પછી એક બેન મને કહેતી હતી કે મારો છોકરો મને પૂછળ્યા વગર કશું કરવાનો નથી. એની મા આવું કહેતી હતી. એટલે મેં કહ્યું કે હજુ એના ગુરુ આવવા તો દો, પછી જુઓ ! એના ગુરુ આવે ત્યારે શું કહે, એને ગુરુ મલવા જોઈએ. ગુરુ મળ્યા નથી ત્યાં સુધી. ગુરુ મલ્યા કે ચાલ્યું ! ‘ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા.” છોકરા તો બહુ સારા હોય છે. પણ પૈણ્યા પછી એમના ગુરુ આવે છે ત્યારે જોઈ લો પછી ! વાઈફ હોય ને, એને ય ગુરુ કરે ને ! જ્યારે ગુરુ એને કહે ને, કે આ બા તો તમે જાણો છો, બા તો આવા છે ! ત્યારે પહેલાં તો છોકરો જોર કરે કે બે તમાચા મારી દે, કેમ મારાં બાની વાત કરું છું !? એક શબ્દ જો મારી મમ્મી માટે બોલી છો તો તારી વાત તું જાણે, કાઢી મૂકીશ.' કહે છે. બે-ચાર વખત એવું કરીને પેલીને નરમ કરી મૂકે. હવે હમણે ટાઈમ છે ને તે વાત નરમ મૂકે. તે વર્ષ-બે વર્ષ આવું બોલે એટલે પેલી સમજી જાય કે આમને કંઈ રાગે પાડવાં પડશે. પછી છે તે ધીમે, ધીમે ટાઈટ કરી દે નટ, પછી ઈજીન ઊંચું-નીચું જ ના થાય. તે બધું આવડે એને કળા, તે ધીમે ધીમે ગરમ થાય કે ઉપર હથોડી મારે અને વાળે. એમ ને એમ ટાટું વળે નહીં. દોઢ-બે ઈચનો સળીયો ગરમ થાય એટલે હથોડી મારે. એમ કરી કરીને વાળે એને અને પછી કહે, જો બા આજ આ પ્રમાણે બોલતાં હતાં ને તમને કેમ લાગે છે ? ત્યારે છોકરો કહેશે, ‘હા, તે મારી બાનો જ વાંક છે, બરાબર છે, યુ આર રાઈટ.” તે ચાલ્યું અવળું. દ્રષ્ટિ બદલી નાખે છે !