________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૦૫
૩૦૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : વ્યવહારમાં મા-બાપની ને છોકરાઓની મમતા કેવી રીતે છૂટે, એ તો ના છૂટે.
દાદાશ્રી : એ મમતા શેને કહેવાય છે ? વધારે પડતું એબ્નોર્મલ થવું એને મમતા કહેવાય છે. નહીં તો મમતા કેવી રીતે કહેવાય ? એનોર્મલ જો થઈ ગયું હોય તો મમતા ! અને બીલોનોર્મલ એ પણ સારું ના કહેવાય ! કારણ કે મનુષ્યો છીએ આપણે, મા-બાપ ઉપર, છોકરા ઉપર ભાવ તો રહેવો જોઈએ જ આપણો !
બાપ જેવા જાય બે વખત; સાતૃતે દવાખાને બાર વખત!
ડફોળને વગર તારે આંખમાંથી પાણી નીકળવા માંડ્યું. આ વગર તારે પાણી નીકળે તો શું હશે ? એ તો બબૂચક કહેવાય. ના સમજણ પડી ?
પ્રશ્નકર્તા : હા, પડી.
દાદાશ્રી : હમણાં બાપ છોકરા જોડે એક કલાક લડે, આવડી આવડી ગાળો ભાંડે, તો છોકરો શું કહે ? શું સમજો છો તમે ? વારસાની મિલકત માટે કોર્ટમાં દાવો હઉં માંડે. પછી એ છોકરા માટે ચિંતા થાય ? મમતા છૂટી ગઈ કે ચિંતા છૂટી. છોકરાની મમતા છૂટી ગઈ. મૂઓ એ છોકરો, મારે નહીં જોઈતો હવે. આ ચિંતા થાય છે ને તે મમતાવાળા ને થાય છે.
પ્રશ્નકર્તા : એમ નહીં, ઝઘડો ના થયો હોય અને મમતા બાંધેલી હોય તો શું કરવું ?
દાદાશ્રી : એ મમતા ધીમે રહીને છોડી નાખવી. મહીં મનથી બોલવું ‘હે દાદા ભગવાન' એ મારા ન હોય, ‘હે દાદા ભગવાન’ મારા માન્યા, તેથી મને ઉપાધિ આવી ગઈ.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે પોસીબલ બને ?
દાદાશ્રી : હા, ચોક્કસ બને. આવું કરોને, એક દહાડો કરી જો. બીજે દહાડે જતી રહેશે. આ તો બધા ઉપાય છે.
પ્રશ્નકર્તા : મા-બાપ હોય, એમની પ્રત્યે મમતા હોય. એ તો કેમ છોડાય ?
દાદાશ્રી : મા-બાપની ય છોડી દેવાય ને ! મા-બાપ તો વ્યવહારના છે અને વ્યવહારના ઉપકારી છે, અને વ્યવહારનો ઉપકારનો હું બદલો વાળીશ, પણ બીજું મારે શું લેવાદેવા ? આમ કરીને ય માબાપની યુ મમતા છોડી દેવાય. વ્યવહાર ઉપકારી છે, તે આપણે વ્યવહારથી બદલો આપીશું. પણ મા મને તારા વગર ગમતું નથી, તારા વગર ગમતું નથી, પછી ચિંતા જ થાય ને ! તમને એવું થતું નથી ને?
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો સારું. એવી ભાંજગડ નહીં. આમને બહુ થાય.
પ્રશ્નકર્તા: દાદા, આપણને એવો ભાવ કેમ રહેતો હશે કે આપણે આ છોકરાઓનાં છોકરાઓ છે, એનાં માટે પણ કંઈક આપતા જાવ, આમ કરતાં જાવ. એ શું ? એ કેમ ભાવ રહેતો હશે ?
દાદાશ્રી : બળ્યું ! બાપનું નામ સંભારતો નથી, મરી ગયા પછી. પ્રશ્નકર્તા : હા. એ તો બરાબર છે.
દાદાશ્રી : જ્યાં સંભારવું છે ત્યાં સંભારતો નથી. જેનો ઉપકાર છે તેને આ ભઈ સંભારતો નથી અને વ્યાજના વ્યાજને બે ફેરો સંભારે છે. જે મારા નથી તેને મારા કર્યા અને જે મારા હતા તેને તરછોડ્યા. માંબાપે આપણને ઉપકાર કર્યો, નવ મહિના તો આપણને પેટમાં રાખે મા, તો ય પણ એને તરછોડે.
પ્રશ્નકર્તા : હા, એવું બને છે.
દાદાશ્રી : અને છોકરાને મારા-મારાં કરે ! હવે છોકરાને આપણે પૂછીએ ત્યારે એ આપણને, પૈડાં થયા ને તે કચકચ કર્યા કરે છે વગર કામનાં ! એ પાછો એના બાબાને રમાડે રમાડ કરતો હોય. બાબો ગોદા મારે તો ય પાછો એને રમાડ માડ કરે અને બાપ સુંવાળું સુંવાળું બોલે તો ય એને ગમે નહીં. એટલે મેં તો છેકીને કાઢી દીધેલું કે આ જોય મારા, એમ કરી ને! મમતા, ખોટી મમતા !