________________
૩૦૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
હતો ને, વહુ વગર ગમતું હોતું, હવે વહુને ખસેડીને છોકરાં વગર ગમતું નથી. પછી તો એ મારા બાબાનો બાબો છે તે બહુ માંદો છે. અલ્યા, પણ એ માંદો છે તે તું શું કરવા માંદો થઉં છું ! એ તો મિલકત લેવા આવ્યા છે. ઘાણી તમે કાઢો અને ડબ્બામાં લઈ જશે તેલ આ. બાપા એ તો ઘાણી કાઢવાની.
લાગણી-મમતા એ બધું એબનોર્મલ; ઉપકારી ભાવ સદા, કર પ્રશ્નો હલ!
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૦૩ કોઈ જાતનો ? મારીને લઈ લે.
એક છોકરો તો તેના ફાધરને કહે, ‘મારી મિલકત મને આપી દો.’ એનો ફાધર ફરી પૈણ્યો એટલે. ત્યારે એના ફાધર કહે છે, ‘ભઈ આપીશ હજુ, આમાં તારું કંઈ જતું રહેવાનું છે ! તારો હિસાબ તને હું આપી દઈશ.’ તે પેલાએ લોચો વાળીને ઝઘડો કર્યો. ઝઘડો કર્યો એટલે ફાધર જરા કંઈ આડુંઅવળું બોલી ગયા હશે એટલે પેલાએ માંડ્યો દાવો કોર્ટમાં. રોજ ‘પપ્પાજી, પપ્પાજી' કરતો હતો અને પપ્પાજી ખુશ થઈ જનાર તે જ છોકરો આ. તે માંડ્યો દાવો. એટલે દાવામાં પપ્પાજી હારી ગયા. છોકરો કેસ જીતી ગયો. પછી એના વકીલને એણે સમજ પાડી. વકીલને કહ્યું કે કેસ તમે જીતાડ્યો તો ખરો, પણ હવે બીજું એક કામ કરો તો ત્રણસો રૂપિયા આપું. ત્યારે કહે કે શું કામ કરું ? ત્યારે છોકરો કહે છે કે મારા બાપની નાકકટ્ટી થાય એવું કોર્ટમાં કરો, તો ત્રણસો રૂપિયા આપું. બોલો, હવે આ સગાઈ કેવી ?
પ્રશ્નકર્તા : તો ય દીકરો તો દીકરો જ કહેવાય ને ? અને બાપ બાપ જ કહેવાય ને ? એમાં કંઈ ફેર ના પડે ?!
દાદાશ્રી : હા, ફેર પડે નહીં, પણ બાપ અંદર જાણે કે છોકરાને ક્યારે મારી નાખ્યું અને છોકરો જાણે કે ક્યારે બાપની નાકકટ્ટી કરાવું. એવું આ બધાં મહીં વેર ઊભાં થાય. આને સુખ કેમ કહેવાય તે ? છોકરો બાપની સામે દાવો માંડે એમાં છોકરાને સુખ પડે ખરું ?
હવે આ ફાધર અચ્છા કે લડકા અચ્છા ? કોણ અચ્છા ? છોકરાં તો, આવાં છોકરાં હોજો ! આવાં છોકરા મલો કે જેથી કરીને મોક્ષે જવાની ભાવના જાગે આપણી બધી. ત્યારે શું કરે તે વળી આ ! પપ્પાજી, પપ્પાજી કરે ને રોજ, તે જવા ના દે મોક્ષે !
એટલે આપણે ફરજિયાત છે, એમાં કંઈ બોલી કે કરી બતાવવા જેવું નહીં. આ તો દાખલો આપું છું કે ફરજિયાત છે. ઘાણીઓ કાઢવી એ ય ફરજિયાત. બોલી બતાવવાનું નહીં, પણ મનમાં સમજી જવાનું કે આ ઘાણીઓ કાઢવા બંધાયા છીએ. આ તો ધાણીઓ કાઢે છે ને ઉપરથી કહે છે કે, મને છોકરા વગર ગમતું નથી ! મેં કહ્યું, મૂઆ, પહેલાં કહેતો
પ્રશ્નકર્તા : આપણા સગાસંબંધીને દુઃખ થયું હોય, પૈસા કે માનઅપમાનનું, તબિયતનું વગેરે. તેની ચિંતા આપણને થતી હોય ?
દાદાશ્રી : એ તો બધું આપણું ઈગોઈઝમ છે, મમતા છે. મમતા હોય તો દુઃખ થાય, હમણાં તમારો સગો ભાઈ હોય, તે મમતા હોય તો થાય. પણ એક દહાડો ખૂબ લડ્યા અને પછી તમે કહો કે ભઈ તારું મોટું ના દેખાડીશ, ત્યાર પછી દુઃખ ના થાય. એને દુ:ખ થાય તો કે, તેમને પછી દુ:ખ થાય ? ત્યારે એને મમતા છૂટી ગઈ. આ મમતાને દુઃખ થાય
એક બાપ ડૉકટરનો એ ઓળખીતો હતો. એના છોકરાને આંગળીએ વાગેલું. તે પછી પાકેલું, એટલે એનું ઓપરેશન કરવાનું હતું. બાપ છોકરાને બહુ ફંટવેલો, બહુ પૈસાવાળો હતો. હવે ડૉકટર કહે કે હું ઘડીમાં જ આમ ઓપરેશન કરી નાખીશ. તમે ચિંતા ના કરશો. પણ શેઠ કહે કે મને ઓપરેશન થીયેટરમાં બેસવા દો. શેઠ તો વજનદાર માણસ એટલે ડૉકટરે બેસાડવા દેવા પડ્યા. હવે બાપ બેઠેલો આઠ ફૂટ છે. અને ડૉકટરે આંગળીએ ઓપરેશન કરવા કાપ મૂક્યો. છોકરા પર મમતા બહું, તે પેલું આંગળીનું ઓપરેશન કરવાનું હતું ને તે દવા ચોપડીને કહ્યું, છોકરાને કશું ના થયું, અને પેલાં બાપે જોયું. બાપે, પેલું આમ ઓપરેશન કર્યું તે જોયું, તે રડવા માંડ્યો. થર, થર, થર ! અલ્યા, તાર-બાર નથી, આ શી રીતે ? પણ એ મમતા, એ ભોગવે તે ભૂલ એની. ‘ભોગવે એની ભૂલ.' એવું બને કે ? બાપ ભોગવે એમ ? રડે એ ? આંગળી પેલાની ક્યાંય હોય ?! હવે ન્હોતો કોઈ તાર જોડ્યો, કશું હતું નહીં ને છતાં આ