________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૦૧
૩૦૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
શું કહેવાનું કે બોદા રૂપિયા હોય છે ને, એને કલદાર માનીએ તો આસક્તિ થાય ને ! આ તો બધું બોદા રૂપિયા ને બોદી વાત !! આમાં મઝા નહીં. ઢાંકેલું જ સારું છે. જ્યાં સુધી ઢાંકેલું છે ત્યાં સુધી સારું છે. કવર્ડ જોઈએ !
ખબર પડી જાય. છંછેડીએ તો ‘મારી, તમારી’ થઈ જાય અને આવડી આવડી ચોપડશે. ટેસ્ટ કરે તો ખબર પડે કે નહીં ?
પ્રશ્નકર્તા : છોકરો પચ્ચીસ વર્ષનો થાય ત્યાં સુધી રાહ જોવાની, ટેસ્ટ લેવા માટે એ તો બહુ લેટ કહેવાય. અઢાર વર્ષે કરી નાખવાનું.
દાદાશ્રી : અઢાર વર્ષે કરે. પચ્ચીસ વર્ષનો બરાબર જરા વધારે સમજણો થયો હોય. એવું છે ને કે અહંકાર પોતાનો ખડો થઈ ગયો, એટલે બાપ નથી ને બેટા નથી. જ્યાં સુધી અહંકાર ખીલ્યો નથી ત્યાં સુધી ‘પપ્પાજી પપ્પાજી' કર્યા કરે. અહંકાર ખીલ્યો કે, આવી જાવ, ભઈ !
મિલકત માટે મારે, કોર્ટ જાય લઈ; રીયલ નહિ, આ તો રીલેટીવ સગાઈ!
કલદાર માનીએ તો થાય આસક્તિ; ટેસ્ટીંગે બોદા, માટે કર ‘સ્વ'ની ભક્તિા
પ્રશ્નકર્તા : છોકરાની ઉપર લાગણી છે.
દાદાશ્રી : હોય, છોકરો સામો થાય તો લાગણી હમણે થાય ?! છોકરો બાપને કહે, ‘યુ આર નાલાયક, અનૂફીટ મેન.’ તો પછી લાગણી થાય ?
પ્રશ્નકર્તા : તો ય થાય.
દાદાશ્રી : ના, ના, ના. એ તો એક કલાક જ વઢવાની જરૂર છે. ટેસ્ટેડ. કલદાર છે કે નહીં તે ! બોદો છે કે કલદાર, તરત ખબર પડી જાય. લાગણી તો કલદાર હોય તો રાખવા જેવું. એ રૂપિયો ખખડાવતાં પહેલાં જ બોદો છે કે કેમ માલમ પડી જાય ? તે ખબર પડી જાય કે પોતાનાં છે કે પારકાં છે ! તમે ખખડાવી જોયેલો રૂપિયો ? પછી તમે સમજી ગયાં કે ખખડાવામાં માલ નથી હવે, નહીં ?
છોકરા કલદાર છે કે બોદા, એ ખખડાવ્યા વગર શી રીતે ખબર પડે ? એવું ખખડાવ્યા સિવાય છોકરો શું કામનો ? અને બૈરીને ય ખખડાવેને એક કલાક તો ખબર પડી જાય કે કલદાર છે કે બહેરી(બોદી) છે. માટે આપણું પોતાનું છે કે નહીં તે ખખડાવીએ એટલે ખબર પડી જાય. એક વખત ખખડાવીને જોઈ લઈએ, પછી બેઉ ભેગાં રહોને ! મારું
બાપને દીકરા જોડે મતભેદ પડે, તો બેઉ કોર્ટમાં કોઈ દહાડો જાય ખરાં ? બહુ મતભેદ ભારે પડી ગયો હોય તો કોર્ટમાં જાય ને ?
પ્રશ્નકર્તા : ઘણાં જાય છે.
દાદાશ્રી : હા, બોલો હવે, આ ખરેખર બાપ-દિકરા છે કે શું છે ? એની કરેક્ટનેસ જાણવી જોઈએ કે ના જાણવી જોઈએ ? આવું ગમ્યું
ક્યાં સુધી ચાલવા દેવું ? જો ખરેખર બાપ-દિકરો હોય તો એક પણ આવો કેસ બને ? એટલે આ તો બધી સાચી સગાઈઓ ન હોય. આ બધી રીલેટિવ સગાઈઓ છે, એને ક્યાં સુધી સાચી માનવી ? ક્યાં સુધી આવું ગમ્યું ચાલવા દેવું ? ' અરે ! છોકરો તો શું કરે, એક છોકરાએ એના બાપને કહ્યું કે તમે મારો ભાગ આપી દો, રોજ રોજ કચકચ કરો છો મને નહીં પોસાય. તો એનો બાપ કહે છે, તે મને એટલો બધો હેરાન કર્યો છે કે હું તને કશું ભાગ જ નથી આપવાનો. ત્યારે કહે, ‘ના કેમ આપો ? મારા દાદાની કમાણી છે, નહીં આપો તો જેલમાં ઘલાવીશ. તમે ના આપો પણ મારા દાદાની મિલકત તો તમારી પાસેથી દાવો માંડીને લઈશ.” વારસાઈની ને ! પપ્પા શું કહે ? હું તને મારી જાતની કમાણી છે એટલે મિલક્ત નહીં આપું. ત્યારે પેલો કહે, આ બધું તો મારા દાદાની છે એટલે હું દાવો માંડીશ કોર્ટમાં. હું કોર્ટમાં લઢી લઈશ. પણ છોડીશ નહીં. એટલે ખરેખર આ છોકરાં પોતાનાં હોય.
પ્રશ્નકર્તા : ચાવી પાસે જ રાખી હોય તો ? દાદાશ્રી : મારીને લઈ લે, આજનો છોકરો તો. તે કંઈ નિયમ છે