________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૯૭
૨૯૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મોહતે લીધે લાગે મીઠો સંસાર; છોકરાં વઢે ત્યારે લાગે અસાર!
હવે સંસાર ગમતો નથી એ નક્કી થઈ ગયું છે ચોક્કસ ! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એ તો ખાતરી થઈ ગઈ છે ? પ્રશ્નકર્તા : ખાતરી થઈ ગઈ છે.
દાદાશ્રી : આ ખાતરી જોઈએ. આ ડેવલપ કોમ શેને કહેવાય છે કે જેની સ્ત્રીઓ એમ કહે છે કે હવે આ સંસાર અમને ગમતો જ નથી. એ ડેવલપ કોમ કહેવાય છે. નહીં તો સ્ત્રીઓ તો બધી મોહી હોય. મારા ખાય તો ય એને ગમે. પણ આ કોમ ડેવલપ્સ શાથી કહેવાય છે જેની સ્ત્રીઓ પણ જાગૃત થઈ ગઈ કે આ, આમાં શું સુખ છે બળ્યું ! કડવું લાગે છે. અરે ખારું લાગે છે ! સંસારનું પાણી બધું, આ સંસાર સંબંધીનું પાણી ખારું છે. તો ય લોક શું કે' છે, ના મીઠું છે. બોલો કેટલી ભ્રાંતિ હશે ! ભ્રમણા કેટલી હશે !
તે એક પૈડાં માજી હતાં, સિત્તેર વર્ષનાં બહાર આવીને કકળાટ કરવા માંડ્યાં. બળ્યો, આ સંસાર ખારો દવ જેવો, મને તો આ ગમતો જ નથી. હે ભગવાન ! તું મને લઈ લે. ત્યારે કો'ક છોકરો હતો ને તે કહે છે, માજી રોજ કહેતાં હતાં, બહુ સારો છે ને આજ ખારો કેમ થઈ ગયો ? રોજ મીઠો દરાખ જેવો લાગતો હતો. અને આજ ખારો કેમ થઈ ગયો છોકરાએ પૂછયું, ત્યારે કહે, બળ્યો, મારી જોડે કકળાટ કરે છે છોકરો અને ઘડપણમાં પણ કહે છે, તું જતી રહે અહીંથી. હા, બળ્યો ખારો દવ જેવો જ લાગે છે કે સંસાર ! છોકરો બોલ્યો નહીં ત્યાં સુધી મીઠો અને આ બોલ્યો એટલે પેલો મોહ ઉડી ગયો. એટલે દેખાયું ખારું ને ખારું. બોલે તો મોહ ઉડે ને.
છોકરો પજવે એટલે મૂર્છા એટલા પૂરતી ઊડી જાય ને સંસાર ખારો લાગે પણ ફરી પાછી મૂર્છા આવી જાય ને બધું ભૂલી જાય ! અજ્ઞાની તો એટ એ ટાઈમ જઈને બધું ભૂલી જાય. જ્યારે ‘જ્ઞાની'ને તો
એટ એ ટાઈમ બધું હાજર રહે. એમને તો આ જગત ‘જેમ છે તેમ' નિરંતર દેખાયા જ કરે, એટલે મોહ રહે જ ક્યાંથી ? આ તો પેલાને ભાન નથી, તેથી માર ખાય છે.
બંધન ગમે છે ? કંટાળો આવે છે કોઈ વખત ? આ બંધનમાં કંટાળો આવે છે કોઈ વખત ?
પ્રશ્નકર્તા : કંટાળો જ છે.
દાદાશ્રી : કંટાળો છે જ. કંટાળો આવતો નથી, છે જ કંટાળો. તમને નથી લાગતો કંટાળો ? થોડો ઘણો લાગે છે, બહુ નહીં ? ચા પીતી વખતે હઉં કંટાળો આવે ? સરસ ટેસ્ટી ચા પીવો તો ય કંટાળો આવે ?
પ્રશ્નકર્તા : દર વખતે કંઈ એવો કંટાળો આવતો નથી. આમાં રચ્યાપચ્યા રહીએ તે વખતે ભૂલી જવાય.
દાદાશ્રી : આમાં રચ્યાપચ્યા રહીએ એટલે કંટાળો ભૂલી જવાય ને ? એટલે એ તો મૂર્છા કહેવાય ને? એક ફેરો કંટાળો આવ્યા પછી, આપણે દેવતામાં એક ફેરો દઝાયા, ફરી ફરી ભૂલી જઈએ એને તો મૂર્છા જ કહેવાય. એક ફેરો દેવતાને અડ્યા ને દઝાયા. પછી ભૂલી જઈએ ?
આ તો કાયમનો ખારો છે. છતાં મૂર્છાને લીધે મીઠો લાગે છે. પછી જ્યારે ગાળો ભાંડે, ખોટ જાય, ઘર બળી જાય ત્યારે મુર્દા ઉતરે. ત્યાં સુધી મૂર્છા ઉતરે નહીં ને ! તે આ મચ્છમાં બધાં, મસ્તીમાં ગધ્ધામસ્તાનીમાં રહ્યા છે. ગધેડું એનાં મનમાં મસ્તાન ! મુચ્છિત સુખ છે આ. સાચું સુખ તો આવ્યા પછી જાય જ નહીં. એનો અંત જ ના આવે. એને સનાતન સુખ કહેવાય.
પ્રશ્નકર્તા ઃ એ છોકરાંનો ઉપકાર માનવો જોઈએ.
દાદાશ્રી : ઉપકાર જ માનવો જોઈએ ને. તેથી આ કાળમાં ઉપકારી ઘેર બેઠાં જન્મ્યા છે. પહેલાં ખોળવા જવાં પડતાં હતાં બહાર અને ઉપકારી ઘેર બેઠાં જન્મ્યા છે એટલે નિરાંતે છોકરો આપે એટલું લઈ લેવું.
અને મહાવીર ભગવાનને ય ઉપકારી મળતા ન્હોતા. આર્ય દેશમાં ઉપકારી મળતા ન્હોતા. તે પછી અનાર્યમાં વિચરવું પડ્યું, સાઈઠ માઈલ