________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
શા માટે પપ્પા કહે છે ? એમ કરીને ભાડાના પપ્પા કહે છે એ તો ! સાચા પપ્પા નહીં. ભાડાના એક વખત પપ્પા કહ્યા બદલનાં વીસ ડૉલર લેશે !!
છોકરો ‘પપ્પાજી, પપ્પાજી’ કરે તો તે કડવું લાગવું જોઈએ. જો મીઠું લાગ્યું તો એને ઉછીનું સુખ લીધું કહેવાય. એ પછી દુઃખરૂપે પાછું આપવું પડશે. છોકરો મોટો થશે, ત્યારે તમને કહેશે કે, “તમે અક્કલ વગરના છો.’ ત્યારે થાય કે આમ કેમ ? તે પેલું તમે ઉછીનું લીધું હતું તે પાછું લે છે. માટે પહેલેથી ચેતો. અમે તો ઉછીનું સુખ લેવાનો વ્યવહાર જ મૂકી દીધેલો. અહો, પોતાના આત્મામાં અનંત સુખ છે ! એ મૂકીને આ ભયંકર ગંદવાડામાં પડવાનું ?
પગ પહોંચતા સુધી છોરાં પાંસરાં; પછી બતાવે બાપતે બહાવરાં!
૨૯૫
કેડમાં ઘાલેલું છોકરું હોયને, દરિયામાં જઇએને, તે પગ નીચે લંબાવી જુએ, જો ભોંયે અડે નહીંને, ત્યાં સુધી આપણને છોડે નહીં. અને ભોંયે અડ્યું તો છોડી દે આપણને. તે દબાવી જુએ, પગ મૂકી જુએ અને પગ પહોંચે નહીં ભોંય પર, એટલે આપણને છોડે નહીં. આપણે કહીએ છોડ છોડ, તો ય ના છોડે. પણ પગ પહોંચ્યા કે તરત છોડી દે. એટલે આ પઝલ છે બધું !
મોટી ઉંમરનો થાય અને અહંકાર થાય, ત્યાર પછી એનો પગ પહોંચે, પછી રોફ મારે ને ? પગ ના પહોંચે ત્યાં સુધી તો મૂઓ ટાઢો ટપ જેવો રહે. પણ પહોંચ્યા એટલે આપણા પર રોફ મારવાની તૈયારી થાય ! એ એના ઘાટમાં જ હોય.
જેટલો મોહ હશે છોકરાં માટે;
માર તેટલો જ પડે વ્યાજ સાથે!
અમારે ત્યાં પાડોશીમાં એક આંધળાં ડોસી અને તેનો દીકરો રહે.
મા-બાપ છોકરાંનો વ્યવહાર
ડોસી આખો દહાડો ઘર સાચવે ને કામ કર્યા કરે. તે ભાઈને ઘેર એક દિવસ તેના સાહેબ આવ્યા. આ ઘરના સાહેબ અને પેલા ઓફિસના સાહેબ ! બંને ઘેર આવ્યા. તે ભાઈસાહેબને થયું કે મારી આંધળી માને મારો સાહેબ જોશે, તો મારી આબરૂ જશે. તે મૂઓ સાહેબની સામે પોતાની માને કહે કે આંધળી ઊઠને, મારા સાહેબ આવ્યા છે ! મૂઆએ માને લાત મારીને સાહેબ પાસે પોતાની આબરૂ ઢાંકી ! મોટો સાહેબ ના જોયો હોય તો ! આ મૂઓ આબરૂનો કોથળો ! ‘મા'ની આબરૂ સાચવવાની હોય કે સાહેબની ?
૨૯૬
આપણે કલકત્તાથી આવતાં સારી કેરી દીઠી હોય, ને ત્યાં મજૂર ના મળે, કરંડિયા ના મળે, તો ય સાચવીને અહીં લાવીએ. અને અહીં લાવ્યા પછી કેરીઓ ખાઈએ અને ખાઈ લીધા પછી ગોટલા ને છોતરાં નાખી દઈએ. અલ્યા, આટલી મહેનત કર્યા પછી નાખી દીધું ? તો કહે કે હા, માત્ર રસનું જ કામ હતું. એમ આ માણસોને ય ગોટલા-છોતરાં રહે, રસ ના રહે ત્યારે છોકરાં ય લાતો મારે !
આ કેરી શાથી લઈ આવતા રહો છો ? તો કહે કે રસ માટે, સ્વાદ માટે, આ તો સ્વાર્થનું જગત ! માટે આપણા માંહ્યલા ભગવાન સાચા, ને મોક્ષે ગયા તો કામ થયું. નહીં તો આ તો ‘ઊઠ આંધળી’ એવું કહે !
નાનપણમાં મેં નજરોનજર જોયેલું. એક આંધળા ડોસા હતા. એ ખાતાં હોય ત્યારે છોકરાં એમની થાળીમાં કાંકરા નાખી આવે. પેલાં
કંટાળીને ચિઢાય ને બૂમો પાડે. એટલે આ છોકરાં ખુશ થઈ જાય ને વધારે કાંકરા નાખે ! એવું આ જગત છે ! અને પાછાં આવાં કેટલાં અવતાર થવાના છે એનું ઠેકાણું નથી ! મોક્ષનો સિક્કો વાગ્યો હોય તો બે-ત્રણ અવતારમાં ય ઠેકાણું પડે. પણ એવો સિક્કો વાગ્યો નથી છતાં ય આ જગત પર લોકોને કેટલો મોહ છે !
નર્યો માર ખા ખા કર્યો, અનંત અવતાર મોહનો માર ખા ખા કર્યો છે ! હવે હિન્દુસ્તાનમાં આવ્યા પછી આપણે મોહનો માર ખાઈએ તો એ આપણને શોભે નહીં. કારણ કે બહાર હોય ત્યાં સુધી મોહનો માર ખાવાનો વાંધો નથી.