________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૯૩
૨૯૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મલકાય, જાણે સાંઢ મલકાયો ! એક તો બાળભાષા, કાલીભાષા, તેમાં ય પપ્પાજી કહે એટલે ત્યાં તો મોટો પ્રધાન હોય તો ય તેમનો હિસાબ નહીં. આ તો મનમાં શું ય માની બેઠો છે કે મારા સિવાય કોઈ પપ્પો જ નથી. મેર ગાંડિયા ! આ કૂતરાં, ગધેડાં, બિલાડાં નર્યા પપ્પા જ છે ને ? કોણ પપ્પા નથી ? આ બધો કકળાટ એનો એ જ છે ને ?
સમજીને પપ્પા ના થાય એવું કંઈ ચરિત્ર કોઈનું ઉદયમાં આવે તો એનાં તો વધામણાં જ લેવાં પડે. બાકી બધા પપ્પા જ થાય છે ને ? બોસે ઓફિસમાં ટૈડકાવ્યો હોય ને ઘેર બાબો “પપ્પા, પપ્પા” કરે. એટલે તે ઘડીએ બધું ભૂલી જાય ને આનંદ થાય. કારણ કે આ પણ એક પ્રકારની મદિરા જ કહેવાય છે, તે બધું ભૂલાવી દે છે !
ત્રણ કલાક લઢે ત્યાં ફૂટે ટેટો; ત સંધાય પડે બાપથી છુટો!
છોકરો કાલે કાલું બોલે તો ના સમજી જાય ? વખતે પપ્પાને પપ્પી કહ્યું તો, પપ્પાને રીસ ચઢે ? પપ્પાને એ કહે, ‘તું પપ્પી છું, પપ્પી છું.” તો ય રસ ના ચઢે. એ જાણે કે આ કાલું કાલું બોલે છે, બિચારો.
કોઈ કોઈનો છોકરો થયો નથી વર્લ્ડમાં. આખા વર્લ્ડમાં એવો કોઈ છોકરો ખોળી લાવો કે જેની જોડે બાપ ત્રણ કલાક લઢે અને છોકરો કહેશે, “હે પૂજ્ય પિતાશ્રી, આપ ગમે તેટલું લઢો તો ય તમે ને હું એક જ છીએ.” એવું બોલે એવો છોકરો ખોળી લાવશો ? આ તો અડધો કલાક ટેસ્ટમાં લીધો હોય ત્યાર પહેલાં તો ફૂટી જાય. આ બંદુકીયો ટેટો ફૂટતાં વાર લાગે, પણ આ તરત ફૂટી જાય. જરા વઢવા માંડીએ તે પહેલાં ફૂટી જાય કે ના ફૂટી જાય ?
શાના કહો છો અમને ? ત્યારે કહે છે, સહી કરતી વખતે, બાપ છોકરાને શું કહે ? અલ્યા, ‘પ” લખ ‘પ’. પપ્પાનો “પ” એટલે લોકોએ પપ્પા નામ પાડી દીધું. પત્ર લખવાનો ને, તે સહી કરતી વખતે ‘પ” લખાવ્યો હોય તો પપ્પાનો “પ” લખ કહે છે. તે ‘પપ્પા’ લોક કહેતાં હતા, મશ્કરી કરતા હતાં. હવે પપ્પા કહે છે, એટલે ખુશ થઈ જાય છે !
હવે, આ જે સુખો લો છો ને એ બધાં, તો લોન ઉપર લો છો, તે પાછાં રીપે (Repay) કરવાં પડશે. માટે ચેતીને ચાલજો, લોન ઉપર લીધેલાં સુખ બધાં રીપે કરવાં પડશે આ. આ વાઈફની પાસેથી, છોકરા પાસેથી સુખ લઈ લઉં છું ને, લોન ઉપર લઉં છું એ રીપે કરવાં પડશે. જેટલું રીપે કરવાની આપણી શક્તિ હોય એટલું લોન ઉપર લેજો અને પછી સહન નહીં થાય.
પ્રશ્નકર્તા : સંસાર ભોગવવામાં સુખ ચાખ્યું, તો એ પછી એનું દુ:ખ કઈ જાતનું આવવાનું છે ?
દાદાશ્રી : એ લોન તો એવી ભારે પડશે, તે મરવાના વિચાર આવશે કે આ ક્યાં જઈને મરવું ! હજુ તો આની લોન રીપે કરવાનું આવશેને ત્યારે ખબર પડશે. હજુ તો કાગળ નથી આવ્યો રીપે કરવાનો, માટે સમજીને લોન લે આ. લોન લઉં ને તો રીપે કરવી પડશે, એવું સમજીને લે. આ જેટલાં સુખ, સંસારી સુખો છે ને, એ બધાં રીપે કરવાં પડશે.
પ્રશ્નકર્તા : મારા મા-બાપે સંસાર સુખ ભોગવ્યું અને મને પેદા કર્યો, તે એ તો હજી સુખી જ છે. એ સુખ ભોગવે જ છે. એમને દુઃખ આવતું નથી કંઈ.
દાદાશ્રી : એ તો સુખી લાગે તને. મોંઢા ઉપર આપણે કહીએને, કોઈ બહુ દુઃખીયો હોય, એના મોંઢા ઉપર કહીએ, ‘બહુ દુ:ખીયો છે.” ત્યારે કહે “તારો બાપ દુઃખીયો મૂઆ’ અને આમ રડતો હોય. મારી પાસે બધા બહુ રડે છે બિચારાં, પણ મોંઢે ના કહે, મોંઢે તો બધાની આબરૂ જાય.
છોકરાં પ્રત્યે છે ઉછીતું સુખ; રી-પે કરવાતાં ભોગવીતે દુ:ખી
લોક આપણને એમ જ કહે છે, આ પપ્પા ચાલ્યા. અલ્યા, પપ્પા