________________
૨૯૨
મા-બાપ છોકરાના વ્યવહાર
(૧ર)
મોહતા મારથી મર્યા અવંતીવાર !
ત થાય દીકરો કદિ સગો; દેહ પણ અંતે દે છે દગો!
પ્રશ્નકર્તા : નથી થતો.
દાદાશ્રી : રાત-દહાડો બ્રશ મારીએ છીએ તો ય કાઢો દુઃખે છે ને પાછી, રાત્રે ઊંઘવા ના દે. એટલે દેહ તો દગો છે આપણો. હવે આ દેહ છે એટલે આગળનો ડખો ઊભો થયો છે. ત્યાં સુધી માણસ શી રીતે સુખી હોય ?
પ્રશ્નકર્તા: જીવન છે તો જીવવા માટેનો ધ્યેય તો હોવો જોઈએ ને?
દાદાશ્રી : ધ્યેય હોવો જોઈએ. શું ધ્યેય છે તમારો ? છોકરાં મોટાં કરીને દુકાને બેસાડી દેવા એ ધ્યેય છે ?
પ્રશ્નકર્તા છોકરા મોટાં થશે, પછી આપણા રહેશે કે નહીં એ કોને ખબર ?
દાદાશ્રી : હા, તે કોઈ આપણું કોઈ કશું રહેતું હશે ? આ દેહ જ આપણો નથી રહેતો તો ! આ દેહ જ લઈ લે છે પછી આપણી પાસેથી. કારણ કે પારકી ચીજ આપણી પાસે કેટલા દહાડા રહે ?
એ મોહને લીધે તો “પપ્પાજી, પપ્પાજી” એવું બાબો બોલે, એટલે પપ્પાજી ઊંચો ને ઊંચો ચઢતો જાય. ને બાબો “મમ્મી, મમ્મી’ કરે એટલે પેલી મમ્મી ય ઊંચે ચઢતી જાય. પપ્પાજીની મૂછો ખેંચે તો ય પપ્પો બોલે નહીં. આ નાના છોકરાં તો બધું બહુ કામ કરે. એ પપ્પા-મમ્મીનો ઝઘડો થયેલો હોય ને તો એ બાબો જ લવાદ તરીકે નિકાલ કરી આપે. ઝઘડો તો હંમેશા થવાનો જ ને ! સ્ત્રી-પુરુષને અમથી ભાંજગડ તો પડ્યા જ કરવાનીને ! તો બાબો કેવી રીતે નિકાલ કરી આપે ? સવારમાં પેલાં ચા પીતા ના હોય, જરા રીસાયા હોય, તો પેલી બઈ બાબાને શું કહેશે ? કે જા પપ્પાજીને કહે “મારી મમ્મી ચા પીવા બોલાવે છે, પપ્પાજી ચાલો.' એટલે આ છોકરો પપ્પાજી પાસે જઈને બોલ્યો કે “પપ્પાજી, પપ્પાજી' કે પેલો બધું ભૂલી જાય ને તરત ચા પીવા આવે. એવી રીતે બધું ચાલ્યા કરે. “પપ્પાજી” બોલ્યો કે જાણે ઓહોહો ! જાણે શું યે મંત્ર બોલ્યો ! અલ્યા, હમણે તો કહેતો હતો કે મારે ચા નથી પીવી !
અરે, પપ્પાને જ બાબો જઈને કાલી ભાષામાં કહે કે “પપ્પાજી, ચાલો મમ્મી ચા પીવા બોલાવે.’ તે બાપો મહીં એવો મલકાય, એવો
દાદાશ્રી : તમે એક કલાક ટેડકાવો ને ! નાલાયક, બદમાશ, ચોર લોકો, એમને વઢો તો ? એક કલાક મારી તો જુઓ ! મારીએ તો શું કહે ?
પ્રશ્નકર્તા : ઠપકારીએ તો સામા થાય.
દાદાશ્રી : સામા થાય તો મારવા ફરી વળે. તો એ તમારા છોકરા કેમ કહેવાય ? છોકરા તો એનું નામ કે મારી મારીને એ કરી નાખીએ, તો ય કહેશે, બાપુજી, તમે બાપુજી જે કરો એ. તમારું જ છે આ બધું. એનું નામ છોકરાં. એવાં છે ?
પ્રશ્નકર્તા : નથી. રામ-સીતાનાં વખતમાં હશે.
દાદાશ્રી : રામના વખતમાં ય નહોતા. આ દેહ પોતાનો નથી તો આ છોકરા શી રીતે પોતાનાં થાય ? આ દેહ, પોતાનો દેહ પોતાનો થાય