________________
૨૮૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૮૯
ઘરમાં વાપર્યા તે જરૂરી ગણાય; ઊંચું કયારે ? પારકાં માટે વપરાય !
માગે પૈઠણ, આપવી કે નહીં? સંજોગ પ્રમાણે કરવી સહી !
પ્રશ્નકર્તા : મારી પાસે અત્યારે જે ઘર છે. હવે હું એફોર્ડ કરી શકું એમ છું. છોકરાઓ નાનાં છે અને જો મોટું ઘર હોય, એક એકરના પ્લોટ ઉપર, તો છોકરાઓને વધારે મજા આવે. અને હું એ ધ્યાનમાં રાખીને મોટા ઘરમાં પૈસા રોકું.
દાદાશ્રી : તો વાંધો નહીં, વાંધો નહીં. પ્રશ્નકર્તા : તો એના એ ગટરમાં ગયા કહેવાય કે ?
દાદાશ્રી : ના, ના. એ ગટરમાં ના કહેવાય. પણ ગટરમાં ગયા ક્યારે કહેવાય કે એ પ્રમાણે પેલી બાજુ છે તે સારા માર્ગે જતો ના હોય તો ગટરમાં ગયા કહેવાય. પ્રમાણ સાચવવું જોઈએ.
આપણી પાસે પંદર લાખ હોય તો પંદર લાખે આમાં ને આમાં બધું છોકરાઓને ખુશ કરવા ઘાલ્યા. પંદર લાખમાંથી પાંચ-સાત લાખ પેલી બાજુ જાય અને પાંચ-સાત લાખ આ બાજુ રહે, તો વાંધો નહીં. પણ પેલી બાજુ પેલામાં જવું જોઈએ. પેલી નહેર જ કોરી હોય પછી ધૂળ ઊડતી હોય એ શું કામનું ?! સૂકી નહેર ત્યાં આગળ મોકલો એ જ તમારું, બાકી આ બધું ય ગટરમાં ગયું.
પ્રશ્નકર્તા : કોઈ છોડી માટે ખૂબ પૈઠણ માગે તો આપવું કે ના આપવું ?
દાદાશ્રી : એવું સોનું હોય તો આપવું જોઈએ. પ્યૉર ગોલ્ડ હોય તો આપવામાં શું વાંધો ?! પિત્તળ લાવવું તેના કરતાં પ્યૉર ગોલ્ડ હોય તો આપવાં.
પ્રશ્નકર્તા : મેં તો સિદ્ધાંત કર્યો છે કે આપવું નહીં. દાદરો ઉતારી દઉં.
દાદાશ્રી : એ તો પણ બીજો મળી આવે ત્યારે ને પણ ! પ્રશ્નકર્તા : બીજો તો મળે. એના વગર ચાલે.
દાદાશ્રી : મળી આવે. પણ આપણા મનમાં મોહ હોય તો પૂરો કરવો. પણ તને મોહ છે ને એવો ?!
પ્રશ્નકર્તા : દાદા, પણ છોકરીઓને આપવું એવો ભાવ સારો ? આપણી પોતાની છોકરીઓ હોય અને વ્યવહાર પ્રમાણે કંઈ હોય એ આપવું એવો ભાવ સારો ?
દાદાશ્રી : વ્યવહાર પ્રમાણે નહિ, પણ આપણું હોય એ આપવું જોઈએ.
આજના યુવાનો ત રાખે આશ; જાત કમાઈ પર આધાર ખાસ !
દારજમાઈથી ભારે ફસામણ; ત કહેવાય-સહેવાય અથડામણ !
આમણે એમના છોકરાને કહ્યું કે, બધી મિલકત એને આપવાની છે. ત્યારે એ કહે છે કે, તમારી મિલકતની મેં આશા રાખી નથી. એ તમને જ્યાં યુઝ કરવી હોય ત્યાં કરજો. પછી તો કુદરતનું નિર્માણ એ જુદી વસ્તુ છે. પણ નિશ્ચય આવો એનો અભિપ્રાય આપી દીધો છે ને ! એટલે થઈ ગયો સર્ટિફાઈડ અને મોજ-શોખ કશું રહ્યું નથી હવે.
ભઈ, તમને વાત ગમી આ ?
પ્રશ્નકર્તા : હા. પણ અમારે તો છોકરા નથી. છોકરો નથી એટલે ઘરજમાઈ લાવવાનાં છે.
દાદાશ્રી : છોકરો તો સારો. એને વઢાય ય ખરો અને આ જમાઈને