________________
૨૮૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : એને સમજાવાનાં. બીજું મારામાર કરવાનું હોય જ
નહીં ને !
બાપ ભણાવે દીકરો ઊડાવે; શાણો તો વ્યાજ સાથે ઊધરાવે !
પ્રશ્નકર્તા : દાદા, મેં તો એને કીધું મારા દીકરાને કે, આ કોલેજમાં ભણવા જાય, પચાસ હજાર ડૉલર ખર્ચ થાય. એકેએક પૈસો લોન તરીકે આપવાનો અને એકએક પઈનું ઈન્ટરેસ્ટ સાથે. મારી ઈચ્છા થાય કે તું સારી રીતે ઉછર્યો અને એ આપવું હોય તો મારી મરજી.
દાદાશ્રી : હા, હા. બરાબર છે. વાત બધી વેપારીની કરી.
પ્રશ્નકર્તા : કારણકે નહિતર શું કહે છે, આ બધું મારું જ છે. મેં કહ્યું, હું... એવું માની ના બેસતો. મારી ફરજ છે કે તું તૈયાર થાય બસ. તું મારા કરતાં દસ ગણું મેળવજે, પણ આપું નહીં.
દાદાશ્રી : એટલે આપણે ત્યાં મુખ્ય કહેવત છે કે ઉછરતા યુવાનને સ્વતંત્રતા આપવી એ સ્વતંત્રતા સત્યાનાશ વાળે છે. મેં બધી જગ્યાએ
જોયું છે, આ કંઈ જ્ઞાનીઓ નથી કે જેમને સ્વતંત્રતા અપાય. આ તો અજ્ઞાની. જુઓને, પણ આ છોકરો બાપને મારી નાખે છે બિચારાને. રડતા હતા કાલે બિચારાં. આવું બધું ત્યાં ચાલે છે. એટલે હું જાણું ને બધું. આ આખું જગત બધું સડી ગયું છે. બહુ મોહ રાખીએ ને મારો દીકરો, મારો દીકરો કરીને આ સોંપે બધું. આ બધું તારું જ છે ને, તારું જ. એટલે પેલાને સાયકોલોજીકલ ઈફેક્ટ થઈ જાય.
પ્રશ્નકર્તા : મારું અને મારા દીકરાનું ખાતું એક ખોલેલું બેંકમાં ભેશું, કરન્ટ. કારણકે એ દૂર રહે ને સાનફ્રાન્સિસ્કો. એટલે કંઈ જરૂર પડે. એટલે એક વર્ષ ટ્રાય કર્યો. મેં કહ્યું, હવે બહુ થઈ ગયું. કારણકે પછી છૂટ થઈ ગઈ ને. એટલે બધા ખર્ચ જસ્ટીફાય કરે કે આ જરૂર હતી. એટલે હું જોઉં કે આ હું અહીંયાથી પાંચ સેન્ટ માટે કંઈ આંટો મારતો હોઉં અને
પેલો ત્યાં બેઠો બેઠો એના ફ્રેન્ડને ટેલિફોન કરીને પચ્ચીસ ડૉલર ઊડાડી
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મારતો હોય. એટલે મેં કહ્યું કે આ નહીં.
દાદાશ્રી : એવું છે આવું કરીએ ત્યારે એ સુધરે. એને પોતાને પછી ભવિષ્યમાં એમ લાગે કે ઓહોહો, મારા ફાધરે મને સારો બનાવ્યો. સારું ઘડતર ઘડ્યું એમ લાગે. નહીં તો પછી વાઈફનો બધો કંટ્રોલ. કારણકે આ છોકરાઓને પછી ખ્યાલ જ નહિ ને, બિચારાંને અનુભવ જ નહીં. મોટા મોટા ખોવાઈ જાય છે તો ?!
ગાદી માટે બાદશાહો મારતાં બાપતે; દૂધ પાઈને ઉછેર્યા ધરતાં સાપને !
૨૮૭
આ રસ્તો જીવન જીવવાનો, જીવન જીવવાની કળા. નહીં તો બાપ થઈને ૨કમ આપશો બધી, તે એ ૨કમ ખલાસ કરીને પછી કહેશે, તમારે બીજી રકમ આપવી પડશે. અલ્યા, મારી જાત કમાણી છે આ. ત્યારે કહે, જાત કમાણી છે માટે શું થઈ ગયું ? નહીં આપો તો છરો દેખાડીશ, કારણ કે ઘણાં ખરા બાદશાહોને છોકરાઓએ મારી નાખેલા, દિલ્હીમાં. સાંભળેલું તમે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : શા માટે મારી નાખે ? ગાદી લેવા માટે ! મૂઓ, આ બૂઢો ક્યાં સુધી જીવશે હવે ? આ બૂઢો જીવશે તો આપણી ગાદી હાથમાં
આવશે નહીં. મોડી ગાદી આવે તો કામની શી ? અત્યારે જવાનીમાં ના આવી તો ! એમ કરીને બાપાને ખલાસ કરી નાખેલાં !
ગમ્મત છે આ તો. વાત મહીં ગમતી હોય તો લેવી. આપણને ના ગમતી હોય તો રહેવા દેવું. પટેલનું ઘર છે, ના ગમતું અહીં પડી રહેશે તો પૂંજો વાળવામાં કાઢી નાખશે એ લોકો. વાત થોડી ગમી આમાંથી ?
પ્રશ્નકર્તા : બરાબર છે ! બિલકુલ સાચી વાત છે. દાદાશ્રી : આ વાત મારે કહેવામાં મારો કેટલો સ્વાર્થ હશે ? પ્રશ્નકર્તા : કશો જ નહીં.