________________
૨૮૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૮૫
અવિનય વર્તને ના હોય. આ તો એવું બોલે કે આપણા માથાના વાળ ખરી જાય. એટલે પછી આપણે જતું રહેવું પડે. ભલે એમ ને એમ રોટલા કોઈકનાં ખઈશું, પણ આ ના હોય. ફસાઈ ગયા એ ફસાઈ ગયા. આપી દીધું એ આપી દીધું, હવે પાછું મળે જ નહીં ને ! પેલાં કાકા આવે છે ને.
પ્રશ્નકર્તા : હા, એ ત્યાં વાત કરતાં હતાં.
દાદાશ્રી : અરે, એટલી મુશ્કેલીમાં કે ન પૂછો વાત. એક કાગળ લખીને આપ્યો હતો. એ વિધિ કરી આપી તે રાગે પડશે હવે.
પ્રશ્નકર્તા ના, એટલે સમજાવતો હતો ઘણી વખત કે કશું આપી ના દેવું.
દાદાશ્રી : નહીં, આપણે જ બગાડ્યું. સામા ખોટાં નથી હોતા, આપણે છૂટ આપીએ...
પ્રશ્નકર્તા : હા. અને પછી આપણા પર ચઢી બેસે છે.
દાદાશ્રી : હવે છોકરાનો ય ગુનો હોતો. છોકરાનો કંઈ ઈરાદો ન્હોતો એવો. પણ એવા સંજોગોમાં છોકરો ગુંચવાયેલો છે કે એવા લોભમાં કે આ ચપટી હોય તે ય પાછું બીજું નાખીને ધંધો આગળ વધાર વધાર કરે, તે પણ આપણા ઘરના મા-બાપને જોઈતું હોય એટલું તો. આપવું પડે ! પણ છોકરો ન્હોતો આપતો. છોકરા કંઈ ગુનેગાર નથી હોતા પણ એ છોકરાનું એના સ્વભાવ પર જતો રહે ને ! તે પછી એની ય વિધિ કરી આપી. તે છોકરાને બોલાવીને રાગે પાડ્યું. થોડું-ઘણું રાગે પડ્યું છે. ધીમે ધીમે પડી જાય. આવું ના હોવું જોઈએ. બિચારા, કેવા બિચારા બંગલો-જણસો વેચીને આપી દીધું બધું !
આપ્યો છે, ગાડું ચાલે છે. બહુ ભાડું આવતું નથી. પણ આ દોઢસો છે તે એના ઉપરથી ચલાવીએ છીએ. આખો દહાડો કકળાટ કરીને મને હેરાન, હેરાન કરી નાખે છે. દાદા, હું શું કરું ? આ એકનો એક છોકરો છે હવે ! આમ પજવીને તેલ કાઢી નાખે છે. તે મને કહી દીધું સારું થયું. પછી પેલા ભાઈને બોલાવ્યો. અલ્યા મૂઆ, કમાતો નથી ને ઉપરથી પાછું શિરજોરી કરું છું ! શિરજોરી આજથી બંધ કરી દે. અક્ષરે બોલીશ ? ત્યારે કહે, નહીં બોલું. અત્યારથી બંધ. પછી બઈને પૂછયું, ના અક્ષરે બોલતો નથી.
મારે ત્યાં તો બધા પોલીસ ડિપાર્ટમેન્ટ, બધા ડિપાર્ટમેન્ટ છે. એકલું સિવિલ એકલું ના હોય. સિવિલ ચાલે નહીં એકલું. સિવિલ એકલું ચાલતું હશે !?
પ્રશ્નકર્તા : ના ચાલે.
દાદાશ્રી : આપણે ત્યાં તો પોલીસ ડિપાર્ટમેન્ટ. એટલે બધા ઊંધા ચત્તા કરીને આવે તે બધાને.
પ્રશ્નકર્તા : આપણે છોકરાને ભણવા માટે મૂક્યો હોય અને ત્યાં એ ખોટી રીતે પૈસા વાપરતો હોય, ધ્યાન ના રાખે નાપાસ થાય, તો આપણે વ્યવસ્થિત જ સમજવાનું ? કે પછી કંઈ કરવાનું ?
દાદાશ્રી : કંઈ કરવાનું. વ્યવસ્થિત નહીં સમજવાનું, કરવાનું.
પ્રશ્નકર્તા : એટલે આપણે કહીએ છીએ ને કે બધું વ્યવસ્થિત છે, એટલે એ માની લેવાનું ?
દાદાશ્રી : એવું કહેવાય નહીં ને ! પ્રશ્નકર્તા : શું કરવાનું ત્યારે ત્યાં ?
દાદાશ્રી : વ્યવસ્થિત એટલે આંખો મીંચીને ચાલવું એનું નામ વ્યવસ્થિત નહીં. ઊઘાડી આંખે ચાલો અને સાવધાનીપૂર્વક ચાલવાનું. પછી અથડાય એ વ્યવસ્થિત. વ્યવસ્થિતનો અર્થ સમજો. ઊઘાડી આંખે ચાલો અને સાવધાનીપૂર્વક ચાલો.
પ્રશ્નકર્તા : એટલે ત્યાં આગળ છોકરા જોડે શું પગલાં લેવાં ?
ઊઘાડી આંખે સાવધાનીપૂર્વક ચલાય; પછી અથડાય તો વ્યવસ્થિત મહાય !
એક બઈ આવીને કહે છે કે આ છોકરો મને એટલી બધી ગાળો દે છે, કશું કમાતો તો છે નહીં, નોકરી જતી રહી છે. હું જાતે ચાર કલાક જઈને દોઢસો ડોલર લઈ આવું છું. મકાન ઘરનું છે. થોડો ભાગ ભાડે