________________
૨૮૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૮૩
મેં કહ્યું, આ છોકરો ફજેતો કરશે, ત્યાં સુધી તમે કરાર કરી લો. તમારે તો આવું એગ્રીમેન્ટ પેપર લાવીને આ પ્રમાણે એને લખી લેવાનું. એ એને સાયકોલોજીકલ ઈફેક્ટ રહ્યા કરે. એમનું તો કામ થઈ ગયું. એનું એગ્રીમેન્ટ થશે, તારું એગ્રીમેન્ટ થશે. એટલે ઘરમાં ઝઘડા નહીં થાય હવે. પછી કહ્યું, પચ્ચીસ હજાર ડૉલર માંગવા આવે. તે ભઈ મારી પાસે નથી, કો'ક મારા મિત્ર પાસેથી લઈ આપું, એમ કરીને આપવા તમારે. અને વ્યાજ-વ્યાજ બધું લેતા જવું અને મિત્રને આપી દે હવે, કહીએ. એવું ડીલિંગ રાખવું બધું. સંસારમાં ય વ્યવહાર સમજવો જોઈએ કે ના સમજવો જોઈએ ?
પ્રશ્નકર્તા : સમજવો જોઈએ.
દાદાશ્રી : વ્યવહાર ના સમજેલાં તે બધાં ગુંચાઈ ગયેલાં. પછી છે તે એક ફેરો ફસાય, પછી વળે નહીં. કકળાટ કરનારો જે મછવાવાળો હોય. બે-ત્રણ મછવાવાળા ઊભા હોય, કોઈ પણ જતો હોય તો એક જણ કહે છે, અલ્યા મૂઆ, એ કકળાટિયા છે એનામાં ના જઈશ, હમણે થોડી વાર પછી આનામાં જા. તો ય પેલામાં બેસી જઈએ અને પછી આ હેઠ સુધી, નદી ઓળંગતા સુધી કકળાટ કર્યા કરે એ સહન કરવું પડે ને !
પ્રશ્નકર્તા : કરવું પડે. દાદાશ્રી : એટલે વ્યવહાર સમજીને કરવાનો છે નહીં તો ફસામણ.
પોલીસવાળા જોડે બોલે કે ? પોલીસવાળા જોડે કેમ સામા નથી થતાં, એનો સ્વભાવ છે તો ય ? ત્યાં કેમ નહીં કહેતા, મારો સ્વભાવ વાંકો છે ? ના, એ જોઈએ જ વચ્ચે, પરમ વિનય જોઈએ જ. જ્યાં જુઓ ત્યાં. બાપા જોડે ય પરમ વિનય તો જોઈએ ને ! પરમ વિનય નહીં હોય તો બધું ધૂળધાણી થઈ જાય !
તે ઘરેણાં વેચીને આપ્યા. હવે છોકરો કહે છે, મારી જોડે રહો અહીં. તે અમને બન્નેને અમેરિકા બોલાવી દીધા. હવે અમને કહે છે, આ મોટલમાં કામ કરો અને તમારો પાર્ટ રાખીશ. અલ્યા, અમારે પાર્ટ શું કરવો છે. આ ? ત્યારે કહે, કામ કરો તો તમારો પાર્ટ રાખીશ. એ છોકરો અત્યારે રાખે છે ખરો, પણ એ કહે છે કે “પગાર જેટલું પાંચસો ડોલર મહિને આપે, કામ કરો.” અને અમારે વાપરવા કહે, મને પાંચ-દસ ડોલર ના જોઈએ ? પણ કશું આપતો નથી અને આ દસ વર્ષથી કૂતરા જેવું જીવન જીવીએ છીએ બેઉ જણ છોકરાની પાસે. ત્યારે મેં કહ્યું, બંગલો વેચીને શું કરવા આપ્યા ? કોણે કહ્યું હતું તમને ? બંગલો વેચીને આપ્યા મુઆ! એ તો ઘોડું આપીને ગધેડો બનાવ્યો ? હવે અમને નોકરી કરાવે છે. પણ પગાર નહીં આપતો. અમારે કશું જોઈતું હોય, ધર્માદામાં સો-બસો ડોલર વાપરવા હોય તે ય નથી આપતો. ત્યારે મેં કહ્યું, આ લગામ છોડ્યા પછી બૂમો પાડો છો ?
પ્રશ્નકર્તા : હા, બરાબર. દાદાશ્રી : તમને ના ગમ્યું, નહીં ?! પ્રશ્નકર્તા : બરાબર. ગમ્યું. દોર ટાઈટ રાખવાની, લગામ.
દાદાશ્રી : એ ટાઈટ નહીં. એને વ્યવહાર કહેવાય છે. એવો જ વ્યવહાર. પણ પોલીસવાળાની સાથે એટલી બધી ફ્રેન્ડશીપ નહીં કરી નાખવી કે પેલો ગમે તેમ ટૈડકાવે. એ કેવું ખરાબ લાગે, જો સોંપી દીધું, બધું આપી દીધું. અને આ તો હાર્ટ વગરનાં છોકરાં, સત્યાનાશ વાળી દે આપણું તો. હોય છોકરા પોતાના, છતાં પ્રેમ રાખવાનો. પણ અંદરખાને એ ના સમજી જાય કે આમને આવું છે. વેપારી સિસ્ટમ એ સમજવા જેવી.
પ્રશ્નકર્તા : આટલી બધી ઈન્ડિપેન્ડન્સ કેમ આવી જાય, બહાર રહેવા આવે છે, પરદેશ રહેવા આવે ત્યારે ?
દાદાશ્રી : લોકોનું જોઈને. આ ફોરેનના છોકરાને એમના મા-બાપ પહેલેથી કહે કે તારે છૂટું રહેવાય. હવે એમનું આપણા શીખે તો ક્યારે પાર આવે ? અને તે થાય એવું. એક શબ્દ ય અવિનય બોલતો ન હોય,
મિલકત વેચી દીકરાને ધંધે લગાડયો; હડધૂત જીવન બાપતું રે ભવ બગાડયો !
એક બાપા તો મને કહેવા લાગ્યા, મેં અમારા છોકરાને ધંધો કરવા માટે પૈસા આપ્યા, અમદાવાદમાં બંગલો હતો તે વેચીને, એની માનાં છે