________________
૨૮૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
આપજે. મેં કહ્યું, એને કરાર કરી આપો આ. તમારી બધી સોંપી દો મોટેલો-બોટેલો. હવે ધંધામાં હમણે બે વર્ષ પછી એ જ્યાં સુધી ભણે છે. ત્યાં સુધી બે વર્ષ છે તે પ000 ડોલર કામ કર્યા બદલનાં દર સાલ એને આપવાના. બે સાલ દસ હજાર આપી દેવાનાં અને ધંધાનું એગ્રીમેન્ટ આજથી કરે. તે બે વર્ષ પછી આ મોટેલનો ધંધો તને સોંપવામાં આવશે. અને આટલી કિંમતથી આટલા ડોલરથી સોંપવામાં આવે છે અને તેનું દર સાલ આટલા તારે ભરવાં આમને અને ઈન્ટરેસ્ટ પંદર ટકા બહાર ચાલે છે તેને બદલે સાત ટકા એ એક્સેપ્ટ કરે છે.
પ્રશ્નકર્તા : આ ફાધર ને છોકરાનાં રીલેશનમાં આ બધું કેમ ?
દાદાશ્રી : એ વ્યવહારને ખાતર. પછી જ્યારે અડચણ પડે તો મદદ કરે પાછા ફાધર. ફાધર તો ખરાં ને ! પણ વ્યવહારથી તો કરવું પડે ને, વ્યવહાર તો સરકારી કાયદા બધા.
બસ, બરાબર છે ? કરેક્ટ છે એગ્રીમેન્ટ ? સાત ટકા ઈન્ટરેસ્ટ બરાબર છે કે પંદર ટકા જોઈએ ?
પ્રશ્નકર્તા : ઘરવાળા છે એટલે સાત ટકા બરાબર છે.
દાદાશ્રી : બરાબર છે, યુ આર રાઈટ. હા, ઘરનાં માણસોની પાસે વધારે લેવાય નહીં. બરાબર છે
રૂપિયો હોય તો પાંસરો ના થાય, એવો માણસનો સ્વભાવ. હાથમાં ડોલર ખલાસ થાય તો પાંસરો થઈ જાય, એ ત્યાં સુધી ના થાય, એવો મનુષ્યનો સ્વભાવ. એટલે અમે તો બધી લગામ હાથમાં રાખીએ. એ વ્યવહાર એવો છે કે આવી રીતે લગામ પકડવી કે જેથી એ ઘોડો દુઃખી ના થાય, પકડનાર દુઃખી ના થાય. વ્યવહારને વ્યવહાર કહેવો જોઈએ. વ્યવહાર અણીશુદ્ધ હોવો જોઈએ. વ્યવહારમાં મતભેદ ના થાય, ચિંતા ના થાય, દુઃખ ના થાય કોઈને, એવી રીતે વ્યવહાર હોવો જોઈએ. તને પણ દુઃખ ના થવું જોઈએ. તું છોકરો છે ને ! હવે પૈણીને આવ્યો તે તારી વાઈફને પણ દુઃખું ના થાય એવું હોવું જોઈએ. જેમ બેંકોમાં ગોઠવણી કરવામાં આવે છે, આ રૂપિયા ગણવાનો અધિકાર છે, ઘેર લઈ જવાનો અધિકાર નથી. એવું વ્યવહારમાં ગોઠવણી કરવાની છે બધી.
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૮૧ એ જાણે કે આ તો બધું આપણું જ છે. એટલે મેં કહ્યું, એગ્રીમેન્ટ કરી લો. કરાર સાથે કરી લો. અને છોકરાની પાસે વ્યાજ ઓછું લે એ તો બહુ સારું કહેવાય ને !
પ્રશ્નકર્તા : હા, હા.
દાદાશ્રી : આમ સારા, અહીં જન્મેલા ને ! એટલે આમ હૃદય સારા હોય છે આ પૈસાની બાબતમાં અને આપણે ત્યાં ઈન્ડીયામાં ચોંટી પડે, શાનો મારી પાસે કરાર મંગાવો છો ? આ તો મારી મિલકત છે, એવું કહે મૂઓ. આપણે તો એમ કહીએ ને કે ભઈ આ મારા ફાધરે આપ્યું એ તને આપીશ. બાકી બધું જૂદું, મારું જ છે. વારસો જેટલો ફાધરે આપેલો હોય એટલો જ હોય, કાયદેસરનો. તમારું કમાયેલું એ છોકરાનું ના હોય. એ તમારી મરજી પર વીલ (વસિયતનામું). એટલે કાયદેસરનું કોર્ટમાં એ ન કરી શકે. ફાધરનું આપણે લીધું હોય એટલે આપણે આપવું જોઈએ. નહીં તો ચઢી બેસે ને પછી આપણી જિંદગી ખલાસ કરી નાખે. પછી મનમાં થાય કે જિંદગી આ જીવે છે ને, કૂતરા જેવું જીવન ગાળે છે. એવું અપમાનિત જીવન કંઈ સારું કહેવાય ! એ આપણને બાપ થતાં ના આવડ્યું તેની જ ભાંજગડ ને !
પ્રશ્નકર્તા : હાસ્તો, હાસ્તો.
દાદાશ્રી : હવે એ તો કાલે હવે પૈણાવી દઈએ, તો પેલા એના ગુરૂ મહારાજ આવે તો આપણું કલ્યાણ થઈ જાય ! આપવું છે એને જ, મનમાં આપણે સમજી રાખવાનું. પણ ગુરૂ મહારાજને લઈને આપણે મૂર્ખ બનીએ એવું ના થવું જોઈએ. કૂંચી આપણી પાસે રાખવી.
પ્રશ્નકર્તા : હા, રાખવી પડે.
દાદાશ્રી : કૂંચી રાખવાની, પ્રેમ બધો રાખવાનો, બધું રાખવાનું પણ વ્યવહાર કરવો. એવો કંટ્રોલમાં લઈએ કે વહુનું માને જ નહીં. એ જાણે કે વહનું માનીશ તો આ મારે અહીંથી આ જગ્યા ખાલી કરવી પડશે. એ ભયનું માથું જગત રહે છે.
પ્રશ્નકર્તા : હા, ભયનું જ છે, બરાબર છે. બધે ભય જ છે. દાદાશ્રી : હા, ભયનું. ભય છૂટ્યો કે આ ખરાબ થઈ જાય. એટલે