________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
કંટ્રોલ નહીં. બીજું નહીં. એ અને એનાં વાઈફ વિનયમાં રહેતા હોય તો એનો કશો વાંધો નહીં. પણ અમુક એના મગજથી જ રાજ ચલાવે બધું. અને આપણે એનાં પ્રજા થઈ જઈએ.
પ્રશ્નકર્તા : તે નહીં ચાલે.
દાદાશ્રી : તે ન થવું જોઈએ. મહાપરાણે પરસેવા પાડી પાડીને કમાયા. તે પાછળની જીંદગી દુ:ખી કરવા માટે નહીં કર્યા. અમારી જીંદગી દુઃખી થાય તો અમારો આત્મા જતો રહે. અમે તો આત્મા માટે આવ્યા
છીએ.
૨૩૮
પ્રશ્નકર્તા : પણ દુ:ખી થાય તો આત્મા જતો રહ્યો ?
દાદાશ્રી : દુ:ખી થાય તો મહીં બગડી જાય પછી. આપણા કાન ખરી જાય એવું બોલે. પછી એની વહુ આવશે ને ! એટલે પછી કહેશે, તમારામાં સેન્સ નથી બરોબર, તો તે આબરૂ રાખ. તે ફજેતો ના થવા દેજો ! ચેતી જાવ આ. આ વ્યવહાર છે. ખરેખર રીયલી વસ્તુ નથી, આ રીલેટિવ વસ્તુ છે.
પ્રશ્નકર્તા : પણ દાદાજી ત્યારે પણ આપણે જ્ઞાનમાં, જાગૃતિમાં રહીએ તો સુંદર ને !
દાદાશ્રી : રહેવાય તો બહુ સારું. ઉલટું આવું જો મલે ને ત્યારે સારું કહેવાય. પણ મહીં સહન ના થાય તો પછી ઊંધું થાય. તમારું તો એટલું બધું સહન કરવાની શક્તિ ના પહોંચે તે વખતે.
વીલ કરવું વ્યવહારથી; પછી જીવત જીવાશે પ્યારથી !
આ તો બાપ એકના એક છોકરાને કહેશે, ‘મને તારા વગર ગમતું નથી, બાબા. તારું જ છે ને બા, બધું તારું જ છે ને !’ મેર ચક્કર, તારી શી દશા થશે ?! એનું હોય તો અહીં શું લેવાદેવા ? એટલે પછી એ જાણે ‘મારાં બાપાનું એ મારું જ છે ને, આ તો ?” હોવે, આ તારું છે ! વહુ આવે તે ઘડીએ અમારી દશા જ બેસાડે ને તું તો ?!
મા-બાપ છોકરાંનો વ્યવહાર
આ તો એકનો એક છોકરો છે, તે વહીવટ કરવા માંડ્યો, મોટલનો એ બધો. તો આ ભઈ, એના ફાધર મને કહે છે, બધો વહીવટ હવે સંભાળી લે છે એ. મેં કહ્યું, ના સોંપાય વહીવટ. અને વહીવટ સોંપી દઈએ તો શું થાય ? એ તો જાણે કે મારી જ છે મિલ્કત આ તો. અને આપણે ય ઘણાં વખત ભોળા ભાવમાં બોલી જઈએ કે ભઈ, બીજું કોણ વાપરવાનું છે, તારે જ વાપરવાનું છે ને. એટલે ઝાલી પડે.
૨૩૯
એટલે પછી મેં કહ્યું, છોકરાને પૂછ્યું કે આ મોટલનો તું વહીવટ કરું છું તે મોટલ તને સોંપવાની છે ? ત્યારે કહે, મારી જ છે એમાં શું સોંપવાનું છે ?! મેં કહ્યું, તારી શી રીતે ? લાવ કાગળ. લાવ તારી પાસે છે કશું ? આ તો પપ્પાની પાસે છે. પછી કહે છે કે, હું એમનો છોકરોને, એકનો એક જ છું. મેં કહ્યું, ના ચાલે. એ તો તારા પપ્પા કાલે બીજા મેં કોઈને આપી દે. એમની જાતની કમાણી છે. આ દાદાની કમાણી નહીં કે તું દાવો માંડીને લઈ શકે.
પછી છોકરાને મેં કહ્યું, ‘અહીં તારે શું લેવાદેવા છે અહીં ?! આ તો ફાધરનું છે, હું જાણું છું અને આ બધાં ય જાણે છે. ચૂપ થઈ ગયો. પહેલું તો આ એમ જ જાણતો હતો કે આ બધું મારું. તને ભણાવાનોબણાવાનો અધિકાર એમને હતો, એમ કરીને ઉતારી પાડ્યો જરા. હવે કંટ્રોલમાં રહેશે. પેલું તો રહેતા હશે કે ! તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : કંઈક ના જોઈએ બધું ? અને છોકરાને કહ્યું, તને શું હક્ક છે બીજો અહીં ? આ તો તને પેસવા દે છે એટલે સારા માણસ છે. ત્યારે કહે, હા, સારા માણસ છે. ત્યારે મેં કહ્યું, તને મોટેલ સોંપે, તો તારી પાસે ડાઉન છે પૈસા ? ત્યારે કહે, નથી. એટલે ટાઢો પડ્યો. ત્યાર પછી મને કહે છે, તો પણ આ વહીવટ તો હું કરું છું એમાં તો વાંધો શો છે ? ત્યારે મેં કહ્યું, ના, તે વાંધો નહીં, તું તારા નામે જ કરી લે આ મોટેલ. ત્યારે કહે, હું પૈસા કંઈથી લાવું ? મેં કહ્યું, પૈસા તો તું વ્યાજે લાવજે. ઈન્ટરેસ્ટ આપજે. ત્યારે કહે, કેટલું વ્યાજ ? મેં કહ્યું, બાર ટકા. ત્યારે કહે, કાલે વિચાર કરીને કહીશ. તો પછી કોઈને પૂછી આવ્યો હશે કે સાત ટકે હા પાડે તો માનજે. તો કહે, સાત ટકા. મેં કહ્યું, સાત ટકા