________________
૨૭૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૭૩
રાખવી, ચાવી. એને બધી રીતે ઉત્તેજન કરવાનું. ધંધો કરાવી આપવો, બહુ હેલ્પ કરવી. એટલે પેલા સમજી ગયા બધા. તે એમણે ગોઠવણી કરી છે હમણે.
એટલે હાથમાં લગામ રાખીને કામ લેજો. તે એને બહુ સમજણ પડી ગઈ. બધા આવી રીતે ફસાયેલાં હતાં. આ તો મા-બાપ બિચારાં ભલાં એટલે કહે, આ તારું જ છે ને, બા. આ તારું જ છે એમ કરીને તો છોકરાં પાછાં ચઢી બેસે એ તો પછી. ના આપે એ તો આપણને. માટે લગામને પધ્ધતસર રાખવી જોઈએ. એ ય સમજવા જેવી ને વાત પાછી. આપણા હાથમાંથી લગામ છોડી અને પછી બૂમો પાડીએ. આપણામાં એક કહેવત છે કે અંધારું ઘોર થયેલું હોય અને કાળો બળદ હોય અને પછી ખીલેથી આપણે છોડ્યો. પછી આપણે કહીએ કે, આવ, આવ, આવ. તે દેખાય નહીં ને કઈ બાજુ આવ આવ કરીએ ? એ ખીલે બાંધવા સારું ! લે આવ, લે આવ. તે મૂઆ ખીલેથી ના છોડીશ. અંધારું છે ને કાળો છે એ.
પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : એટલે કહ્યું, લગામ રાખ તારી પાસે.
પ્રશ્નકર્તા: તો એમાં વાણી, મન અને વર્તનની સરળતા રાખીએ, તો એ તો શુધ્ધ ગુણ છે. તો પછી એનું શું કરવું ? એ ય નહીં રાખવાનું?
દાદાશ્રી : એ સરળતા રાખી જ ના કહેવાય. આપણે છે તે ઘોડાને હાંકવાનો હોય ને, તો એની લગામ ઢીલી કરી દઈએ એને સુખ પડે એવું, એને સુખી થાય એટલા સારું. તો શું થશે ? ઠોકર ખાઈ દેશે, પાડી નાખશે બધું.
પ્રશ્નકર્તા : હા, હી.
દાદાશ્રી : એટલે આપણા હિતને માટે લગામ ખેંચવાની એ ભલે ડોળા ખેંચાય. જરા લોહી નીકળતું હોય તો ભલે નીકળે. પણ બંનેના હિતને માટે છે.
પ્રશ્નકર્તા: હવે લગામ હાથમાંથી જતી રહી પછી શું કરવું ?
દાદાશ્રી : જતી તો રહી એ લગામ જાણીને પછી, ફરી વાત દબાવી દેવાની. થયેલી ભૂલને શું કરવાનું?
પ્રશ્નકર્તા : બધાને જ એવું થયું છે, દાદા.
દાદાશ્રી : એવું છે ને, બહુ મુશ્કેલીમાં આવ્યું હોય તો મારી પાસે લાવજે, હું સમું કરી આપીશ. ના મુશ્કેલીમાં આવ્યું હોય તો ચલાવી દેજો. જેવું ચાલે એવું ખરું, શું થાય તે ?! કારણ કે અમારે જ્ઞાનીની પાસે જ્ઞાન એકલું ના હોય, એની પાસે બોધકળા ને જ્ઞાનકળા બધી કળાઓ હોય. એ વ્યવહારમાં એવી રીતે રહે કે કોઈની જોડે મતભેદ ના પડે. કોઈ ગાળ ભાંડનારની જોડે મતભેદ ના પડે એવો વ્યવહાર રાખે. અને કોઈ સામો થાય જ નહીં. મોટો રાજા હોય તો ય સામો ના થાય એવો વ્યવહાર હોય. એટલે વ્યવહારકળા ને બોધકળા બેઉ હોય. જ્ઞાન છે, ત્યાં શું ના હોય એમની પાસે. એટલે આપણે આપણું કામ કાઢી લેવું. જરા કાચું પડ્યું હોય તો ફરી સુધારી લેવું. સંસારમાં બધા કાચા પડી ગયેલા. અત્યારે તો આ વ્યવહારિક જ્ઞાન જ નથી ને લોકોને ! વ્યવહારિક જ્ઞાન ઓછું થઈ ગયું છે. લોકોને. ડોલરની પડી છે. બસ, બીજી કશી પડેલી નથી. રાતદહાડો એનું જ ધ્યાન. જાણે એ મા-બાપ ના હોય ! બધે ધ્યાન રાખવું પડે. એકતરફી નહીં હોવું જોઈએ. બધું જ ધ્યાન, છોકરાઓનું ધ્યાન રાખવું જોઈએ, વાઈફનું ધ્યાન રાખવું જોઈએ, ડોલરનું ધ્યાન રાખવું જોઈએ. આપણો છોકરો સારો છે, પણ તો ય નાથ તો એક નાની અમથી આપણી પાસે રાખવી.
પ્રશ્નકર્તા : નાથ ?
દાદાશ્રી : નાથ, લગામ. બહુ જેન્ટલમેન છે, પણ એને બોલતાં શું શીખ્યો હોય અને કોઈ વખત ચિડાય ત્યારે શું બોલી જાય, તે એ બોલી જાય. જો આપણને મહીં પચી જતું હોય તો વાંધો નથી. એના બધા બોલ પચતા હોય, તો વાંધો નથી, પણ નહીં પચે. જ્ઞાન છે તો ય નહીં પચતા. તો પછી જ્ઞાન ના હોય તો શું પચે ?
એટલે પેલા ડૉકટર કહે છે, મને ય એવું કરી આપો, મારા છોકરા જોડે. મેં કહ્યું, કરી આપીશું. છોકરાં જોડે નિવેડો તો આવવો જોઈએ ને ! એ છોકરો તો ડાહ્યો થશે, જો તમે એને કંટ્રોલમાં રાખશો તો. બધી રીતનાં