________________
૨૭૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
માટે વાપરજો. તમારા પૈસા જો વધારાના હોય તો લોકોના સુખને માટે વાપરશો. એટલા જ તમારા, બાકી ગટરમાં.....!
આ તો આવું બધું ના બોલવું જોઈએ. છતાં બોલીએ છીએ અમે !
ન સોંપાય પહેલેથી બધી મિલકત; લાચારીને ઠેબાં મળે જાણ હકીકત !
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૭૫ એમનો. તો એ પોતે કરે સર્વિસ અને એમનો ધંધો મને સોંપી દે, કહે છે. મેં કહ્યું, રૂપિયા આપ વ્યાજે લાવીને અને જો તારે આ જોઈતા હોય તો કેટલા ટકા ઈન્ટરેસ્ટ આપીશ એ નક્કી કર ! એટલે એને એમ લાગ્યું કે દાદા છે તે કંઈ કરાર કરાવી લેશે મારી પાસે હઉં. પણ પેલો સમજી ગયો કે કરાર કર્યા વગર ચાલે એવું નથી, નહીં તો પછી દાદા, નવી જાતનું ફેરવીને કશું આપે નહીં તો શું કરીએ ? ચમક્યો ! અને છોકરો તો શું બોલે, તમારા બેઉ જણમાં બિલકુલ સેન્સ નથી, કહે છે. એટલે એના બાપા કહે છે, આ બધા ડોલર આપ્યા તેનો આ બદલો ? બાપથી બોલાય નહીં, બાપ બોલે ને ત્યારે પેલો કહેશે, પણ ન્યાય આ નથી કહેતો. અલ્યા મૂઆ, ન્યાય કરું છું, બાપની જોડે ?! એ તો બાપનું કહ્યા પ્રમાણે જ કરવાનું. આખો વારસો લેવો છે, અને એની પાછળ ઉપરથી ન્યાય ખોળું છું ! અને તારો સ્વભાવ વાંકો હોય તો એ તો પાછું તે ઘડીએ તું વાંકું બોલીને ઊભો જ રહેવાનો છું. અત્યારથી જ આવું કરું છું, તો તે દહાડે તું મારો શું ફજેતો કરે ?! આ છોકરી આવું બોલે છે, કંઈ જાત જાતનું બોલે છે. મેં કહ્યું, જો સોંપશો નહીં. લાગણીવાળો છે બધું ય. લાગણીવાળો છે, પણ સ્વભાવ કંઈ જાય કે ?
પ્રશ્નકર્તા : નહીં.
એકનો એક છોકરો છે તે વારસદારને સોપ્યું. ભઈ આ બધું તારું, હવે અમે બે છે તે ધર્મ કરીએ. આ મિલકત બધું એનું જ છે ને, એવું બોલશો તો ફજેતો થશે ! કારણકે એને મિલકત આપવાથી શું થાય ? પેલા ભઈ મિલકત આપીને ઊભા રહે, એકનો એક છોકરો. એટલે પછી છોકરો પેલા બે જણને સાથે રાખે. પણ છોકરો એક દહાડો કહેશે, ‘તમને અક્કલ નથી, તમે એક જગ્યાએ બેસી રહો અહીં આગળ તે !' એટલે તે ઘડીએ પેલાના મનમાં એમ થાય કે આ મેં આને ક્યાં હાથમાં લગામ આપી !? એ પસ્તાવો થાય ને, એના કરતાં આપણે કૂંચી આપણી પાસે રાખવી.
હવે પેલા ભઈનો છોકરો મારી હાજરીમાં કહે છે, દાદાજી, મારી કહેલી વાત બાપા એક્સેપ્ટ કરતા નથી. એટલે મેં એને કહ્યું, તું શું સમજું છું તારા મનમાં ?! ઈઝ હી પાર્ટી ? એ પાર્ટી છે ? એ એમ સમજે, આ અમારો બાપ એ પાર્ટી અને આ ય પાર્ટી, હું ય પાર્ટી. પાર્ટી સમજે છે મહીં. તે પછી છોકરો મને કહે છે, પણ મારા પપ્પા આમ કરે છે એ કેમ ચાલે ? એ મને નહીં ફાવે. એટલે મેં કહ્યું, આ જબરો મૂઓ ! મેં કહ્યું, યુ આર નોટ ધી પાર્ટી ! અહીં પાર્ટી-બાર્ટી ના હોય. કે આ એ આમ કરે છે. પછી કહ્યું, ‘પપ્પાજી તારા પાસે ખાવાના પૈસા લે છે ?” એટલે ચમક્યો. “ખાવાના લે મારી પાસે ?’ ત્યારે તે કોની પાસે લે ?” તને ખવડાવે છે. તે તું નાનો હોઉં ત્યાં સુધી ખવડાવે. અને અહીં ન્યાય કરવાનો નથી. અહીં તો તારા ફાધરનો ન્યાય એ ન્યાય છે, કહ્યું. એ વહેલી તકે ઊડાડી મેલી એની વાત. પેલો ન્યાય ખોળતો હતો, મૂઓ ! અલ્યા મૂઆ, અહીં ન્યાય ખોળું છું ?! બાપની પાસે ન્યાય ખોળું છું ?! એમનું બધું, એમના પૈસાનું ખઉં છું. ત્યાર પછી કહે, બિઝનેસ છે
રાખ લગામ હાથમાં એ બન્નેન હીતઃ વખત પડે ત્યારે ખેંચ એ ખરી પ્રીત !
દાદાશ્રી : એનો સ્વભાવ એવો એટલે પછી... એ છોકરો મને શું કહે, મને લાગણી છે દાદાજી. એમને બહુ સારી રીતે સાચવીશ, કહે છે. લાગણી છે પણ ગમે તેટલી લાગણી હોય બાપ જોડે, પણ બાપને કહેશે, નોનસેન્સ. એટલું કહ્યું એટલે થઈ રહ્યું ! એમના મનમાં એમ થાય કે બળ્યું આવું જીવન કેમ જીવાય ? છોકરો જ કહે તે ! એ લાગણીને શું કરવાની ? પછી પોતે જે રીતે જીવેલો તે નથી જીવાતું ને !
પ્રશ્નકર્તા નહીં જ ને ! દાદાશ્રી : એટલે ઠેઠ સુધી જીવવાની ચાવી આપણી પાસે