________________
૨૭૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : તે એક શેઠિયાને મેં પૂછ્યું હતું, આમ સારી મિલકત ધરાવતા હતા અને ગામડાનાં શેઠિયાઓ એટલે આટલે ઘુંટણ સુધી ધોતિયું પહેરે, અને આટલે સુધી ટૂંકી બંડી પહેરે, તે ય ખાદીની. તે બધું થઈને તે જમાનામાં ત્રણ રૂપિયાનું હોય. આ એનો ફુલ ડ્રેસ. ત્યારે મેં એને કહ્યું કે, “શેઠ, આ ક્યાં સુધી પોતડીઓ પહેર્યા કરશો ? મોટાં મિલકતદાર છો, હવે કંઈ સારાં ધોતિયાં પહેરો ને !' ત્યારે કહે કે, “એમાં શું ? આમાં શું દુ:ખ છે ?” ત્યારે મેં કહ્યું કે, ‘તો આ બધું. એક-બે લાખ જોડે લઈ જજો !” ત્યારે કહે છે કે, ‘અંબાલાલભાઈ, એ તો જોડે ના લઈ જવાય. એ તો કોઈ લઈ ગયેલો નહીં.’ ત્યારે મેં કહ્યું કે, ‘તમે લોકો કંઈ કાચા છો ? અમે જરા કાચા પડીએ.” ત્યારે કહે છે, “ના, કોઈથી ય ના લઈ જવાય.' ત્યારે મેં કહ્યું કે, ‘જોડે લઈ જવાય એવો મને રસ્તો જડ્યો છે. હું તમને દેખાડું.” ત્યારે કહે કે, “શું ?” કહ્યું કે ‘આવી રીતે થોડો ઓવરડ્રાફટ કઢાવો. ત્યારે કહે કે, “મારી મહીં અંદરખાને એ ભાવના ખરી.” પણ એ આમ છટકી ગયા, એ જાણે કે આ ઊંધું પાછું ક્યાં દેખાડ્યું ?!
એટલે પછી મેં એમનાં છોકરાંને પૂછયું કે તમારા બાપાએ આ બધી મિલકત કરી છે, તે તમારા માટે કરી છે, પોતડીઓ પહેરીને ! ત્યારે કહે છે, ‘તમે અમારા બાપાને ઓળખતાં જ નથી.’ મેં કહ્યું કે, “કેમ ?” ત્યારે કહે છે કે, ‘જો અહીંથી લઈ જવાનું હોત ને, તો મારા બાપા, અહીં લોકોની પાસે દેવું કરીને દસ લાખ લઈ જાત. આવા પાકા છે ! દસ લાખનું દેવું કરીને જાય એવા છે, માટે બહુ મનમાં રાખવા જેવાં નથી આ.” એટલે એનાં છોકરાંએ જ મને આવી સમજણ પાડી. મેં કહ્યું કે, ‘હવે સાચી વાત મળી મને ! હું શું જાણવા માંગું છું એ મને મળી ગયું. આમ કરતાં કરતાં એ શેઠ જતાં રહ્યા ને કશું જોડે લઈ ગયા નહીં.
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૭૩ દાદાશ્રી : છોકરીને અમુક પ્રમાણમાં આપવું. આપણે છોકરાને પૂછવું, ‘તારે શું ધંધો કરવો છે ? શું કરવું છે ? સર્વિસ કરવી છે ?” આપવું પણ અમુક પ્રમાણમાં. અડધી મૂડી તો આપણી પાસે રહેવા દેવી, એટલે પ્રાઈવેટ ! એટલે જાહેર કરેલી નહીં. બીજી બધી જાહેર કરવી અને કહેવું કે, અમારે જોઈએ, પણ અમારા બે જણને જીવતા સુધી જોઈએ ને ? કહીએ. અને પાછું દેવું કરી આપવું બેંકનું. બેંકનું દેવું ના કરે એ ધંધો ના કરવો. એટલે ગોદા મારનાર જોઈએ એને, જેથી દારૂ ના પીવે. એટલે આપણે પધ્ધતિસર, સમજણપૂર્વક કામ કરવું.
પ્રશ્નકર્તા : પણ માણસ મરી જાય, પછીનું વીલ કેવું હોવું જોઈએ ?
દાદાશ્રી : ના, મર્યા પછી તો જે છે તે આપણી પાસે, અઢી લાખ રૂપિયા વધ્યા છે, તે તો આપણી હાજરીમાં જ મર્યા સુધી રહેવા જ ના દેવાં. બનતાં સુધી ઓવરડ્રાફટ કરાવી જ લેવા. દવાખાનાના, જ્ઞાનદાનના બધા ઓવરડાફટ કઢાવી લેવા અને પછી વધે તે છોકરાઓને આપવા. તે વધારવા ય ખરા થોડાક. એ લાલચ એમની છે ને, તે લાલચ હારું પચાસ હજાર રાખવા. પછી બીજા બે લાખના તો ઓવરડ્રાફટ કઢાવી લેવાના, આવતે ભવ આપણે શું કરીએ ? આ બધા ગયા અવતારનાં
ઓવરડ્રાફટ અત્યારે વાપરો છો, તો આ અવતારમાં ઓવરડ્રાફટ ના કાઢવો પડે ? આ શું કહેવાય ?
પ્રશ્નકર્તા : ઓવરડ્રાફટ.
દાદાશ્રી : હા, કોઈને આપણે આપ્યા નથી આ. આ લોકોના હિતને માટે, લોકકલ્યાણ માટે વાપર્યા એ છે તે ઓવરડ્રાફટ કહેવાય. છોકરાને આપીને તો પસ્તાયેલા, એવા પસ્તાયેલા કે ખરેખર ! છોકરાનું હિત કેવી રીતે કરવું તે આપણે સમજવું જોઈએ. તે મારી જોડે આવીને વાતચીત કરી જવી.
એટલે હું કહું છું કે ધૂળમાં જાય એના કરતાં કંઈ સારા રસ્તે જાય એવું કંઈક કરો. જોડે કામ લાગશે અને ત્યાં તો જતી વખતે ચાર નાળિયેર બંધાવશે ને ! અને તે ય છોકરો શું કહેશે, ‘જરા સસ્તામાંના, પાણી વગરનાં આપજો ને !' માટે સારે રસ્તે પૈસા વાપરજો. લોકોના સુખને
છોકરાને આપવું પધ્ધતસરનું વિલ; લોકહિતમાં વાપરી, લે ઓવરડ્રાફ્ટનું રીલ !
પ્રશ્નકર્તા : આપણી જે મિલકત હોય, તેનું વીલ બનાવવું હોય છોકરાં માટે, તો આદર્શ વીલ કઈ રીતનું હોવું જોઈએ ? એક છોકરો ને એક છોકરી હોય તો ?