________________
૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૭૧
અક્કલવાળું હોય ને એ મને ગમે. રસ્તો તો સારો ને ! એમાં તો બે મત જ નહિ ને ! છે ને ધન્ય એની બુધ્ધિને ય !
જે પૈસા જોડે લઈ જવાતા હોત; દેવું કરીને પોટલું લેત બહોત !
પ્રશ્નકર્તા : ઘરનાં માણસ માની બેઠાં આપે કહ્યું એ કોણ ?
દાદાશ્રી : ઘરનાં બધાં બૈરી-છોકરાં એ બધાં. કારણકે આપણે કરીએ એવું એટલે પછી એવું જ માને ને ! એટલે પછી એક શેઠે મને શીખવાડ્યું. એક શેઠને ત્યાં હું બેઠો'તો. શેઠ પૈસાવાળા માણસ હતા અને જૈન લુગડાં-બૂગડાં પહેરે એ બીજા. આટલે સુધી જ ટૂંકું. આટલે સુધી લાંબું સીવડાવીએ તો કપડું વધારે જાય ! ભલેને ટાઢ હશે તો વાંધો નહિ ! રોજ મારી બેઠક ત્યાં આગળ. પછી છે તે છોકરો શાક લેવા માટે પૈસા લેવા આવ્યો. તે દહાડે મારી હાજરીમાં આવી વાત બની. નહીં તો રોજ તો એવું કંઈક પહેલું થઈ ગયું હોય. પણ તે દહાડે તો એવું બન્યું કે છોકરો લેવા આવ્યો. તો આ કહે છે, “આજ તારી મમ્મીને કહેજે કે ભીડ છે આજે. એટલે આજે છે તે પેલાં તુવેરનાં બાકરાં બનાવજો.’ કહે. આજ ભીડ છે, કહે છે. અરે, આ શેઠિયો શું બોલે છે ? હમણે કોઈને વીસ હજાર જોઈએ તો હમણાં ધીરે પૈસા. સરસ નાણું બેંકમાં અને આવું બોલે છે ! ત્યારે મેં કહ્યું, આનું મગજ ખસી ગયું છે કે શું આની અક્કલ છે આ, તે આપણને આની કંઈ સમજણ નથી પડતી ! પછી એ છોકરુંબોકરું ગયાં પછી એકલાં પડ્યાં. ત્યારે મેં કહ્યું, શેઠ, આવું શું કરો છો ? આ નિર્દયતા શું કરો છો ? છોકરાને, એને શાક લાવવાના પૈસા ય ના જોઈએ ? ત્યારે કહે, રોજ આપું છું, જેટલા જોઈએ એટલા. પણ એક દહાડો આવું કરું અઠવાડિયામાં. એટલે એમ જાણે કે આ પૈસાની ભીડ હોય છે આમને. મેં કહ્યું, આ તો બહુ અક્કલવાળા. નહિ તો એ લોકોને ટેવ પડી જાય. મેં જાણ્યું. આ નિર્દયતા કેમ કરે છે ? નિર્દયતા નહીં, પણ એ સાચો રસ્તો હતો.
પ્રશ્નકર્તા : એના ધ્યાન ઉપર લાવ્યા કે અહીંયાં ય કોઈ વખત ભીડ હોય છે. જ્યારે માંગીએ ત્યારે મળી જાય એવું નથી.
દાદાશ્રી : નહીં, પેલાં લોકોનાં મનમાં એમ થાય કે આજ ભીડ છે એટલે આજ કરો અને ફરી આપણને વખતે ખરેખર ભીડ આવી તો આપણે કહી શકીએ કે ભીડ છે. એટલે તરત માની જાય. પહેલેથી કેવું સરસ ઘડતર કરી રાખે છે. મને તો હું જ્યાં જઉં ત્યાં આવાં, આવાં નુસખા યાદ રહી જાય વધારે. મને આ ગમે. કોઈ નવી જાતનું
અહીંથી જોડે ના લઈ જવા દે ?! અહીંથી સાથે આપણને ડોલર કમાયેલા લઈ જવા ના દે ? કેમ બોલતા નથી ?
પ્રશ્નકર્તા : ના, ના.
દાદાશ્રી : ના લઈ જવાય ? તો પછી, પૈસાને આપણે શું કરવાના ત્યારે ? આપણે જાતે વાપર્યા નહીં પોતાનાં સુખ ને સાહ્યબી માટે ! ને સારા કામમાં ય વાપર્યા નહીં !
બીજા પાંચ લાખ હોય તો તો આપણે બીજી વ્યવસ્થા કરવાની સારી ! તે એનો ઓવરડ્રાફટ તો મળે. બીજાનાં સુખને માટે વાપરવાં એનું નામ ઓવરડ્રાફટ, બીજું બધું આપણે આગળનો ડ્રાફટ કઢાવી લેવાનો.
પ્રશ્નકર્તા : કઈ બેંકમાં ? દાદાશ્રી : એ તો હું કઢાવી આપીશ.
એટલે છોકરાને રીતસર પધ્ધતિસર આપી અને બીજું સારે રસ્તે આપણે લોકોનાં સુખને માટે વાપરી દેવું. લોકોને સુખ કેમ પડે, લોકોના દિલ ઠારવાથી, એ તમારી જોડે આવશે મિલકત. આમ રોકડું નથી આવતું, પણ આ ઓવરડ્રાફટ રીતે આવે છે. રોકડું તો જવા જ ના દે ને ત્યાં આગળ ! આમ ઓવરડ્રાફટ કરે, લોકોને ખવડાવી દે, બધાનું દિલ ઠારે, કોઈને અડચણ હોય તો ભાંગે. આ રસ્તો છે આગળથી ડ્રાફટ મોકલવાનો. એટલે પૈસાનો સઉપયોગ કરો. વરીઝ-બરીઝ કરવાની નહીં. ખાવા-પીવો, ખાવા-પીવામાં અડચણ ના કરો. એટલે હું કહું છું કે, ‘વાપરી નાખો, ને ઓવરડ્રાફટ લો. શા હારું આમ કરો છો તે ?” પણ ઓવરડ્રાફટ કઢાવનારા ઓછા છે ને ?
પ્રશ્નકર્તા : હા.