________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
ર૬૯
દેખાઈએ, છોકરા પાસે. છોકરો કહેશે, ‘બાપા તો સારા છે, પણ મારો સ્વભાવ વાંકો છે.’ હું અવળું બોલ્યો તેથી. બાકી બાપા બહુ સારા છે ! એટલે છટકી નાસવું આ જગતમાંથી.
પછી છોકરો કહેશે, ‘હજુ તો મૂડી બીજી વધારે જોઈશે.' ત્યારે કહે, ‘હવે અમારી પાસે વધારે નથી, અમારે જરૂરિયાત પૂરતું જ રહ્યું છે હવે.' ત્યારે છોકરો કહે કે પપ્પાજી, આ આપણી પાસે પૈસા આટલા બધા હતા ને આ દેવું કેમ તમારે ? ત્યારે કહે, ‘હતા ને એ શેરમાં જતા રહ્યા.' કોઈને કહેવાય નહીં. હવે કહીએ તો આપણી આબરૂ જાય. તેરી બી ચુપ ને મેરી બી ચૂપ. સમજી જાને, વાત કહીએ છીએ તે !
બૈરી છોકરાંતે ક્યારેક ભીડ દેખાડો; નહીં તો વંઠશે તે કરશે ભેલાડો !
૨૬૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર આત્મા વશ કરવો સહેલો છે, મનવશ કરવું વસમું છે. મનને કોઈ દિશાનું ઠેકાણું નથી. પેલી દિશામાં ય ભાગે અને આ દિશામાં ય ભાગે. એટલે એને માટે આ કળા છે. આ ‘દાદા ભગવાનની કળા છે ને બોધકળા કહેવાય છે. આખા ઘરનાં માણસ આનંદમાં રહે અને કોઈને એમ ના લાગે કે અમારી ઉપર દબાણ છે. અને કોઈ મર્યાદા ના તોડે. જો કશું બોલીશ, ખોટું લાગશે તો મને નહીં આપે, કોઈ વખત મદદ નહીં કરે.
પછી પેલાને ફરી ભીડ પડે ને તો કહેશે, “પપ્પાજી, થોડા મારે ટેન થાઉઝન્ડ જોઈશે.’ હા, ભઈ ઊભો રહે, પાંચ હજાર મારી પાસે છે. પાંચ હજાર હું ઉછીના લઈ આવું છું જા.” એટલે એ કહેશે, “ઓહોહો ! મારા ફાધરે પાંચ હજાર ઉછીના લઈ આપ્યા. હોય ભલે આપણી પાસે. પણ જરા આવું રાખવાનું, ટેકનિકલી. એવું ના જોઈએ ?
પ્રશ્નકર્તા : જોઈએ, જોઈએ.
દાદાશ્રી : પછી પાંચેક હજાર બીજા એને આપ્યા હોય આપણા. પણ કહેવાનું કે ભઈ આ ફલાણા ભઈના વ્યાજે લીધેલા છે. એટલે હપ્તા ભરજે, કહીએ. નહીં તો એ જાણે કે આટલા છે તો વાપરી ખાવ ને ! પછી જોઈ લઈશું, કહેશે. હપ્તા ભરવાના હોય ત્યારે ગાડું ચાલે. હપ્તા વગર તો માણસ બેફામ થઈ જાય. એટલે ઓ અમેરિકામાં એટલો સારો રિવાજ છે કે બધાને હપ્તા ભરવાના હોય છે. એ મને ગમ્યો. દરેકને હપ્તા ભરવાના હોય. મહિનો પૂરો થયો કે ચિંતા આવીને ઊભી રહી. પચ્ચીસ હજાર ડોલરનું દેવું છે તે આપ્યા કરજે, વીથ ઈન્ટરેસ્ટ, તો રીતસર ધંધો કરે, હપ્તા ભરતો જાય બેંકના.
પછી છોકરો કહે કે, “આ વર્ષમાં મારે લોન ભરાતી નથી. ત્યારે કહીએ કે ‘હું લાવી આપું, તને પાંચ હજાર. પણ આપી દેવાના વહેલા.” એટલે પાંચ હજાર લાવી આપવાના. પછી આપણે પેલા પાંચ હજાર સંભારીએ. પેલા વહેલા આપી દેવાના છે, એવું કહ્યું છે. આવું સંભારીએ તો છોકરો કહે, ‘તમે કચકચ ના કરશો હમણે.” એટલે આપણે સમજી જવાનું. ‘બહુ સારું છે એ.’ એટલે ફરી લેવા જ ના આવે ને ! આપણને વાંધો નથી, ‘કચકચ કરો છો' એવું કહે તેનો. પણ પછી લેવા આવે નહીં ને ! એટલે આપણી સેફસાઈડ આપણે રાખવાની અને પછી ખોટા ના
એક માણસ તો અમારી પાડોશમાં રહેતા'તા. તે છોકરું એક ત્રણ વર્ષનું, એક પાંચ વર્ષનું, એક સાત વર્ષનું, એક નવ વર્ષનું. એમ ચાર છોકરાં હતાં. તે દિવાળીને દહાડે પરચુરણ લઈ આવે સો રૂપિયાનું અને છોકરાંને પછી મુઠીએ મુઠીએ આપે. છોકરાં બગડી ગયાં ઊલટાં. એ, ચાર આના માગે ત્યારે આપણે એને કહેવું કે “ચાર આના તો સોળ પૈસા થયા ને ? તો તું અગ્યાર પૈસા લઈ જા. પાંચ પૈસા ફરી આવશે ત્યારે આપીશ.' તો એ મર્યાદામાં હૈડે. આ તો મુઠીએ, મુઠીએ, બૈરીને ય પાનસે-પાનસે આપે. પછી ટેવ પડી જાય એ તો.
પ્રશ્નકર્તા : પછી તો બીજે વર્ષે પણ માંગે જ ને ! આપ્યાં છે એટલે, આ ફેરે.
દાદાશ્રી : માંગે, એ જ માંગે. પછી ઓછું આપીએ ત્યારે વઢે. દાંતિયા કરે. પહેલાં આપતા'તા ને હવે કેમ નહીં આપતા ? પણ એ રસ્તો કર ને પધ્ધતસરનો. એને આપવાં ખરાં, પણ એને એમ લાગે કે પૈસા એ ચીજ એવી છે કે આ નળમાં પાણી આવે છે એવું નથી આ. એ તો ઘરનાં માણસો ય એમ જ માની લે છે કે હમણાં નળની ચકલી ઊઘાડીશ એટલે પાણી આવશે, એવું માની બેઠાં છે.