________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : હા, એ હંમેશા ય એનો મોક્ષ બગાડશે. હંમેશા પધ્ધતિસર જ સારું. છોકરાને વધુ આપવું એ ગુનો છે. એ તો ફોરેનવાળા બધા સમજે છે. કેવા ડાહ્યા છે. આમને તો સાત પેઢી સુધીના લોભ ! મારી સાતમી પેઢીના મારા છોકરાને ત્યાં આવું હોય. કેટલા લોભિયા છે આ લોકો ? ! છોકરાને આપણે કમાતો-ધમાતો કરી આપવો જોઈએ. એ આપણી ફરજ અને છોડીઓને આપણે પૈણાવી દેવી જોઈએ. છોડીઓને કંઈક આપવું જોઈએ. અત્યારે છોડીઓને પાર્ટ અપાવડાવે છે ને ભાગીદાર તરીકે ! પૈણાવીએ જ છીએ ને ! પણ પોતાનું તો પોતે વાપરવું
જોઈએ.
૨૬૬
ધંધે લગાડ દીકરાને લઈ વ્યાજે; શીખ બોધકળા દાદાતી, સુખ કાજે !
બીજું કંઈક સાધન હોય, તો એને ધંધો કરી આલવો જોઈએ. બસ, એટલું જ. નાનો અમથો પાંચ-પચ્ચીસ હજાર રૂપિયાનો ધંધો શરૂ કરી આપવાનો. દસ-વીસ-પચ્ચીસ હજાર આપણા નાખવાના. કોઈ બીઝનેસ એને ગમતો હોય તો કરી આપવો. ક્યો ધંધો ગમે છે તે પૂછી અને એને જે ધંધો ઠીક લાગે એ કરી આપવાનો. અને પચ્ચીસ-ત્રીસ હજાર બેંકના લઈ આપવા. લોન ઉપર તે ભર્યા કરે એની મેળે અને થોડાક આપણે આપી દેવા. એને જોઈતી હોય તેમાં અડધી રકમ આપણે આપવી ને અડધી બેંકની લોન ભર્યા કરે. એટલે પચ્ચીસ હજારની કહીએ બેંકમાંથી લોન લે. એ લોન તું હપ્તા ભરજે, કહીએ. એટલે હપ્તા ભરે, એ છોકરો ડાહ્યો થાય. બેંકવાળાનો કાગળ આવે કે તમે આ સાલ આ ભરી ગયા નથી, એને જાગતો ને જાગતો રાખે. અને આપણે જાતે કરીને દેવું આપવું. એ દેવાના આધારે એ સીધો થાય.
પ્રશ્નકર્તા : બરાબર, દાદા.
દાદાશ્રી : નહીં તો તમને ટૈડકાવી ટૈડકાવી તમારું તેલ કાઢશે. અને જો તમે ટૈડકાવશો તો એ સામો થઈ જશે. આ બેંકવાળો ટૈડકાવશે તો એ સામો નહીં થાય તમને.
એટલે આપણે એટલા બેન્કમાંથી લઈ લેવાના પચ્ચીસ હજાર.
મા-બાપ છોકરાંનો વ્યવહાર
અને કહેવું કે પચ્ચીસ હજારના આવી રીતે હપ્તા ભર્યા કરજે. તે સોંપી દેવાનું, હપ્તા સાથે. તે બેંકવાળો ગોદો મારે ને જાગે, ગોદો મારે ને જાગે. રોકડું બધું ના અપાય, ગુનો છે. અમારી વાત જો સમજે તો કામ કાઢે. વાત સમજવી જોઈએ ને.
૨૬૭
છોકરાનું હિત કર્યું ક્યારે કહેવાય ? ગોદા મારનાર જોઈએ બેંકવાળો. ‘રૂપિયા ભરી જતાં નથી, આમ ને તેમ.’ અને આપણે કહીએ, ‘અલ્યા, રૂપિયા મેં તને કહ્યું'તું આ ભરી જજે.' ત્યારે કહે, ‘કચકચ ના કરશો. અમથા વગર કામનું મારું મગજ ખઈ જાવ છો.' અલ્યા, ત્યાં બેંકવાળાને કહે ને ?! તારાં બાપાને તો ત્યાં સામું કહે ! પણ બેંકવાળાને તો શી રીતે સામું કહેવાય ?
એટલે બધું ખાનગી ચીજ કરી નાખવાની અને બેંકવાળો ટૈડકાય ટૈડકાય રોજ કરે. બેંકવાળો પછી આપણી પાસે આવે. તમે જામીન રહ્યા.' ત્યારે બેન્કવાળાને કહેવું, ‘હું તમને ગમે ત્યાંથી લાવીને આપીશ. તમારા હમણે એની (છોકરાની) પાસે લો ને !’ ‘ગમે ત્યાંથી લાવીને આપીશ.’ એને કહીએ. ‘મારી પાસે નથી.’ એવું દેખાડવું. બેંકવાળાને જામીન તો રહેવું પડે.
તો શું થાય, બેનો સંબંધ બહુ મીઠો રહે. ઉપરાંત છે તે આ છોકરો કોઈક ફેરો અડચણમાં મુંઝાયો. તો કહે, ‘કેમ અલ્યા, આ શું છે ? કેમ અડચણમાં છું ?” એ કહે, ‘બે-ચાર હજાર ડોલરની બહુ મુશ્કેલી છે તે હવે ક્યાંકથી વ્યાજે લાવું.’ ત્યારે કહીએ, ‘ના, હું તને લઈ આપીશ. મારા
ફ્રેન્ડ છે ને તેની પાસેથી લઈ આપીશ.’ પોતે ના આપે. ફ્રેન્ડ પાસેથી લઈ
આપીશ, આવું કહે અને થોડુંક બેંકમાં કોઈ જગ્યાએ મૂકી રાખવું દસવીસ હજાર. તે કો'ક ફેરો છોકરો મુશ્કેલીમાં આવ્યો હોય તો એને પાંચેક હજાર આપી દેવા. એને કહેવું નહિ કે ભઈ, મેં મૂકી રાખ્યા છે. હા, નહિ તો મુશ્કેલીમાં ના આવતાં હોય તો ય આવે. પાકાં હોય ને !
પ્રશ્નકર્તા : હા, કરવું જ પડે ને ! તમે તો એવી રીત શીખવાની વાત કરો છો ને પણ !
દાદાશ્રી : એવું છે ને આ રીતે સામસામે કોઈનો કંટ્રોલ તૂટે નહીં.