________________
૨૬૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૬૫
મળી આવે પછી. આ દારૂડિયાનાં જ થયેલા છે તે બધા ! એટલે છોકરાને તો આપણે પધ્ધતસરનું આપવું જોઈએ. આ વધારે આપીએ તો દુરૂપયોગ થાય. હંમેશા જોબ (નોકરી)માં જ રહે એવું કરી આપવું જોઈએ. નવરો પડે તો દારૂ પીવે ને !
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આ આપણે સમજવા જેવું. નહીં તો પૈસા ખૂટે નહીં, એટલે છોકરાને આપે પછી શું થાય ? આપણે એને હેવાન બનાવ્યો. માણસમાંથી હેવાન બનાવ્યો. આ આપણો પ્રેમ, આનું નામ પ્રેમ કહેવાય ?(!) - પ્રશ્નકર્તા : આપે જે કહ્યું, એ તો પાછળની વાત થઈ. હયાતીમાં તો એવું જ કરે છે ને મા-બાપો. છોકરાંઓ મા-બાપના પૈસા હયાતીમાં ઊડાડે જ છે ને ? મા-બાપના પૈસા હોય અને મા-બાપ જીવતા હોય, તો પણ મા-બાપ એને પૈસા ઊડાડવા દે છે અને ઊડાડવા માટે રસ્તા પણ કરી આપે છે. હજુ એવાં છે મા-બાપ.
દાદાશ્રી : છોકરાંને સારું ને !
પ્રશ્નકર્તા : દાદા, આજે તો એવું છે કે, અમુક મા-બાપને ત્યાં, પેલો છોકરો ભણવા જતો હોય નિશાળે, તો સો રૂપિયાની નોટ આપી દે.
દાદાશ્રી : શું થાય હવે ? અને છોકરાંને રોકડા બધા આપવા એ છે તે ગાડું ઘોંચમાં પડ્યું ! આપણા લોકો જે છોકરાને આપે છે ને, એ ભ્રાંતિથી આપે છે કે મારાં છોકરાં છે ને એમના સુખને હારું એ કરે છે. એટલે એ બધી ભ્રાંતિ છે. પોતે વાપરે નહીં ને પૈસા સાચવ સાચવ કરે ત્યારે આ છોકરો શું કહે છે ? કે ‘બાપાજી, કંઈ ધર્માદા કરો ને, આમ શું કરવા કરો છો ? અમે અમારું કરી લઈશું.’ આવી અણસમજણ શું કામની ! બધું રીતસર શોભે. આપણે આપણા બાપ મરી ગયા પછી કેટલા દહાડા સંભાળીએ છીએ ! તેવો એ આપણને એ સંભારનારા છે, તમે ગમે એટલા ડોલર આપો ને તો ય ! એ તો મોહ છે બધો.
છોકરાને મિલક્ત આપવી એ મહાનમાં મહાન ગુનો છે. કારણ કે તરત જ એને દારૂડિયા મળી આવશે. અને આપણે ગયા કે દારૂડિયા
બધા ભેગા થઈને બધું ઘરમાં ધૂળધાણી કરી નાખે. કંઈક બાપની મૂડી રખડી ગઈ આમ તો. છોકરાને આપવું એ મોટામાં મોટો ગુનો છે ! ઉલટાં એમને લોભિયા બનાવો છો અને અવળે રસ્તે ચઢી જાય. કાં તો જો કદી આગળ દારૂડિયા ના મલ્યા તો લોભિયો બની જાય.
તમારાથી રોકડા અપાય નહીં ! લોકો દારૂડિયા બનાવે છે, તેનાં કરતાં મા-બાપ જ છોકરાને બગાડે છે. મોટી મિલકત આપીને જાય છે. પછી પેલો નવરો જ રહે ને, જોબ કશું કરે નહીં ને ! જોબમાંથી નવરો જ ના પડે એવું કરવું જોઈએ. જોબમાંથી નવરો પડે ત્યારે આવું બધું જડે ને ! ભઈબંધો મળી આવે !
પ્રશ્નકર્તા : દાદા, બધું લઈને આવ્યો હોય ને એ હિસાબ.
દાદાશ્રી : હા. હિસાબ લઈને આવ્યો હોય. પણ આપણે તો સમજીને ચાલવું ને પછી હિસાબ લઈને આવ્યો હોય તો માંગશે. પણ આપણે હાથે ન થવું જોઈએ. આ ડૉકટર તો પાર વગરનું ધન, પણ જો પોતાની કમાણી ઉપર રહે છે કે, અહીં નિરાંતે ! બાપ-દાદાના પૈસા ઉપર આધાર રાખવો એ તો સારું ના કહેવાય. ટાઢી ખીચડી ખાધી કહેવાય. ખીચડી તો તાજી જ ખાવાની. અને તે સ્વાદિષ્ટ લાગે. પેલી ટાઢી ખીચડીમાં મજા ન આવે.
પ્રશ્નકર્તા : હં. વાત સાચી દાદા.
દાદાશ્રી : એટલે આ છોકરાને ના અપાય એવી ટાઢી ખીચડી. એમને તો ધંધો કરી આપવાનો, એકાદ મોટર રાખી આપવાની, બસ. આપણા ફાધરે કંઈ ના આપ્યું હોય, તો ય આપણે કંઈ ને કંઈ આપવું જોઈએ.
છોકરાં દારૂડિયા બને ખરા, બહુ વૈભવ હોય તો ?
પ્રશ્નકર્તા : હા, બને. છોકરાઓ દારૂડિયા ન બને એટલું તો આપવું જોઈએ.
દાદાશ્રી : એટલું જ આપવું જોઈએ. પ્રશ્નકર્તા : વધારે વૈભવ આપીએ તો એવું થઈ જાય.