________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૬૩
ભણાવો, પૈણાવો, ધંધે લગાડો; બાકીનાં વાટખર્ચા કાજે ભેલાડો
આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે બતાવી દેવું કે ‘ભઈ, અમે ના હોઈએ કે તે દહાડે તારું, ત્યાં સુધી માલિકી મારી ! ગાંડા કરીશ તો કાઢી મેલીશ, કહીએ. વહુ સાથે કાઢી મેલીશ. અમે છીએ ત્યાં સુધી તારું નહિ. અમારા ગયા પછી બધું તારું. વીલ બધું કરી નાખવું. આપણાં બાપે આપ્યું હોય એટલું આપણે એને આપવાનું. એટલો હક્કદાર છે. ઠેઠ સુધી છોકરાને મનમાં એમ રહે કે હજુ કે ‘બાપા પાસે હજુ પચાસેક હજાર છે.’ આપણી પાસે હોય તો લાખ. પણ એ મનમાં જાણે કે ૪૦-૫૦ હજાર આપશે. એ લાલચમાં રાખવો ઠેઠ. એની વહુને કહેશે, ‘જા, ફર્સ્ટ ક્લાસ બાપાને જમાડ, ચાનાસ્તા લાવ.' રોફભેર રહેવું આપણે. એટલે આપણા બાપાએ જે કંઈ
ઓરડી આપી હોય તે એને આપી દો. એટલે આ લોકો, ફોરેનર્સે શું કહે ? ‘બાપા એ જે કંઈ ઓરડી આપીને, એ તને આપી દઈએ છીએ, અમે ખોટું કર્યું નથી કે અમે દેવું કશું કર્યું નથી.' એવું કહેશે.
મોટો વારસો બતાવે દારૂડિયો; સંસ્કાર, ભણતર જ ખો રૂપિયો !
એક જણે મને કહ્યું, ‘છોકરાને શી અમારી ફરજો છે ?” તો મેં કહ્યું, તમારી ફરજ એટલી કે છોકરાને ભણાવવો જોઈએ. તમારી પાસે પૈસા હોય તો સારી રીતે ભણાવવો જોઈએ.
પ્રશ્નકર્તા : છોકરાઓને પૈણાવવા જોઈએ ને ? દાદાશ્રી : એને પૈણાવીએ-ઐણાવીએ, બધું ય કરાવવાનું.
આ ફોરેનવાળાં શું ખોટું કહે છે કે ભઈ, છોકરો છોકરાનું કરી લેશે. છોકરાને, એને એડજસ્ટ થાય એવું આપણે ભણાવી-ગણાવો અને ૧૮ વર્ષનો થાય એટલે જુદો ! આ લોભની ગાંઠવાળાને એ અમેરિકનો શું કહે છે ? કે ‘તમે લોકો ઈન્ડીયનો શા માટે તમે આવું કરો છો, પેટ બાળીને ભેગા કરો છો ! ખાવ-પીવો, મજા કરો. ‘અલ્યા, અમારા પાછળ જોઈએ ને !” “છોકરાને આપવા માટે ભેગા કર્યા.” ત્યારે છોકરાને આપવા એ તો ગુનો છે મોટો.
એક માણસે મને પ્રશ્ન કર્યો કે ‘છોકરાંને કશું ના આપવું ?” મેં કહ્યું, ‘છોકરાંને આપવાનું. આપણા બાપે આપણને આપ્યું એ બધું જ આપવું. વચલો જે માલ છે તે આપણે ફાવે ત્યાં ધર્માદામાં વાપરી નાખીએ.’
પ્રશ્નકર્તા : અમારા વકીલના કાયદામાં ય એવું ખરું કે વડીલોપાર્જિત પ્રોપર્ટી (મિલકત) ખરી તે છોકરાંને આપવી જ પડે, અને સ્વોપાર્જિત તેની અંદર બાપને જે કરવું હોય તે કરે.
દાદાશ્રી : હા, જે કરવું હોય તે કરે. હાથે જ કરી લેવું ! આપણો માર્ગ શું કહે છે કે તારો પોતાનો હોય તે માલ તું જુદો કરીને વાપર, તો તે તારી જોડે આવે. કારણકે આ “જ્ઞાન” લીધા પછી હજુ એક-બે અવતાર બાકી રહ્યા છે તે જોડે જોઈશે ને ! બહારગામ જઈએ છીએ તો થોડાં ઢેબરાં લઈ જઈએ છીએ. તો આ ના જોઈએ બધું ?
એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ
પ્રશ્નકર્તા : બાપે એનાં છોકરા માટે કેટલા રૂપિયા મૂકી જવા જોઈએ ?
દાદાશ્રી : છોકરા માટે રૂપિયા મૂકી જઈએ તો દારૂડિયા થાય. એટલે મા-બાપે અહિત કર્યું કહેવાય. વધ્યા હોય ત્યારે જ એવું કરવું પડે ને. વધારવું કેટલું કે એ બૂમ ના પાડે કે, મારા બાપાએ બધું ખરાબ કરી નાખ્યું !
અને ડોલર તે કંઈ અહીંથી કોઈ જોડે લઈ ગયેલો કે ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : કોઈ જોડે લઈ જવા દેતા નથી. આપણને બાળે છે જતી વખતે. તો પછી છોકરા માટે બહુ મુકી જાય તો ? છોકરાં માટે બહુ મુકી જાય તો છોકરા શું કરે ? હવે ધંધા-નોકરી કરવાની જરૂર નથી. પીવાનું રાખે અને નિરાંતે એમાંથી દારૂડિયા થાય બધાં. કારણ કે સોબત એવી