SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાંનો વ્યવહાર દાદાશ્રી : છોકરાઓ ય સોંપીને જશે કે આ સોંપ્યું. કારણકે એમને ય ક્યાં જોડે લઈ જવાય છે ? ૨૬૦ પ્રશ્નકર્તા : પણ એવો કોઈ રસ્તો છે સાથે લઈ જવાય એવો ? દાદાશ્રી : આ છોકરાંઓ લઈને આવ્યા'તાં ? આ છોકરાંઓ ક્યાંથી લઈને આવ્યા’તાં ? એમણે મહેનત કરી ? માથાકૂટ કરી એમણે ? અને તૈયાર થઈને આવ્યું ? જોડે લાવેલાં જ ને ! પ્રશ્નકર્તા : આ ભાઈ અહીંથી જોડે જોડે લઈ જઈ શકશે ખરા ? દાદાશ્રી : હવે શું લઈ જાય ? જોડે હતું તે અહીં વાપરી ખાધું ? હવે આ કંઈક મોક્ષનું મારી પાસેથી આવીને મળે તો દહાડો વળે ! હજુ જિંદગી છે, હજી લાઈફ ટર્ન કરે, જાગ્યા ત્યાંથી સવાર ! ત્યાં લઈ જવામાં કઈ વસ્તુ આવે છે ? અહીં જે તમે વાપર્યું તે બધું ગટરમાં ગયું. તમારા મોજશોખ માટે, તમારા રહેવા માટે જે બધું કરો, એ બધું ગટરમાં ગયું. ફક્ત પારકાં માટે જે કંઈ કર્યું, એટલો જ તમારો ઓવરડ્રાફટ છે. પ્રશ્નકર્તા : એટલે ક્રેડિટ મળે. દાદાશ્રી : એટલો ઓવરડ્રાફટ છે, સમજ પડીને ? એટલે પારકાં માટે કરજો, પારકાંના રસ્તા જ્ઞાનીઓને પૂછી પૂછીને કરજો. પ્રશ્નકર્તા : દાદા, આપે કહ્યું કે બીજાને સુખ આપવાથી તારું સુખ વધે છે. તો હું મારા દીકરાને કાળાધોળા કરીને પાંચ લાખ રૂપિયા આપું ને એ સુખી થાય તો મારું સુખ વધે ? દાદાશ્રી : નહીં, સુખ આપ્યું કોને કહેવાય ? કે જેને આપણને લાગતું-વળગતું ના હોય. છોકરાંને તો આપણે ફરજિયાત આપીએ છીએ, પ્રેમથી, નર્યા પ્રેમથી આપીએ એ કંઈ સુખ આપ્યું ના કહેવાય. એ તો એક પ્રકારનો મોહ છે, આસક્તિ છે. બાકી, બીજા લોકોને આપે જ્યાં આસક્તિ નથી, એ આપ્યું કહેવાય. અને આ તો આપણે ના આપીએ તો એ દાવો કરીને લઈ લે. એટલે આ એટેચમેન્ટ-ડીટેચમેન્ટ તો આમ કેમ કરીને જાય તે ? એ મા-બાપ છોકરાંનો વ્યવહાર ય કંઈ કાઢવાથી જાય નહીં. પોતાનું રીયલાઈઝ થઈ જાય, તો છૂટું જ છે આ ! નહીં તો લાખ અવતારે ય ના વળે. શું હકીકત છે, વાસ્તવિકમાં શું છે એ જાણીએ તો બધો હિસાબ આવી જાય આપણી પાસે. સુખ-દુઃખનું શાથી પ્રોજેક્શન થાય છે, તે ય પણ આપણે હિસાબમાં આવી જાય. પ્રોજેક્ટ કરવાનો રસ્તો સમજી ગયાં, એટલે ઉકેલ આવી ગયો. આત્મા માટે કરે, તે ખરો સ્વાર્થ; તે સિવાયનું બધું પરાર્થ ! ૨૬૧ દાદાશ્રી : કોઈ સ્વાર્થી છે ક્યાંય ? પ્રશ્નકર્તા : બધાં જ છે. દાદાશ્રી : મને ના દેખાયો. સ્વાર્થી તો હું એકલો જ છું આ દુનિયામાં. આ તો બિચારાં કંઈ સ્વાર્થી છે ? આ તો પરાર્થી છે બિચારાં ! પારકાં હારું ઊંધા-ચત્તાં કરી અને પારકાંને હારું મૂકીને જાય છે, પરાર્થી લોકો છે. એમાં સ્વાર્થી ક્યાં છે તે ? સ્વાર્થી તો પોતાનું જ કામ કરે. બીજા કોઈનું ના કરે. આ તો પરાર્થી ! લાખો રૂપિયા લોકોની પાસે ઊંધા-ચત્તાં ખટપટ કરીને ભેગાં કરીને પછી આ છોકરાં-છૈયાને બધાને આપીને જતો રહે મૂઓ ! પોતે કશું લઈ જાય નહીં જોડે, એ પરાર્થી. પારકાં હારું જીવવાનું ને ખટપટો કરીને મરી જવાનું, પાછું પેલાને સોંપીને જવાનું. અને છોકરાં જીવતા'તા, ત્યાં સુધી ટૈડકાવતા'તા. અને તેને જ પાછું આપવાનું. અને આપણે આપવાનું ના કહીએ ને, ત્યારે કહેશે, અમે દાવો કરીને લઈશું, અમારો હક્ક છે.’ ન્હોય એ સ્વાર્થ. આ તો પરાર્થી છે. એ પરાર્થી આ લોકો, તે નાટકવાળા ય પસંદ ના કરે છે, આ પરાર્થીનું. એક નાટકવાળો ગાતો’તો કે, ‘જો મરણ આ જીંદગીની છે રે છેલ્લી દશા, તો પરાર્થે અર્પવામાં આ જીવનના મોહ શા ?' તે પરાર્થનો અર્થ લોકો એ શું કહેવા માંગે છે કે આ પારકાં લોકોને આપવાનું, પણ એ તો પરમાર્થ થાય. આ તો છોકરાંને આપે છે એટલે એ પરાર્થ.
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy