________________
૨ ૫૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
એમાં ફાયદો ને ?! એટલે મેં બધાને કહ્યું છે કે મોડી આવે તો ય છોડીઓને ઘરમાં પેસવા દેજો, એમને કાઢી ના મૂકશો. નહીં તો બહારથી કાઢી મેલે, આ કડક મિજાજના લોકો એવાં ખરાં કે ? કાળ કેવો વિચિત્ર છે ! કેટલી બળતરાવાળો કાળ છે !! ને પાછો આ કળિયુગ છે, એટલે ઘરમાં બેસાડીને પછી સમજાવવું.
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૫૭ પ્રશ્નકર્તા : સામા માણસની દ્રષ્ટિ એવી હોય તો શું કરીએ આપણે ?
દાદાશ્રી : ના, સામાની દ્રષ્ટિ એવી નથી હોતી, એ આપણી જ ભૂલનું પરિણામ છે. એટલું જગત ગેરકાયદેસર નથી કે તમારામાં ભૂલ ના હોય તો સામાને દ્રષ્ટિ આવી ઉત્પન્ન થાય. જગત બિલકુલ કાયદેસર, એક સેંકડે સેંકડે કાયદેસર છે !
‘ભોગવે એની ભૂલ’ એ વાક્ય લગાડી દીધું કે ઉકેલ આવી ગયો. શંકા કરનાર છે તે ભોગવે છે કે શંકા જેની પર થાય છે તે ભોગવે છે, એ જોઈ લેવું.
સામો કરે શંકા તો ન દેવું અડવા; ભોગવે તેની ભૂલ તે માંડ ભાંગવા !
મોક્ષ માર્ગમાં શંકા બહુ બાધક; ‘સમભાવે કર તિકાલ' હે સાધક !
પ્રશ્નકર્તા : હવે સામો કોઈ આપણા ઉપર સંશય રાખે તો એનો કેવી રીતે પોતે ઉકેલ લાવે ?
દાદાશ્રી : એ સંશય રાખે છે એવું આપણે જ્ઞાન જ ભૂલી જવાનું. એ જે જ્ઞાન છે આપણને, એ જ્ઞાન જ ભૂલી જવાનું. સામો સંશય રાખે છે કે નથી રાખતો, એ શું તમને ખબર પડે ?
પ્રશ્નકર્તા : મને આવી આવી શંકા છે, એવું મોઢે કહે તો ?
દાદાશ્રી : મોંઢે કહે, તો કહીએ, ‘શંકા તમને છે, દુઃખી તમે થશો. શંકા રાખશો તો દુઃખી થશો.’ એવું કહી ચુકીએ. પછી જે થાય તેને આપણે શું કરીએ ? ! અને તમારાં એવાં આચરણ નહીં હોય તો તમને કોઈ શંકા કરશે ય નહીં. જગતનો નિયમ જ છે એવો !! કો'ક દહાડો એવાં આચરણ કરેલાં છે, તેથી આ શંકા ઊભી રહી છે. કારણ કે ગુનો થયો હોય પચ્ચીસ વર્ષનો હતો ત્યારે, અને સાઠ વર્ષનો થાય ત્યારે કોર્ટમાં કેસ ચાલ્યો ! આ આવું બધું હોય છે બધું. માટે કોઈ શંકા કરે છે તે આપણો જ ગુનો છે.
પ્રશ્નકર્તા : એને આપણા પર સંશય આવ્યો હોય, તો આપણે પૂછવું પડે કે કેમ સંશય આવ્યો ?
દાદાશ્રી : પૂછવામાં મજા જ નહીં. એ પૂછવું નહીં. આપણે તરત જ સમજી જવું કે આપણો કંઈક દોષ છે. નહીં તો શંકા કેમ આવી ? કેટલાક માણસો ચોર નથી હોતા. છતાં એના પર ચોરની શંકા આવે છે. તો એ ચોર પહેલાં હોવો જોઈએ. નહીં તો એમ ને એમ શંકા ના પડે.
એટલે આપણે શું કહ્યું કે ફાઈલોનો સમભાવે નિકાલ કરો. આ બધી ફાઈલો (ઋણાનુબંધી સગાઈઓ) છે. આ કંઈ તમારી છોડી નથી કે આ તમારી વહુ નથી. આ વહુ, છોડીઓ એ બધી ‘ફાઈલો’ છે. ‘ફાઈલોનો સમભાવે નિકાલ કરો. જ્યારે પક્ષાઘાત થયો હોય ને, ત્યારે કોઈ તમારું સગું થાય નહીં. ઊલટું બહુ દહાડા થાય ને, તો લોક બધા ચિઢાયા કરે. પેલો પક્ષાઘાતવાળો ય મહીં મનમાં સમજી જાય કે બધા ચિઢાયા કરે છે. પણ શું કરે છે ?! આ ‘દાદા’ એ દેખાડેલો મોક્ષ સીધો છે, એક અવતારી છે. માટે સંયમમાં રહો ને ‘ફાઈલોનો સમભાવે નિકાલ કરો. છોકરી હોય કે બૈરી હોય, કે બીજું હોય કે ત્રીજું હોય, પણ બધાનો સમભાવે નિકાલ કરો. કોઈ કોઈની છોકરી હોતી નથી દુનિયામાં. આ બધું કર્મના ઉદયને આધીન છે અને જ્ઞાન' ના મળ્યું હોય તેને આપણાથી આવું કશું કહેવાય નહીં. આવું બોલે તો તે એ વઢવા તૈયાર થઈ જાય.
- હવે મોક્ષ ક્યારે બગડશે ? મહીં અસંયમ થશે ત્યારે ! અસંયમ થાય એવું આપણું ‘જ્ઞાન’ જ નથી. નિરંતર સંયમવાળું ‘જ્ઞાન” છે. ફક્ત શંકા કરી કે ઉપાધિ આવી ! માટે એક તો શંકા રાખવી, કંઈ પણ શંકાશીલ બનવું એ મોટામાં મોટો ગુનો છે. નવ છોડીઓના બાપને