________________
૨૪૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૪૧
- સત્યુગમાં જે ખેતરાં હતા તે કળિયુગમાં બગીચારૂપે થયું છે ! પણ એને જોતાં નથી આવડતું, એનું શું થાય ? જેને જોતા ના આવડે તેને દુઃખ જ પડે ને ? તે આ જગતની દ્રષ્ટિ નથી આ જોવાની. કોઈ ખરાબ હોતું જ નથી. આ મતભેદ તો પોતાના અહંકાર છે. જોતા નથી આવડતું તેના અહંકાર છે. જોતાં આવડે તો દુઃખ જ નથી. મને આખી દુનિયા જોડે મતભેદ નથી પડતો. મને જોતાં આવડે છે કે ભઈ, આ ગુલાબ છે કે આ મોગરો છે. આ પેલો ધતૂરો છે કે કડવી ગીલોડીના ફૂલ છે, એવું બધું ઓળખું પાછો.
છે ગુણ એટલા જ બગડવાના, એટલું જ થવાનું. આમ રેડો, આમ ઊંધા કરો કે આમ કરો પણ એનું એ જ થવાનું. તમારે પાણી છાંટવાની જરૂર. તમારામાં સંસ્કાર જો એને દેખાય, તો એને હેલ્પ (મદદ) કરે છે. આ તો એને મારી ઠોકીને, “ગુલાબ કેમ છું? આવો કાંટાવાળો કેમ છું?” બૂમાબૂમ કરી મેલે છે.
એટલે આપણે સમજી જવાનું કે આની પ્રકૃતિ ગુલાબ જેવી છે, એની પ્રકૃતિને તો ઓળખવી પડે કે ના ઓળખવી પડે ?
પ્રશ્નકર્તા : ચોક્કસ.
દાદાશ્રી : આપણે આ લીમડો દેખીએ, પછી કોઈ મોઢામાં પાંદડા ઘાલે ખરાં ? શાથી ? પ્રકૃતિ ઓળખે કે આ કડવો ઝેર જેવો. ફરી લાવ ટ્રાયલ કરીએ કંઈક મોળો થયો હશે કે નહીં થયો ?
લાવેલા સંસ્કારનું માત્ર કર સિંચત; ત અપેક્ષા, ત વઢ, ન કર તું પીંજણ!
બાપ લોભી તે દીકરો તોબલ; પ્રકૃતિ ઓળખીતે કર લેવલ!
પ્રશ્નકર્તા : અહીંયા જે અમેરિકામાં જે આપણા હિન્દુ લોકો વસે છે. એમનો મુખ્ય પ્રશ્ન એ છે કે એમના જે બાળકો છે, એમને આપણા સંસ્કાર નથી, તો એ કઈ રીતે જાળવી રાખવા ?
દાદાશ્રી : સંસ્કાર તો એવું છે ને, કે સંસ્કાર તો ગુલાબનું બીજ હોય ને, તે ગુલાબ જ થાય. ફક્ત એને માટી, પાણી અને ખાતર આપવાની જરૂર. પછી એને મારમાર નહીં કરવાનું રોજ. આપણા લોકો છોકરાઓને મારે ને વઢે. અલ્યા મૂઆ, ગુલાબને વઢીએ આપણે, કેમ કાંટા છે, તો શું થાય ? કોની મૂર્ખાઈ ?
પ્રશ્નકર્તા: આપણી જ.
દાદાશ્રી: ત્યારે ચંપાને કહીએ, તું કેમ ગુલાબી રંગનો નથી ? તો એ ઝઘડામાં પડે ? એટલે આપણા લોકો શું કરે છે કે એમનાં છોકરાને એમના પોતાના જેવા બનાવે છે. પોતે ચીકણો હોય તો છોકરાને ચીકણો કરે, પોતે નોબલ હોય તો છોકરાને નોબલ બનાવે. એટલે પોતાનાં આશય ઉપર ખેંચી જાય છે, એટલે આ ઝઘડા છે. બાકી એને ખીલવા દોને છોકરાને. ફક્ત એને સાચવીને પાણી, ખાતર એ બધું નાખ્યા કરવાનું.
છોકરાં બહુ સરસ છે, એ કોઈ વાર બગડે નહીં, એમાં બીજમાં
એક મા-બાપ હતાં, તે સારું કુટુંબ હતું. ખાનદાન શ્રીમંત ફેમીલી હતું. છતાં એના છોકરાંને શું કહે છે ? એના છોકરાની ફરિયાદ કરી મને, કે આ અમારો છોકરો આ દુકાન પર બેસાડીએ છીએ. તે સાંજે દસ રૂપિયા લાવતો નથી, કહે છે. તે એ છોકરાની દુકાન મેં જોયેલી, હું ત્યાં આગળ જતાં-આવતાં બેસું થોડીવાર, મને બોલાવે એટલે. કાપડની દુકાન કરે બિચારો, સીધો માણસ. હવે આ શું કહે છે, ગમે તે રસ્તે દસ રૂપિયા લાવ. જરા વધતું-ઓછું કરીને પણ દસ રૂપિયાનું લાવ. ત્યારે પેલો છોકરો કહે છે, ના. મને એ નહીં ફાવે. એટલે આ છોકરાંને કહે છે કે આ છોકરો અમારો કુસંસ્કારી પાઠ્યો. હવે બોલો, આ મા-બાપના સંસ્કાર છોકરો લે તો સારું કે ન લે તો સારું ?!
પ્રશ્નકર્તા : ના લે તો સારું.
દાદાશ્રી : પણ આવું ! આવું કંઈ આ મા-બાપ બધા સંસ્કારી છે અત્યારના !! પોતપોતાનાં વ્યુપોઈન્ટ ઉપર લઈ જાય છે બધાં. એવું બને