________________
૨૪૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૪૩
કે ના બને ? એટલે પછી બહુ લોકોની ભાંજગડો થવા માંડીને. પછી મને સારા સારા વિચારક માણસો આવીને પૂછવા માંડ્યા, તો આ કાળમાં કરવું શું ? મેં કહ્યું, પ્રકૃતિને ઓળખો આ કાળમાં.
આ તો એના ધાર્યા પ્રમાણે ના કરે. એટલે છોકરા જોડે લઢવા આવે. તમારા ધાર્યા પ્રમાણે થતાં હશે ! આપણા ધાર્યા પ્રમાણે છોકરાએ ચાલવાનું ? બાપ લોભિયો હોય એટલે છોકરાને લોભિયો કરવો ? છોકરા તો નોબલ હોય ને બાપ લોભિયો હોય તો શું થાય ? રોજ લઢવાડ થાય. બાપ નોબલ હોય ને છોકરો લોભિયો હોય તો ય લઢવાડ થાય. હવે એ લઢવા જેવી વસ્તુ નથી. એ પહેલાના જમાનામાં હતું કે લોભિયાના છોકરા-છોડી બધું લોભી હોય, સત્યુગમાં ! આ તો કળિયુગ છે. લોભિયાને ત્યાં મોટા મોટા નોબલ માણસો જન્મે છે !
એક બાપ એનાં છોકરાને વગોવ વગોવ કરે. છોકરો બહુ ખરાબ, કેમ એમ ? ત્યારે બાપ કરકસરિયા હતા જરા, ઘરે પૈસા બહુ હતા. પણ કરકસરિયા સ્વભાવનાં. છોકરો જરા નોબલ હતો. તે બાપની શી ઇચ્છા ? કે આ છોકરો મારા જેવો થાય, તો મારા ઘરનું રાગે પડે. તે પછી બાપા મને પાછા કહેવા માંડ્યા, કે જુઓને આ છોકરો મારો બગડી ગયો છે. મેં કહ્યું, કેમ દુનિયામાં બીજા કોઈ નોબલ માણસો નહીં હોય ? તમારો છોકરો એકલો જ નોબલ છે. બીજા નોબલ ખરાં કે દુનિયામાં ? ત્યારે કહે, ના, પણ મારા જેવો થાય તો એનું રાગે પડશે ને પછી, અત્યારથી દુ:ખ ના આવે ને ? મેં કહ્યું, પ્રકૃતિને ઓળખો. એક હજાર કોઈકના કાઢી ય લાવનારો હોય પાછો. અમે કરીએ નહીં કરું. એ તો આવું જ હોય. હા, એને સમજણ પાડ પાડ કરીએ. મારા જેવા પાસે તેડી લાવો તો દવા કરીએ અમે. પણ માર માર કરવાનો શું અર્થ છે એને મૂઆ ! તારાં જેવો બબૂચક બનાવું છું ! ચાર આના તો વપરાતાં નથી તારાથી અને આવો મોટા મનનો માણસ, એને માર માર કરું છું ? મોટા મનનો તો કો'ક હોય, એકાદ માણસ. મોટા મનનો ક્યારે થાય ? કેટલા સંસ્કાર થાય ત્યારે મનનો મોટો થાય. આ ભાઈનું કેટલું મોટું હશે ? માટે કહે છે, બધું ય આમાં, સત્સંગમાં જ વાપરવું છે. ત્યારે મન કેટલું મોટું ? દર સાલ એક
આ પ્રકૃતિ ઓળખતાં નથી. એટલે મેં પુસ્તક લખ્યું છે, “ઘર બગીચો થયો છે. માટે કામ કાઢી લો આ વખતમાં.” આ પોતે જો નોબલ હોય અને છોકરાં ચીકણો હોય તો કહેશે, “અલ્યા, સાવ ચીકણો છે, મારો એને.' એને એ મારી-ઠોકીને એની જેમ નોબલ કરવા માંગે, ના થાય. એ માલ જ જુદો છે. મા-બાપ પોતાના જેવા કરવા માંગે. અલ્યા, એને ખીલવા દો. એની શક્તિઓ શું છે ? ખીલવો. કોનામાં કયો સ્વભાવ છે એ જોઈ લેવાનો. મૂઆ લઢો છો શેના માટે ?
એટલે આ બગીચો ઓળખવા જેવો છે. બગીચો કહું છું તે ત્યારે લોકો તપાસ કરે છેને, પછી છોકરાને ઓળખે છે. પ્રકૃતિને ઓળખને મૂઆ ! ઓળખી જાને એકવાર છોકરાને અને પછી એ પ્રમાણે વર્ત ને ! એની પ્રકૃતિ જોઈને વર્તીએ તો શું થાય ? ભાઈબંધની પ્રકૃતિને એડજસ્ટ થાય છે કે નહીં થતા ? એવું પ્રકૃતિને જોવી પડે, પ્રકૃતિ ઓળખવી પડે. ઓળખીને પછી ચાલીએ. તો ઘરમાં ભાંજગડ ના થાય. નહીં તો બધાને, મારી-ઝૂડીને મારા જેવા જ થાવ, કહે છે. શી રીતે થાય તે પેલાં ?
હવે આનો મેળ ક્યારે પડે ? એટલે ત્યાં સુધી એડજસ્ટમેન્ટ આવડે નહીં અને માર ખાયા કરે. આ હકીકતમાં શું છે ? એ સમજવું તો પડશેને ? બગીચો જાણે તો પછી ફેરફાર ના કરે ? તમારે ત્યાં પાંચ છોડવા હતા, બે મોટા છોડવાં ને ત્રણ નાના છોડવાં. હવે એ બધા એક જ જાતના હોય ? બધાં કંઈ ગુલાબ જ હોય ? આપણાં બધા છોડવાં કેમ ગુલાબ થતા નથી, એવું લાગ્યા કરેને પછી ?
પ્રશ્નકર્તા : પણ દાદા, ઠેર ઠેર બધા મા-બાપો કહે છે કે અમારાં છોકરાં ગાંઠતા નથી, એ શું છે ?
દાદાશ્રી : શેનાં ગાંઠે તે ? આ મોગરો ગુલાબને શી રીતે ગાંઠે ? હવે આપણે ગુલાબ હોઈએ એટલે પેલાને કહીએ, ‘કેમ તું આવું ફૂલ કાઠું છું ! તારું ફૂલ આવું કેમ ?” એટલે આ ઓળખી અને કશું ઝઘડા કરવા જેવું છે નહીં, બધા પોતપોતાનાં એમાં જ છે. એને ફક્ત ખાતર અને પાણી આપવાની જરૂર છે. આ તો પોતપોતાનાં આઈડીયા ઉપર લઈ જાય છે, માણસો ઊલટાં બગાડે છે. આ છોકરાને બધા બગાડી નાંખ્યા લોકોએ. તમને એવું નહીં લાગતું. ભૂલ થતી હશે એવી ?
પુસ્તક છપાવે છે !