________________
૨૩૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૩૯
જોખમદાર નથી. ફક્ત એટલું જ પશ્ચાતાપ રાખવો જોઈએ કે આ ના થાય તો સારું.
પ્રશ્નકર્તા: અમે ૧૮ વર્ષ અમેરિકા રહ્યા. પછી છેલ્લા સાત વર્ષ ભારત રહી આવ્યા અને ત્યાં પેલું ગુજરાતમાં તોફાનો ચાલ્યા કરે. એટલે બે વર્ષ ઉપર પાછા અહીં આવી ગયા. પણ અમને ભારત જવાનું બહુ આકર્ષણ રહ્યા કરે. એટલે મહીં પેલું ઘર્ષણ ચાલ્યા કરે. ‘પૈસા માટે અહીં રહેવું છે” એવું નથી. પણ છોકરાઓનાં ભણતર માટે અહીંયા રહેવું પડે એમ છે. ત્યાં એડમીશન હવે નથી મળતું, તો હવે શું કરવું ? ભારત રહેવાનું મન છે અને રહેવું પડે છે અહીંયા.
દાદાશ્રી : તો ભણતર બંધ કરી દો અને ભણતર ચાલુ રાખવું હોય તો છોકરાને છોડી દેવાનાં આપણે. જેમ ઠીક લાગે એમ કરો.
પ્રશ્નકર્તા : છોકરાંને કેવી રીતે મૂકી દેવાય ?
દાદાશ્રી : તો એનાં કરતાં ભારત રહેવાનું છોડી દેવું. બેમાંથી એક છોડી દેવાનું. કાં તો છોકરાં છોડી દેવાનાં. કાં તો ભારત છોડી દેવાનું. બે સાથે થાય નહીંને. એમાંથી મનમાં ગૂંચવાડો રહ્યા કરે ને થાય નહીં કશું ય. ને ગૂંચવાડો આખી જીંદગી રહ્યા કરે. એટલે ગૂંચવાડાને કહીએ કે તું તારે ઘેર જા. ડીસાઈડ વન્સ, ડીસીઝન ઇઝ ધી ફાઈનલ !
પ્રશ્નકર્તા ઃ તમે કઈ બાજુનું ડીસીઝન લો ? ભારત જવાનું લો કે છોકરાઓ જોડે અમેરિકામાં રહેવાનું લો ?
દાદાશ્રી : છોકરાં પર પ્રીતિ હોય તો છોકરા જોડે રહું. પ્રીતિ શેની પર છે એ હું જોઈ લઉં. કઈ બાજુ માટે પ્રીતિ છે, તે બાજુ તરફ લઈ જવાનું ડીસીઝન !
રાત ઊંઘ ના આવે અને પોતાના જ છોકરાથી ઊંઘ ના આવી જુઓને ?!!
આ લાઈફ બધી, યુઝલેસ લાઈફો ! ચિંતા આખો દહાડો, મનુષ્યપણું જતું રહે ! લાઈફ સારી ના જોઈએ બળી ?! મતભેદ જોયેલો કે નહીં જોયેલો ?
પ્રશ્નકર્તા : જોયેલો ને.
દાદાશ્રી : ઘણાં જોયા છે ને ? એ મતભેદ જ બધું રઝળપાટ છે. જ્યાં મતભેદ છે ત્યાં રઝળપાટ છે. મતભેદ એટલે જુદા જુદા માર્ગ લઈને બેસવા. એડજસ્ટમેન્ટ નથી થતું, એનું કારણ શું ? કુટુંબમાં બહુ માણસ હોય તેથી ને, બહુ માણસ હોય તે બધાની જોડે મેળ પડતો નથી ને ! અને દહીંનો ડખો થઈ જાય પછી, દહીં આખરીયું હોય ને ડખો થઈ જાય સવારમાં.
એટલે એવું છે આ મનુષ્યોનો સ્વભાવ, જે માનવતાનો સ્વભાવ છે ને, તે એક જાતનો નથી. જેવો યુગ હોય ને તેવો સ્વભાવ થઈ જાય છે. સયુગમાં બધાં એકમતે રહ્યા કરે, સો માણસ ઘરમાં હોય ને તો ય પણ એ દાદાજી કહે એ પ્રમાણે ! ત્યાંથી આ કળિયુગમાં દાદાજી કહે તેમને આવડી ચોપડે, બાપ કહે તેને ય આવડી ચોપડે. કળિયુગમાં એવું હોય, અવળું હોય. એનાથી આ યુગનો સ્વભાવ છે. હવે કહે છે, યુગનો સ્વભાવ, પણ બદલાઈ કેમ ગયું ? ત્યારે કહે, માનવ તો માનવ જ છે, મનુષ્ય જ છે. પણ તમને ઓળખતાં નથી આવડ્યું. ઘરમાં પચાસ માણસ હોય, પણ આપણને ઓળખતાં આવડ્યું નહીં, એટલે ડખો થયાં કરે, એને ઓળખવા જોઈએ ને ? કે આ ગુલાબનો છોડ છે કે આ તો શેનો છોડ છે, એવું તપાસ ના કરવી જોઈએ ?
પહેલાં શું હતું ? સત્યુગમાં એક ઘેર બધાં ગુલાબ અને બીજાને ઘેર બધાં મોગરાં, ત્રીજાને ઘેર ચંપો ! અત્યારે શું થયું છે એક ઘરે મોગરો છે, ગુલાબ છે ! જો ગુલાબ હશે તો કાંટા હશે અને મોગરો હશે તો કાંટા નહીં હોય, મોગરાનું ફૂલ સફેદ હશે, પેલાનું ગુલાબી હશે, લાલ હશે. એમ દરેક જુદાં જુદાં છોડવાં છે અત્યારે. આપને સમજમાં આવી એ વાત?
સયુગમાં ઘર એટલે ખેતરાં એક સ્વભાવી; કળિયુગમાં ઘર બગીચો પ્રકૃતિઓ ઓળખાવી!
કંઈ વાતચીત કરજો. ખુલાસો થવો જોઈએને ! આ ક્યાં સુધી ચાલવા દેવું ?! છોકરો મોટી ઉંમરનો થયો અને મતભેદ પડે તો આખી