________________
૨૩૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંને વ્યવહાર
૨૩૭
જોડે આવશે ? જોડે આવવાનાં હોય તેની ચિંતા કરવી. આ તો વગર કામના આપણે ચિંતા કરીએ ! નહીં લેવા, નહીં દેવા, નહીં જોડે આવવાના. એની શી ચિંતા કરવાની તે ? જેનો સંગાથ કરવાનો હોય એની ચિંતા કરવાની હોય. સંગાથ તો આપણો આત્મા એકલો જ કરે એવો છે, બાકી સંગાથ કોઈ કરે નહીં. તો આમની ચિંતા આપણે ક્યાં કરીએ ?! આ છોકરાં આપણી જોડે આવવાના છે ? બેન, આવે ખરાં ? તમે જાણોને કે એ જોડે ના આવે તો આપણે ચિંતા નહીં કરવાની. આપણે આત્માની ચિંતા કરો, પોતાના આત્માની ચિંતા કરો.
એટલે છોકરો છે તે વાંધો નહીં આપણને. જ્યારે આવે ત્યારે આવા બા, તારું ઘર, બેસ. હું ય તારી, આ બધું તારું.’ એવી વાતો-ચીતો કરીએ. એને કંઈ વાગ્યું કર્યું હોય તો માથે હાથ ફેરવવો, બધું ય કરવાનું. પણ કોઈ પણ ચીજ, જે સંભારણું આપણને સતાવે, એ સંભારણું આપણે અડવા ના દઈએ. આપણને સતાવે એ સંભારણાને આપણે શું કરવાનું ?
માટે કશું નવકાર મંત્ર બોલો. કારણ કે છેલ્લી ઘડીએ કોઈ હાથ પકડે નહીં. બધા તે ઘડીએ ખસી જશે. શું કહે કે અમે શું કરીએ? એટલે આ તો આપણા કરેલાં કર્મ તો ભોગવવાં જ પડે ને ! તમે કહો કે નવકારમંત્ર બોલું પણ કર્મ તો નથી ભોગવવાં, તો ના ચાલે. એ તો ભોગવવાં જ પડે ને ! કોઈ આપણું થાય નહીં. માટે નવકાર મંત્ર બોલે તે અડધી રાતે બોલશો તો ય એ ફળ આપશે, નહીં તો ‘દાદા ભગવાન સર્વજ્ઞ શરણં ગચ્છામિ’ બોલો. ધીસ ઈઝ ધી કેશ બેન્ક, રોકડું ફળ આપે.
મારી ઇચ્છા આવી છે. તમે ના જાવ તો સારું. પછી શું બને છે એ જોવાનું. કારણ કે ટાઈમ અને સ્પેસ, એ બેના ગુણાકાર થયેલા જ હોય છે. માણસ ધારે કે સ્પેસ બદલવી છે, પણ ટાઈમ થયા વગર સ્પેસ નહીં બદલાય અને ટાઈમ થશે ત્યારે સ્પેસ આવ્યા વગર રહેશે નહીં. આ બેનાં ગુણાકાર હોય છે. એટલે મુખ્ય વસ્તુ, આ ટાઈમ અને સ્પેસ છે.
એટલે છોકરાઓનો પરદેશમાં પ્રવેશ કરવો એ સ્પેસ ત્યાં હશે તો ટાઈમ મળશે, નહીં તો નહીં મળે. એટલે આમાં તમારે તો કહી છૂટવું કે ‘ભાઈ, અહીં રહો તો આપણે ત્યાં ધંધા બહુ સારા છે આમ છે, તેમ છે.' બધું કહી છૂટવું, તેમ છતાં ય એમને એ ન થાય, તો શું બને છે. એ જોયા કરવાનું. બીજું કશું આપણા હાથમાં નથી. આપણે તો કહી છૂટવું, બસ.
પ્રશ્નકર્તા : દાદા, પરદેશ જવાથી મનનો વિકાસ થાય એટલે બેત્રણ વર્ષ માટે પરદેશ જવાની મારી ઇચ્છા છે.
દાદાશ્રી : પણ ‘શું બને છે એ જોયા કરવું. આગ્રહ નહીં કરવો કે આમ જ કરવું છે. પણ શું બને છે, કુદરત ક્યાં લઈ જાય છે, તે આપણે જોયા કરવાનું. છેવટે તો કુદરત ધારેલાં ઠેકાણે જ લઈ જાય છે. ટાઈમ અને સ્પેસ બેનો ગુણાકાર હોય છે. કારખાનામાં હતા ત્યારે ખબર તમને હતી કે અહીં આ જગ્યાએ બેસશો ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : મકાન તમારું છે. તમે ધારો ત્યાં બેસી શકો તેમ છો. પણ ના, એ જગ્યા અને ટાઈમ બે નક્કી થયેલું હોય, ‘ત્યારે મારે તમારી જોડે આ કોર્નરમાં વાતચીત થાય. નહીં તો પેલા કોર્નરમાં વાતચીત થાય. તે આ બધી ગોઠવણી છે. ફક્ત આપણે પુરુષાર્થ શું કરવાનો છે ? આપણે નિશ્ચય રાખવાનો કે મારે આમ જ કરવું છે. કોઈનું બૂરું નથી કરવું એવો નિશ્ચય રાખવાનો. છતાં થઈ જાય તો ઇટ ઇઝ એ ડીફરન્ટ મેટર. એ આપણા હાથની સત્તા નથી. તેને માટે પણ આપણે ક્ષમા માગીએ છીએ કે આવું ના થવું જોઈએ. ‘આપણે સારું થવા દેવું જ છે, સારું કરવું જ છે.” એવું મનમાં રાખવું અને તેમ છતાં અવળું થઈ જાય, આપણે તેના
છોકરાં પરદેશ વસે, ન ગમે બાપને; ક્ષેત્ર-કાળને આધીત બેઠક સંજોગ મા-બાપને!
પ્રશ્નકર્તા: છોકરાં બધાં જ પરદેશ જવાનું કહે છે, અહીંનો મોટો ધંધો છોડીને. તો મારે શું કરવું ?
દાદાશ્રી : તમે અત્યારે જે જગ્યાએ બેઠા છો એ જગ્યા, ટાઈમ બધું સાથે ગુણાકાર થયેલા હોય છે. ટાઈમ અને સ્પેસ બેનો ગુણાકાર હોય છે. એમાં માણસનું ચાલે એવું નથી. તમારે તો કહેવાનું ખરું કે ભાઈ,