________________
૨૩૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૩૫
મોકલ્યા એટલે પછી હવે શું કરવા સુખ ખોળો છો એમાંથી. તે હજુ છે તે ચેતવવા હોય તો ચેતી લો. કોઈ લાઈન ઉપર ચઢાવી દો એને.
પ્રશ્નકર્તા: નહીં, એ પોતે પૂછે છે કે અમે આ સોસાયટીમાં છીએ, અને મા-બાપો વિરોધ કરે છે ! - દાદાશ્રી : તો શું થાય ને ! મા-બાપને શી રીતે રુચે ! મા-બાપ પહેલાનું એકઠું કરવા જાય છે, આ અત્યારની વાત કરવા જાય છે, મેળ પડે નહીં ને ! મા-બાપે છોડી દેવું જોઈએ.
એક છ મહિનામાં કકળાટ ઊભો થશે એવી વસ્તુ જ ના કરશો. મોટો થાય તો આપણે આ ફોરેનવાળાને પેઠે રાખવું. અઢાર વર્ષનો થાય બાબો, એટલે પછી તું જુદો રહે, કહીએ. આપણું ‘ડીલીંગ બહુ ઊંચું છે, ફોરેનવાળા કરતાં. જુદો રહ્યા પછી એકતા જેવું જ ડીલીંગ રાખીએ છીએ, પેલા નથી રાખતાં બરાબર. કારણ કે હવે આ જમાનો જુદી જાતનો છે. જમાના પ્રમાણે ના વર્તએ તો મૂર્ખ થઈએ.
ત કર દૂર વસેલા પુત્રની હાયહાય; સુખી સહુ ઘેર ત લગાડ લ્હાય!
ભેગાં રહી સાસુ-વહુ રે ળાટ; પ્રેમથી સાચવો કરી જુદો વસવાટ!
એટલે બધા અમે જ્યાં જ્યાં ગયાં ને અમેરિકામાં, તે બધા ય છોકરાંની બૂમો પાડતાં હતાં કે ‘દાદાજી, અમારા છોકરાઓનું શું થશે ?” ત્યારે મેં કહ્યું, ‘શું વાંધો આવે ?” તે કાલે સવારે “મેરી’ને પૈણીને લાવે તો મારે શું કરવું? એનાં ભેગું ભણવાનું. અને “મેરી’ જોડે પૈણે તો મારી શી દશા થાય, કહે છે ? ત્યારે મેં કહ્યું, “મેરી”ની સાસુ થજો. એમાં શું ખોટું છે ?! સાસુ થવાનું ના ફાવે મેરીનું ? એ પછી, આવ્યા પછી કંટાળીએ તો ચાલે નહીં, તે પહેલાં ચેતીએ. ભેગાં રાખશો તો ક્લેશ ઊભા થશે અને એનું જીવન બગડશે અને આપણું બગાડશે. જો પ્રેમ જોઈતો હોય તો એને જુદો રાખી અને પ્રેમ સાચવો, નહીં તો જીવન બગાડશો. નહીં તો આમાં પ્રેમ ઘટી જશે. હંમેશાં એની વાઈફ આવી હોય ને, તો આપણે એમ ભેગો રાખવા જઈએ તો વાઈફનું કહેલું એ માનશે, તમારું નહીં માને. અને વાઈફ કહેશે, કે “આજ તો બા છે તે આવું બોલતાં હતાં અને તેવું બોલતાં હતાં.’ ત્યારે કહે, ‘હા, બા એવા જ છે.' એ ચાલ્યું તોફાન. હવે એનાં કરતાં છેટે રાખવા અને રોજ સાસુ થવું એની ઘેર જઈને એ સારું. છેટેથી બધું સારું.
પ્રેમમાં આપણે આંધળા થઈ જવાની જરૂર છે? પ્રેમમાં આંધળા ના થઈ જવું જોઈએ ને ? ત્યારે તમારા વહુને હઉં ઘેર રાખવી છે અને છોકરાંને ઘેર રાખવો છે ? પાછો તે બાપો થાય ત્યાં સુધી ?!
પ્રશ્નકર્તા છોકરાં પરદેશ છે એ યાદ આવ્યા કરે, ચિંતા થાય છે એમની.
દાદાશ્રી : એ છોકરાંઓ તો ત્યાં ખાય-પીને મઝા કરતાં હશે, બાને યાદ પણ ના કરતાં હોય અને આ બા અહીં ચિંતા કર્યા કરે, આ કોનાં ઘરની વાત ?
પ્રશ્નકર્તા : એ છોકરાઓ ત્યાંથી લખે છે કે તમે અહીં આવી જાવ.
દાદાશ્રી : હા, પણ જવું કંઈ આપણા હાથમાં છે ? એનાં કરતાં આપણે જ જેમ છે તેમ ગોઠવી દઈએ, એ શું ખોટું ? એનું એને ઘેર, આપણું આપણે ઘેર ! આ પેટે અવતાર થયો માટે કંઈ એ બધા આપણાં છે ? આપણાં હોય તો આપણી જોડે આવે. પણ કોઈ આવે આ દુનિયામાં?
પ્રશ્નકર્તા : જોડે કોઈ ના આવે.
દાદાશ્રી : એટલે આ તો વગર કામની હાય હાય કરવાની. આપણું કોઈ થાય નહીં. આપણાં છોકરાઓને જરૂરિયાત હોય, કાગળ આવે કે ‘બા, આ લઈને મોકલી આપજો.’ તો આપણે મોકલી આપવાનું. બાકી ના આવે તો ચિંતા કરવાની નહીં. આ કંઈ જોડે આવવાનાં સોદા ન હોય! તેમ મસ્કો પણ આપણે નહીં લગાડવાનો. ‘સુપરફલ્યુએસ વ્યવહાર” બધો કરવાનો !
અહીંથી કોઈક દહાડો જવાનું તો ખરુંને આપણે ? તે બધા કંઈ