________________
૨૩૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૩૩
નહિ, બોલાય પણ નહિ. આવું ઘરમાં પણ બને તો ત્યાં આગળ શું કરવું ? કંઈક તો કહેવું પડે, કરવું પડે, સમાધાન લાવવું હોય તો. તો ત્યાં પણ થઈ જાય આવું તો શું કરવું ઘરમાં ?
દાદાશ્રી : વારે ઘડીએ અમે તમને વિનંતી કરીએ છીએ, એમ કહેતાં ય રહેવું. વિનંતી કહે એટલે એનો વાંધો નહિ. બાકી એને ન્યાય કરવા જશો નહિ, ન્યાય કોણ કરી શકે ? જેનો શબ્દ, વાદી-પ્રતિવાદી ઓળંગે નહિ એ ન્યાય કરી શકે.
છોકરાં-વહ બાપને વારે વારે ટોકે; તાતા થઈતે ગુજારે તેને કોણ રોકે?
પ્રશ્નકર્તા : દાદા, મારો છોકરો પંદરસો રૂપિયા મહિને કમાય છે. હું ‘રિટાયર્ડ છું, તેની સાથે રહું છું. હવે છોકરા અને વહુ મને ટોક્યા કરે છે કે તમે આમ કેમ કરો છો ? બહાર કેમ જાવ છો ? એટલે હું તેમને કહેવાનો છું કે હું ઘરમાંથી ચાલ્યો જઈશ.
દાદાશ્રી : ખવડાવે-પીવડાવે છે સારી રીતે ? પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : ત્યાર પછી “ચાલ્યો જઈશ” એમ ના બોલાય. વખતે કહ્યા પછી જવાનું ના બને, તો આપણા બોલ આપણે જ ગળવા પડે.
પ્રશ્નકર્તા : એટલે મારે એમને કશું જ કહેવાનું નહીં ?
દાદાશ્રી : બહુ ત્યારે ધીમે રહીને કહીએ કે, ‘આમ કરો તો સારું, પછી માનવું-ના માનવું તમારી મરજીની વાત છે. તમારી ધોલ સામાને વાગે તેવી હોય અને તેનાથી સામાનામાં ફેરફાર થતો હોય તો જ ધોલ મારજો ને જો પોલી ધોલ મારશો, તો એ ઊલટો વિફરશે. તેના કરતાં ઉત્તમ તો, ધોલ ના મારવી તે છે.
પ્રશ્નકર્તા છોકરાઓ વીસ-બાવીસ વર્ષના થઈ જાય એટલે ચાલે. દાદાશ્રી ઃ નહીં તો પછી શું? પડી રહેવું પડે. છોકરાઓ કહે, સૂઈ
રહો છાનાં માનાં. એના કરતાં આપણે આપણું સબ સબકી સંભાલો, એ શું ખોટું ?! નહીં તો છોકરાઓ તો આ ગાદી ઉપર બેઠાં પછી સૂઈ રહેવાનું કહે. સૂઈ રહો છાનાંમાનાં, કહે કે ના કહે ?
પ્રશ્નકર્તા : કહે. દાદાશ્રી : તમે સાંભળેલું નહીં આવે તેવું, નહીં ?! પ્રશ્નકર્તા : હજી નથી સાંભળ્યું.
દાદાશ્રી : હા. એ કહે, સૂઈ રહો છાનાંમાનાં. એ તો બહુ બોલીએ ત્યારે કહેશે, તમારામાં સમજણ નહીં ને વગર કામનાં બોલ બોલ કરો છો ! એટલે થઈ રહ્યું, આવી રહ્યું એ બધું સહન કરવું પડે. એનાં કરતાં આપણે પોતાનું હોય ત્યાં રહેવું નિરાંતે ! આપણે તો નાના થઈને કામ કાઢી લેવું. બાબાને બે વખત કહીએ કે અલ્યા, પેલું લાવ, પેલું લાવ. ત્યારે એ પટિયા પાડતો હોય તો આપણે તરત જાતે ઊઠીને લેવું. છોકરા કહેશે કે રહેવા દો, રહેવા દો. ત્યારે આપણે કહીએ, ના, હું લઈ લઉં છું. એમ કહીને કામ કાઢી લેવું. આપણે તો આ સંયોગો જોડે સંયોગ પુરા કરવાનાં છે, આ સંયોગોમાં આવી ફસાયા છીએ, તો આ સંયોગો જેમ તેમ કરીને ઊંચા મૂકવાના છે. આપણે તો ધણી થવા માટે નથી આવ્યા, બાપા થવા નથી આવ્યા, આ તો સંયોગોને ઊંચા મૂકવાના છે, ઉકેલ લાવવાનો છે.
પ્રશ્નકર્તા : બાળકો છે અહીંયા અમેરિકામાં, તો અમેરિકાનું જે કલચર છે, એજ્યુકેશન છે સોસાયટીનું, તો બાળકોએ ઘણીવાર એ એક્સેપ્ટ કરવું હોય અને કરે છે. અને પેરેન્ટ્સ એનો વિરોધ કરે, તો તે માટે આપનું શું કહેવું ?!
દાદાશ્રી : વિરોધ કરવો હોય તો એ જગ્યાએ મોકલવાં નહીં. અને મોકલ્યાં એટલે પછી વિરોધ કર્યાનો શો અર્થ છે ?! તે સમજાવીને કામ લો ને ! આપણે છોકરાને ત્યાં લઈ ગયા, ઊંધા રસ્તે ગયા, અને પછી વિરોધ તો થવાનો જ છે ને ! વિરોધ નહીં, ગોળીઓ મારશે હજુ તો, મોટા થશે ત્યારે. કારણ કે મગજ એમના તોર રહેવાના. આ લોકોના સંગમાં ‘યુ, યુ” કરીને ગોળી મારી દેશે. આ ભાન વગરનાં છે. હવે