________________
૨૩૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૩૧
જાણવું પોતાની જાતને ! તે શરીરને તો ખીચડી એકલી જ જોઈએ છે. આ તો બધાં ચેનચાળા છે. છતાં ય બીજું મળે તો ખાજો. મારું કહેવાનું કે એની મેળે થાળીમાં આવે તે ખાજો. ગૂંચાવાનો પ્રયત્ન ના કરશો કે ‘મારે આમ કેમ નહીં ?” એવું તેવું ના કરશો. મળે તો ખાજો. પણ ના આવે તો ખીચડી એકલીની જ જરૂર. ખીચડી-કઢી બે જ જોઈએ. બીજું કશું જોઈએ નહીં. શી ધમાલ આ વગર કામની ? છતાં ય આવે તો લઈએ, થોડી પ્રસાદી ખાઈ લઈએ.
ત કરાય ન્યાય કોઈના ઝઘડામાં; વિનંતી કરું છું કહી પડો ગડામાં!
નથી, ગૂંચો જ પાડ પાડ કરી. એટલે હવે ગૂંચ ના પડવા દેશો, અને ગૂંચ પડે તો તમારી જ ભૂલ. તમારા અમેરિકાવાળા છોકરાઓની ભૂલ નહીં ?
પ્રશ્નકર્તા : ના, મારી ભૂલ.
દાદાશ્રી : હા, તમારી ભૂલ. છોકરાની ભૂલ નહિ. છોકરાઓ તો લખે. એ લખે એમના કર્મના ઉદયે. એ પોતે તો આત્મા છે. ચંદુભાઈના કર્મના ઉદય પ્રમાણે પેલા છોકરા લખે. તે ‘આ’ જાણે કે મારે ગૂંચ પડી ગઈ એની જોડે. ના. ‘આપણને નહિ’, ‘ચંદભાઈને ગુંચ પડી. હા, તે આપણે” કહીએ કે ‘ભાઈ, મારી ન હોય આ ગુંચ.’ એટલે અમસ્તો બોજ માથે લેશો નહીં હવે, કર્માધીન છે. એક જ શબ્દ છોકરાએ એવો લખ્યો હોય ને તે મહીં વાગ્યા કરે, ઘંટની પેઠ. તે પછી ગૂંચ પડે. “આવું ?! આવું લખ્યું ?” ત્યારે કહેવું, જેવા છો એવું લખ્યું. મોટા ઘંટનો મોટો અવાજ હોય ને ? મોટો ઘંટ હોય તેને આપણે કહીએ કે ધીમે રહીને વાગજે તો ?
પ્રશ્નકર્તા : ના વાગે ? દાદાશ્રી : કેમ ના વાગે ? પ્રશ્નકર્તા : એનો સ્વભાવ, એનાં એવાં લક્ષણ બધાં.
દાદાશ્રી : તે આપણા હિસાબની ગૂંચો પડે છે. જેવા તેવા નહીં. આ તો મોટો માણસ ! ગૂંચો પાડી લાવે ને ?! પણ ભાંગી જાય, જતી રહે છે ખરી હવે, નહીં ? ઊભી નથી રહેતી, નહીં ?
પ્રશ્નકર્તા : હા. તરત જ પાછળથી યાદ આવે કે આપણું જ છે ને આપણી સામે આવ્યું છે.
દાદાશ્રી : હા, ખરી વાત છે. ગૂંચો જતી રહે તો બહુ થઈ ગયું. સોલ્યુશન’ કરવાનું છે ને આપણે તો ? ખરેખર ગૂંચો છે જ નહીં, ગૂંચો જ નથી ને ! આ તો આમ દ્રષ્ટિ કરીએ તો કહેશે, કશું થયું ? અલ્યા, કશું થતું નથી. આત્મા સિવાય કશું થતું જ નથી. ટાઈમે શું થાય છે એ જોઈ લેવું. જમવાનું મળે છે કે નથી મળતું ? અને તે રસ-રોટલી નહીં, પણ ખીચડી એકલી એ મળે છે ? એકલી ખીચડી મળે તો મોટો રાજા
પ્રશ્નકર્તા : મારા ભઈબંધને ત્યાં ઘરમાં મા-બાપ જોડે ઝઘડો થયો. બે મહિના ઉપર બનેલો પ્રસંગ, પેલો ભઈબંધ મને પરાણે ખેંચી ગયો કે, ચાલ અમને સમાધાન કરી આપ. હવે ત્યાં જોયું કે એનાં મા-બાપ સાચા છે, ભઈબંધનો વાંક છે. એટલે હવે સમાધાન કરતી વખતે ભાઈબંધને કહ્યું કે તારી ભૂલ છે, તો પેલા ભાઈબંધ જોડે કટ થઈ જાય વ્યવહાર. એની જોડે દ્વેષ ઊભો થાય અને ભઈબંધનું સાચવવા જાય તો પછી એનાં મા-બાપને અન્યાય થાય. તો મા-બાપ પાછાં દ્વેષ કરે અને મૌન રહીએ તો પછી એનો અર્થ નથી. તો શું કરવું આવા વખતે ?
દાદાશ્રી : એવું છે ને આ દુનિયામાં એક પણ માણસ એવો નથી કે જે બે માણસનો ન્યાય કરી શકે અને આ ન્યાય કરવા ગયા !! આ તો દારૂખાનું ફોડ્યા જેવું થઈ ગયું. પછી દઝાય ત્યારે શું થાય ? કોઈ દહાડો ન્યાય કરવા જશો નહિ કોઈ જગ્યાએ.
પ્રશ્નકર્તા : દાદા, બે લડતા હોય ને છોડાવા જાય તો ડફણાં ય ખાવાં પડે. બે લડતાં હોય બાથમૂબાથા, તો કેટલાય છોડાવનારા મરી ગયેલા છે.
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : આ જેવો એક મિત્રનો દાખલો કીધો. એવું ઘણીવાર ઘરની અંદર પણ થાય. હવે ઘરની અંદર પણ આવું મૌન તો સેવાય જ