________________
૨૨૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૨૫
ને દહાડો વળે નહીં. એના કરતાં છાશીયું ને છાશીયું રહેવા દેવું. આ સોનું કોઈ દહાડો ચોખ્ખું થાય નહીં. આજે આપણે ગાળીને લગડી મૂકીએ તો ય પાછી કાલે હતી તેવી ને તેવી થઈ જાય અને આ તો બધું હિસાબ અમે જોઈને બેઠેલા, અનંત અવતારથી હિસાબ ખોળી કાઢેલો. એટલે અમને તો ભાંજગડ જ ના થાય ને આની ! અને અમને તો તરત કીમિયા જડે. અમારી પાસે લાખો ચાવીઓ હોય !
છોકરાં જોડે કરો ડહાપણથી “ડીલીંગ'; નહીં તો કરશે એ હાર્ટતું ‘ડ્રીલીંગ'!
પાછું ઉંમરનું, જેમ ઉંમર વધેને, તેમ એ જાણે કે મારી ભૂલ થાય નહીંને, છોકરાની ભૂલ બહુ થાય છે. પોતાની ભૂલ બહુ થાય છે, પણ પોતે માને કે પોતાની ભૂલ થાય નહીં, જાણે મેજીસ્ટ્રેટ ના હોય. છોકરો પાછો કહે ય ખરો કે તમારામાં અક્કલ નથી. તો ય એ મનમાં વિચાર કરે કે આ નાનો છે, સમજણ નથી. અલ્યા મૂઆ, એ કહે છે તો તોલી તો જો. આપણામાં અક્કલ છે કે નહીં તે તોલવી ! એ કહે તો તોલવી ના જોઈએ કે ‘મારામાં અક્કલ નથી’, તે લાવ તોલ તો કરવા દે. તો મહીં વિચાર કરે તો ખબર પડે ને કે કશું અક્કલ નથી. અક્કલ હોય તો આવું હોય નહીં. અક્કલ હોય તેને ત્યાં ક્લેશ ના હોય. અક્કલવાળા હોયને, તેને ત્યાં ખાય-પીવે શાંતિથી બધા. ઓછું હોય તો ઓછું ને ઘણું હોય તો ઘણું, પણ ક્લેશ ના હોય. તે અહીં કેટલા ક્લેશ વગરનાં ઘર હોય ?
પ્રશ્નકર્તા : છોકરાંની બાબતમાં કયું ઘટિત છે ને કયું અઘટિત છે. એ સમજાતું નથી.
દાદાશ્રી : જેટલું સામા જઈને કરીએ છીએ એ જ દોઢડહાપણ છે, તે પાંચ વર્ષ સુધી જ કરવાનું હોય. પછી તો છોકરો કહે કે, ‘બાપુજી મને ફી આપો.” ત્યારે આપણે કહીએ કે, ‘ભઈ, પૈસા કંઈ અહીં આગળ નળમાં આવતા નથી. અમને બે દહાડા આગળથી કહેવું. અમારે ઉછીના લાવવા પડે છે.’ એમ કહીને બીજે દહાડે આપવા. છોકરાં તો એમ સમજી બેઠાં હોય છે કે નળમાં પાણી આવે એમ બાપુજી પાણી જ આપે છે. માટે
છોકરા જોડે એવો વ્યવહાર રાખવો કે એની સગાઈ રહે અને બહુ ઉપર ચઢી વાગે નહીં, બગડે નહીં. આ તો છોકરાં ઉપર એટલું બધું વહાલ કરે કે છોકરો બગડી જાય. અતિશય વહાલ તે હોતું હશે ? આ બકરી જોડે વહાલ આવે ? બકરીમાં ને છોકરામાં શો ફેર છે ? બેઉમાં આત્મા છે. અતિશય વહાલે ય નહીં ને નિઃસ્પૃહ પણ નહીં થઈ જવાનું. છોકરાંને કહેવું કે, “કંઈ કામકાજ હોય તો પૂછજો. હું બેઠો છું ત્યાં સુધી કંઈ અડચણ હોય તો પુછજો.’ અડચણ હોય તો જ, નહીં તો હાથ ઘાલીએ નહીં. આ તો છોકરાના ગજવામાંથી પૈસા નીચે પડે ૫ડ કરતા હોય તો બાપ બૂમાબૂમ કરી મેલે, “એય એય...’ એમ. આપણે શું કામ બૂમાબૂમ કરીએ ? એની મેળે પૂછશે ત્યારે ખબર પડશે. આમાં આપણે કકળાટ
ક્યાં કરીએ ? અને આપણે ના હોત તો શું થાત ? ‘વ્યવસ્થિત'ના તાબામાં છે, અને વગર કામનો ડખો કરીએ છીએ. સંડાસ ય વ્યવસ્થિતના તાબામાં છે, અને તમારું તમારી પાસે છે. પોતાના સ્વરૂપમાં પોતે હોય ત્યાં પુરુષાર્થ છે. અને પોતાની-સ્વસત્તા છે. આ પુદ્ગલમાં પુરુષાર્થ છે જ નહીં. પુદ્ગલ પ્રકૃતિને આધીન છે.
છોકરાંનો અહંકાર જાગે, ત્યાર પછી તેને કશું કહેવાય નહીં અને આપણે શું કામ કહીએ ? ઠોકર વાગશે તો શીખશે. છોકરાં પાંચ વર્ષનાં થાય ત્યાં સુધી કહેવાની છૂટ, અને પાંચથી સોળ વર્ષવાળાને વખતે બે ટપલી મારવી ય પડે. પણ વીસ વર્ષનો જુવાન થયા પછી એનું નામ ય ન લેવાય, કશું અક્ષરે યુ બોલાય નહીં, બોલવું એ ગુનો કહેવાય. નહીં તો કો'ક દહાડો બંદૂક મારી દે.
અમારી પેઠ “અબુધ’ થઈ ગયો તો કામ જ થઈ ગયું. બુધ્ધિ વપરાઈ તો સંસાર ઊભો થયો પાછો. ઘરનાં પૂછે તો જ જવાબ આપવો આપણે અને તે વખતે મનમાં થાય કે “આ ના પૂછે તો સારું' એવી આપણે બાધા રાખવી. કારણ કે ના પૂછે તો આપણે આ મગજ ચલાવવું ના પડે. એવું છે ને, કે આપણા આ જૂના સંસ્કાર બધા ખલાસ થઈ ગયા છે. આ દુષમકાળ જબરજસ્ત વ્યાપેલો છે, સંસ્કારમાત્ર ખલાસ થઈ ગયા છે. માણસને કોઈને સમજણ પાડતાં આવડતી નથી. બાપ છોકરાંને કંઈક કહે તો છોકરો કહેશે કે, “મારે તમારી સલાહ નથી સાંભળવી. ત્યારે સલાહ આપનારો કેવો ને લેનારે કેવો ? કઈ જાતના લોક ભેગા થયાં