________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
છો ?! આ લોક તમારી વાત શાથી નથી સાંભળતા ? સાચી નથી તેથી. સાચી હોય તો સાંભળે કે ના સાંભળે ? આ લોક શાથી કહે છે ? આસક્તિને લીધે કહે છે. આ આસક્તિને લીધે તો પોતે પોતાના અવતાર બગાડે છે.
૨૨૬
પ્રશ્નકર્તા : એટલે હવે પછી એમાં બીજો મને પ્રશ્ન એ થયેલો કે કોઈપણ વસ્તુ કે બને ત્યાં સુધી સલાહ ના આપવી. પણ જો મોંમાં આંગળા નાખીને જ પૂછવામાં આવે, તો પછી જો સાચું તમે કહો તો સાંભળનારને ગમે નહીં અને ખોટું તમે કહી ના શકો, તો એ વચ્ચે દ્વિધામાં હું છું.
દાદાશ્રી : ‘વણમાગી સલાહ આપવી નહીં’ એવું અમે લખ્યું છે ખરું ! એટલે કોઈ કહે, આપણને પૂછે, તો આપણે સલાહ આપવી અને તે ઘડીએ આપણને ઠીક લાગે એવું આપણે કહી છૂટવું અને સલાહ આપ્યા પછી આપણે એમ કહીએ કે તમને અનુકૂળ આવે એમ કરજો. અમે તો આ તમને કહી છૂટીએ. એટલે એને પછી કંઈ ખરાબ લાગે એવી વસ્તુ નથી. એટલે આપણે આ જે બધું કરવાનું છે ને એની પાછળ વિનય
રાખવાનો છે.
આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકે ય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવાં નીકળે છે, અને દરેકના એવાં જ હોય. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઈને કશું કહેવા જેવું નથી. કહેવાથી વધારે બગડે છે. એને કહીએ કે, ‘ગાડીએ વહેલો જા.’ તો એ મોડો જાય અને કશું ના કહીએ તો ટાઈમે જાય. આપણે ના હોઈએ તો બધું ચાલે એવું છે. આ તો પોતાનો ખોટો અહંકાર છે. જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો, તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારાં નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ એ સંઘરતો નથી, ઊલટાં એ બોલ પાછાં આવે છે. આપણે તો છોકરાંને ખાવાનું-પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી, એવું તમને તારણ નીકળે છે ? છોકરાં મોટાં થયાં છે એ કંઈ દાદરેથી પડી જાય છે ? તમે તમારો
આત્મધર્મ શું કરવા ચૂકો છો ? આ છોકરાં જોડેનો તો ‘રિલેટિવ’ ધર્મ
મા-બાપ છોકરાનો વ્યવહાર
છે. ત્યાં ખોટી માથાકૂટ કરવા જેવી નથી. કકળાટ કરો છો, તેના કરતાં મૌન રહેશો તો વધારે સારું રહેશે. કકળાટથી તો પોતાનું મગજ બગડી જાય ને સામાનું પણ બગડી જાય.
છોકરાંથી બગડે તો ય, ત કર દ્વેષ; જ્ઞાતથી ઉકેલો હિસાબો અંતે તિઃશેષ!
છોકરા જોડે અથડામણ થાય છે કે ?
પ્રશ્નકર્તા : ચાલે એ તો.
દાદાશ્રી : બહુ નહિ. થોડી થોડી, નહીં ? શું ચાલે ? પ્રશ્નકર્તા : અથડામણ.
૨૨૭
દાદાશ્રી : હા, પણ એમાં છોકરાઓનું શું જાય, આપણું જાય. એ તો અથડાવા હારું જ આવ્યા છે. પણ આપણને મોક્ષ જ જોઈએ ને ! પ્રશ્નકર્તા : એ એમ ન કહે, હું અથડાવ છું. તમે અથડાવ છો, એમ કહે એ તો. કોઈને પોતાના દોષ દેખાય નહીં ને !!
દાદાશ્રી : દોષ ના દેખાય ત્યાં સુધી મોક્ષે જવાનું વિચારી જ ના શકે ને. એને દ્રષ્ટિ જ ના કહેવાય ને ? દ્રષ્ટિ સમ્યક્ હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : છોકરાં આપણી જોડે ઝઘડે, રાગ-દ્વેષ કરે. હવે આપણને છોકરાંઓ માટે ખૂબ લાગણી હોય. આપણી કુટુંબ ભાવના હોય, બધા સંપીને રહીએ એવી બધી ભાવના હોય, પણ આવું થયા કરે. ત્યારે માબાપે શું કરવું?
દાદાશ્રી : શું કરો છો, આવું બને છે ત્યારે ?
પ્રશ્નકર્તા : આવું બને છે ત્યારે શું થાય ? છોકરાઓ જોડે થોડીવાર ચકમક થાય પછી એની મેળે જ ટાઢું પડે. પાછું બે-ચાર દા’ડે થાય. એવું ચાલ્યા કરે.
દાદાશ્રી : આનો પાર જ ના આવે ! તમને મારતાં તો નથી ને ?