________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૨૩
ભોગવે તેની ભૂલ એ ન્યાય; દારૂડિયો દીકરો તથી અન્યાય!
એટલે એવા છોકરાનું આપણે ચલાવી લેવું પડે બધું. એમાં ચાલે નહીં. વહુ હોય તો ડાઈવોર્સ ય આપીએ. પણ છોકરાને ડાઈવોર્સ અપાય નહીં, આ દુનિયામાં એવું સાંભળવામાં આવ્યું છે ?
પ્રશ્નકર્તા : ઘણા લોકો છોકરાંને કાઢી મૂકે છે.
દાદાશ્રી : એવું કાઢી મૂકવો એ ગુનો છે એક જાતનો. એ બેજવાબદારી કહેવાય. એ છોકરો પછી ક્યાંય હોટલમાં ગમે ત્યાં આખી જીંદગી બગાડે. આપણે ત્યાં જન્મ્યો એટલે એને માટે આપણી કંઈક જવાબદારી તો હોવી જોઈએને !! એટલે રીસ્પોન્સીબીલીટી આપણી છે!
વહતી ગાળો કાતથી જાય સંભળાઈ; ભાંગો ભૂલ, ત્યાં હતા જ નહીં કરી!
એક બાપ અમને કહેતા હતા કે “આ મારો ત્રીજા નંબરનો છોકરો બહુ જ ખરાબ છે. બે છોકરા સારા છે.” મેં કહ્યું, ‘આ ખરાબ છે, તો તમે શું કરશો ?” ત્યારે કહે, “શું કરે બળ્યું આ ? પણ બે છોકરાને મારે કશું કહેવું નથી પડતું અને આ ત્રીજા છોકરા માટે મારી આખી જીંદગી જ ખરાબ થવા માંડી છે' મેં કહ્યું, ‘શું કરે છે એ છોકરો તમારો ?” ત્યારે એ કહે, “રાત્રે દોઢ વાગે આવે છે, દારૂ ઢીંચીને આવે મૂઓ. મેં કહ્યું, ‘પછી તમે શું કરો છો ?” ત્યારે કહે, ‘હું જોઉં છું, જો એને મોટું દેખાડું તો એ ગાળો ભાંડે. હું છેટો રહીને બારીમાં રહીને જોયા કરું કે શું કરે છે !” ત્યારે મેં કહ્યું, ‘દોઢ વાગે ઘરે આવીને પછી શું કરે છે ? ત્યારે કહે છે, “ખાવા કરવાની કશી વાત નહીં કરવાની, આવીને પથારી એની કરી આપવાની, મહીં સૂઈ જવાનું એણે તરત અને સૂઈ જાય છે ને, તરત નાખોરા બોલે છે.” ત્યારે મેં કહ્યું, ‘તમારી શી દશા થાય છે ?” ત્યારે એ કહે, ‘એ સૂઈ જાય ને તરત ઊંઘી જાય નફિકરો' મેં કહ્યું, “તો ફિકર કોણ કરે છે ?” ત્યારે કહે, ‘તે તો હું જ કરું છું.’
પછી કહે છે, “મને તો આખી રાત ઊંઘ નહીં આવતી, એનો આ વેશ જોઈને.” કહ્યું, “આ દોષ તમારો છે. એ તો સૂઈ જાય છે નિરાંતે. તમારો દોષ તે તમે ભોગવો છો. આ પૂર્વભવે શીખવાડનારો તું આ દારૂનું વ્યસન.” પેલાને શીખવાડીને ખસી ગયાં. શા હારું શીખવાડે ? લાલચનાં માટે. તે આ ગયા અવતારે ફટવ્યો છે, ઊંધે રસ્તે ચઢાવ્યો છે. તે એ શીખવાડ્યાનું ફળ આવ્યું આ ફેરે. તે હવે ફળ નિરાંતે ભોગવો ! તે ભોગવે એની ભૂલ. જો પેલો ઢોંગરો તો સૂઈ ગયો છે ને નિરાંતે ? અને બાપ આખી રાત ઉપાધિ કરતો કરતો, પાછો દોઢ વાગે જાણે ય ખરો. આવેલો છે, જાણે ને બોલાય નહીં પાછો. બોલે તો કહે, આવડી ગાળો આપે અને સૂઈ જાય તો પાછો નાખોરા હડહડાટ બોલે. પાછો સીગરેટ પીઈને સૂઈ જાય નિરાંતે. જોને કોના બાપની પડેલી છે ? તે ભોગવે પેલો. ભૂલ એની.
વહુ જાણે કે સસરા પેલા રૂમમાં બેઠાં છે. એટલે વહુ બીજા જોડે વાત કરે કે ‘સસરામાં જરાક અક્કલ ઓછી છે.' હવે આપણે તે ઘડીએ ત્યાં આગળ ઊભા હોય તો આપણને આ સાંભળવામાં આવે. તો આપણી મહીં એ રોગ પેઠો. તો ત્યાં આપણે શો હિસાબ કાઢવાનો કે આપણે પેલા રૂમમાં ત્યાં બેઠા હોત તો શું થાત ? તો કશો રોગ ઊભો ના થાત. એટલે અહીં આવ્યા તે ભૂલનો રોગ છે ! આપણે એ ભૂલ ભાંગી નાખીએ. આપણે એમ માનીને કે ત્યાં જ બેઠા હતાં. ને આ નહોતું સાંભળ્યું એટલે એ ભૂલ ભાંગી નાખીએ.
મહાવીર ભગવાનની ય પાછળ તો લોકો બોલતા હતા. એ તો બોલે લોક. આપણે આપણી ભૂલ ભાંગી નાંખવી. એને ફાવે એવું બોલે અને આપણા કર્મના ઉદય હોય, તો જ એનાથી આવું બોલાય. આપણા ઉદય રાશી હોય તો જ બોલાય.
આપણે સાંભળી ગયા કે વહુ આપણી માટે ‘અક્કલ વગરનાં છે’ એવું બોલી. તો ય આપણે જાણીએ કે આ તો આવું જ ચાલવાનું છે. આપણે કોઈકને ઘરે રહેવા ગયા હોય, ને કોઈકનાં છોકરાની વહુ હોય તો આપણે ચલાવી લઈએ કે ના ચલાવીએ ? એવું જ અહીં માની લેવાનું. નહીં તો આનો ક્યારે પાર આવે ? આ સોનું ચોખ્ખું થાય નહીં