________________
૨૨૦
મા-બાપ છોકરાનો વ્યવહાર
પ્રશ્નકર્તા : કુહાડાથી !
દાદાશ્રી : તો ઘણથી મારઠોક કરે, આમ ઠોકે કે આમથી ઠોકે, પડે છે બાવળીયો ?
એક બાપ છે તે એનો આવડો ત્રણ વર્ષનો છોકરો હતો. તેને લઈને અહીં દર્શન કરાવવા તેડી લાવ્યો અને છોકરાને કહે છે, “ભઈ,
દર્શન કર દાદાનાં, દાદાજીને જે' જે' કર.” ત્યારે પેલા કહે, ‘ના.’ ચોખ્ખું જ ના કહ્યું, ‘નહીં કરું', કહે છે. ના માન્યું તે ના જ માન્યું. ત્યારે બાપાએ શું કર્યું ? આખો ઊંચકીને અહીં અડાડી દીધો. એટલે પેલો જ બાપા સામે જોઈને આમ ચીઢાયો, તે પછી માર માર કર્યો બાપાને. આની પાછળ શું હશે ? ત્યારે મેં કહ્યું, ‘આ બાપાની ભૂલ છે.’ છોકરાની ભૂલ છે કે મારી ભૂલ છે આ ? કોની ભૂલથી આ ઝઘડા ? કોની ભૂલથી આ ગાડી ઊભી રહી છે ? એનું શું કારણ ?
પ્રશ્નકર્તા : એને સંસ્કાર એવા નથી, એટલા માટે.
દાદાશ્રી : સંસ્કાર નથી એવું કેમ કહેવાય આપણાથી ? પછી એનાં બાપને કહું કે તને આ તાળાની ચાવી ઊઘાડતાં આવડતી નથી. તારા પોતાનાં ઘરનાં કારખાનાનું તાળું, એને ચાવીથી ઊઘાડતાં તને નથી આવડતું. હા, લોકોનાં કારખાનાનું તાળું હોય ને ના ઊઘડે તો એ વાત જુદી છે ! એટલે પછી બાપે બહુ જોર કર્યું. આમ લાવી આપીશ, તેમ લાવી આપીશ. બહુ લાલચો આપી ને, ત્યારે એણે જે' જે' કર્યું, પણ આમ પાછળ હાથ રાખીને. જે’ જે' કર્યું તો ય સીધું ના કર્યું. આમ ઊંધા ફરીને કર્યું. એટલે હું સમજી ગયો કે કયાં ડીફેક્ટ છે. આ છોકરાને કેટલો અહંકાર હશે તે સામું જોઈને જે' જે' પણ નથી કરી શકતો. ત્યારે એ પૂર્વનો કેટલો અહંકાર લઈને આવેલો છે !
એટલે પછી એના બાપે કહ્યું, “આમ ના થાય. સીધું જે’ જે’ કર.'' ત્યારે એમ કંઈ થતું હશે ? સમજણ સીધી પાડો. ત્યારે કહે, ‘આ સમજણ પાડું છું, પણ નથી માનતો ને !’ મેં કહ્યું, ‘શી રીતે માને ?” બાપા થયા છે એટલે બાપ ના થયા હોત, ને ભાઈ થયા હોત તો માનત. પણ તમે તો બાપ થઈ બેઠા છો પાછાં. કે' કર, કરે છે કે નહીં ? મને કહે છે,
મા-બાપ છોકરાંનો વ્યવહાર
‘આ નથી કરે એવો.’ ત્યારે મેં કહ્યું, ‘ઊભા રહો. બાબા, હું તને જે' જે' કરું તો ? તું અહીં આવ. ‘જય સચ્ચિદાનંદ’. તો એણે તરત કર્યું. આમ હાથ સીધા જોડીને બોલ્યો, ‘જય સચ્ચિદાનંદ’. અરે વાળ તો ખરો ! એને વાળવામાં શું જાય છે ? પછી કર્યા કરશે. એક ફેરો વાળી આપીએ એટલે પછી કર્યા કરે. મેં જે' જે' કર્યું ને ત્યારે તરત એણે કર્યું. એ એમની અટકણ આવી ! ત્યારે બાપો કહે છે, ‘તમે ખરું કર્યું.’ ત્યારે મેં કહ્યું, ‘આટલું શીખ.’ એમ ને એમ બાપ થઈ બેઠો છે, વગર કામનાં ! પણ આંખો કાઢીને બીવડાવે. બાપ ના થઈશ મૂઆ, છોકરું હઠે ચઢ્યું છે અને આ છોકરું એ છોકરું નથી. ગયે અવતારે ૮૦ વર્ષનો થઈને મરી ગયો ને એ ૮૩ વર્ષનો થયો છે અત્યારે.
૨૨૧
બોલો પુનર્જન્મની હયાતી વગર એ છોકરાને એટલો બધો અહંકાર ક્યાંથી આવ્યો ? અને તે આવો ? આ તો મેં જોયેલું જ નહીં આવું તો, ‘“આમ જે’ જે' કહ્યું, પણ આ આંખે દેખતાં નહીં કરું” ત્યારે એ અહંકાર કેટલો ભારે ?!
એટલે ચાવી ઊઘાડતાં આવડવી જોઈએ. પથ્થર માર માર કરીએ તો તાળાં ઊઘડે ? તાળું ઊઘાડતાં ના આવડવું જોઈએ ?!
પ્રશ્નકર્તા : આપ જે જે લેવલના માણસ હોય તેની સાથે તે તે રીતની વાત કરો છો.
દાદાશ્રી : હા, પણ શું કરીએ ત્યારે !
એક છોકરો તો, એવો આડો હતો, તે કડવી દવા પાય, તે પીવે નહીં, ઉતારે નહીં ગળે એવો આડો થયેલો. ત્યારે એની માએ બહુ પાકી હતી. એ તો જેમ છોકરું આડું હોય તો એની મા કંઈ કાચી હોય કે ! તે માએ શું કર્યું, નાક દબાવ્યું. તે હુડહુડ કરીને ઊતરી ગયું. એટલે છોકરો વધારે પાકો થઈ ગયો. એટલે બીજે દહાડે જ્યારે પાતી હતી ને, ત્યારે મા નાક દબાવા ગઈ, તો આણે ફૂઉઉ કરીને આંખમાં ફેંક્યું ! આ તો આની આ કવૉલિટી ! પેટમાં નવ મહિના નફામાં રહે વગર ભાડે અને વળી પાછાં ઉપરથી પાછાં ફૂંકારા મારે, મૂઆ ! વિધાઉટ એની રેન્ટ
નાઈન મન્થ !