________________
૨ ૧૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૧૯
એ શું ખોટું ! પછી ગાંઠ વાળવાનું ના સમજે છે. તૂટ્યા પછી ગાંઠ વાળવી ડાહ્યા થઈ જાવ તેના કરતાં !
પ્રશ્નકર્તા : કોઈ વખત એવું થાય, તો સમજણ પાડવા માટે કંઈક કહેવું કે નહીં ?
દાદાશ્રી : બળ્યું, પારકાંને સમજણ પાડો છો ?! તે આ કંઈ નિશાળિયાં છે આપણાં ! આ તો હિસાબ લેવા આવ્યા છે, રાગ-દ્વેષના. આ કંઈ આપણા નિશાળિયાં જોય. નિશાળિયાં એટલે માસ્તરને ક્યારેક પૈસા મળે, બીજું મળે. આ તો બધાં રાગ-દ્વેષનાં પૂતળાં છે, બધું લેવા આવ્યાં છે. ઊલટો હિસાબ આપણી પાસે શીખવાડે કે મારા કહ્યા પ્રમાણે ચાલતાં નથી.
પ્રશ્નકર્તા: આવી જ વાત છે દાદા, આ હકીકત છે. છોકરાઓ એમ જ કહે છે.
દાદાશ્રી : ખરું કહે છે એ. હવે આવું આપણે મોઢે કહે, ત્યાંથી પછી ઠેકાણાં વગરનાં થઈને ફરીએ ! આ તો કહેશે, ‘હું ઠેકાણાવાળો છું.” બહારનો કોઈ ના કહે આપણને, બહારનો એવો કોઈ કહે નહીં કે ‘તમે ઠેકાણાં વગરનાં છો.'
પ્રશ્નકર્તા : બહારનું કોઈ કહેતું નથી.
દાદાશ્રી : એટલે છોકરાઓની જોડે એવી રીતે વર્તીએ કે છોકરાઓ કહે કે મારા જેવા ફાધર કોઈને મળશે નહીં. કોઈ દહાડો અમારે ભાંજગડ નહીં, મતભેદ નહીં, કશું નહીં.
પ્રશ્નકર્તા : બીજી કંઈ ભાંજગડ પડતી નથી, પણ હું જ્યારે કહેવા કંઈક જાઉં, એટલે અટક્યું બધું.
દાદાશ્રી : કહેવાની ઇચ્છા જ ના રાખવી, આ નિશાળિયાં જોય. નિશાળિયાં એ કોનું નામ કહેવાય કે જેને શીખવાડીએ, વઢીએ તો એ સ્વીકાર કરે. આ તો સામા થાય છે, તે બળ્યું એ શી કમાણી ! આ હું તમને શીખવાડું અને તમે સામા થાવ, તો હું તો અહીંથી છોડીને જતો રહું ને હડહડાટ !
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એટલે કોઈ દહાડો કોઈને વઢું ? પ્રશ્નકર્તા : નથી વઢતા.
દાદાશ્રી : બધા વાંકાચૂકા નહીં હોય ?! મારા કહેવા પ્રમાણે ચાલે ! મારા ધાર્યા પ્રમાણે કોઈ ચાલતાં હશે ?! સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે ચાલે.
પ્રશ્નકર્તા : દાદા, આપની પાસે જ્યારથી આવ્યો છું ત્યારથી આપ એક શબ્દકોષ જેવા જ મને દેખાવ છો. ડિક્ષનરી જેવા જ હો, જ્યારે કંઈક અમે ગૂંચવાઈએ ત્યારે આપની પાસે પૂછવા આવીએ એટલે તરત જ એનો ખુલાસો આપો છો !
દાદાશ્રી : બધા ખુલાસા, બધું દર્શન પ્રાપ્ત કરેલું છે. ચોવીસ તીર્થકરોનું ભેગું દર્શન પ્રાપ્ત કરેલું છે. જેનો જે ગૂંચવાડો હોય તેનો ખુલાસો તરત મળશે. તેનું જ્ઞાન થયું નથી પૂર્ણતાએ પણ દર્શન તો છે જ. સમજમાં આવી ગયું છે. કેવળજ્ઞાન સમજમાં આવી ગયેલું છે. અનુભવમાં નથી આવ્યું ત્યાં સુધી હું ય ‘દાદા ભગવાન, દાદા ભગવાન” કર્યા કરું. એ અનુભવમાં આવ્યું નથી ને ! આ ઊંચામાં ઊંચી આટલી જો આવડત આવે જગતમાં, આટલું ડહાપણ ફરી વળે, તો કામ કાઢી નાખે જગતના લોકોનું. માન્યતાઓ ઠોકી ના બેસાડાય.
ત કપાય બાવળીયો ઘણથી! કપાય એ તો કરવતતી કળથી!
પ્રશ્નકર્તા: સ્વતંત્રતા અને સ્વચ્છંદતા ઘરમાં એટલી બધી ઘુસી ગઈ છે ને, પોતાનાં જ બાળકોને કહીએ તો આપણું સાંભળતાં જ નથી.
દાદાશ્રી : બળ્યું, આ પાંચ મિનીટમાં જ મારી પાસે સુધરી જાય છે. આમની પાસે આખી જીંદગી નહીં સુધરતાં તે ના સમજીએ કે એ ઘણથી બાવળીયા પાડવા જાય છે, કુહાડાથી બાવળીયા પાડવા જોઈએ કે ઘણથી પાડવા જોઈએ ?