________________
૨૧૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૧૭
ના આપવાના પક્ષમાં હોય. એટલે એને, છોકરાને દેખતાં જ મા-બાપ સામાસામી ઝઘડી પડે.
દાદાશ્રી : હા, એ ઝઘડી પડે. એક સ્વતંત્રતા આપવા માંગતો હોય બીજો ના આપવા માંગતો હોય. એ ઝઘડી પડે એટલે છોકરો જાણે કે હવે એકનો વોટ આવે છે, તો પછી આપણે શું વાંધો ! એટલે આમાં ભલીવાર ના આવે.
સમજાવી શકીએ. પછી એ ના સમજે તો એનો ઉપાય નથી. પછી આપણે એટલું કહેવું કે, ‘દાદા ભગવાન! આને સદ્ગધ્ધિ આપજો.” આટલું કહેવું પડે. કંઈ એને અધ્ધર ના લટકાવાય, ગપ્યું નથી.
છેવટે નહીં તો પ્રાર્થનાનું ‘એડજસ્ટમેન્ટ' !
ન ચલાવાય આપણી દ્રષ્ટિથી કોઈને; વીતરાગથી વિરુધ્ધ છે, કહે દાદા જોઈત!
શું બેબીને સુધારવી છે કે; કશું ઓપરેશન કરવું છે?
પ્રશ્નકર્તા : બીજું કાંઈ નહીં, દાદા. બસ ગમે તેની સામું બોલે એટલી જ, આ છોકરીને ટેવ છે. - દાદાશ્રી : એ છો ને બોલે ! એ તો એની મેળે માર ખાશે. નહીં તો છેવટે સાસુ તેલ કાઢી નાખશે. કશું નહીં, એ તો બધું ભૂલી જાય પછી. જેમ જેમ સમજણ આવેને, આપણે એને સમજણ પાડવી કે આવું ના બોલાય સામું, એટલું કહેવું આપણે શું ?
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : એ સમજે ખરું પાછી, એ ના બોલાય એવું સમજે. ઘણાં ફેરા તો ગુરુ હોયને પોતાને, તે છોકરો થઈને આવ્યો હોય, હવે પછી ટૈડકાવે બાપને. પેલી ટેવ છે ને પહેલાંની ને જાય નહીં. આ તો બધું ઋણાનુબંધ છે ને ! ગુરુ છોકરો થઈને બેઠો હોય તો શું થાય ? એટલે આવા ઋણાનુબંધ હોય છે. લોકોને સમજાય નહીં અને મારમાર કરીએ તો ખોટું દેખાય ઉછું. એટલે પહેલાં આત્માનું પોતાનું કરે, તો છોકરા ડાહ્યા થઈ જાય. પોતે પોતાનું કરતા નથી ને છોકરાનું ભણાવા જાય ! અને બધા સમજણવાળા છોકરા. પાછા એવું તે કંઈ ગાંડા-ઘેલા હોય તો ઠીક છે.
પ્રશ્નકર્તા : સામાને સમજાવવા મેં મારો પુરુષાર્થ કર્યો, પછી એ સમજે-ના સમજે એ એનો પુરુષાર્થ ?
દાદાશ્રી : આટલી જ જવાબદારી આપણી છે કે આપણે એને
પ્રશ્નકર્તા: ફાઇલ ચીકણી અને પાસેની, એટલે એવું જ લાગે. એને તો એ ફાઈલો બધી કલેઈમવાળી કહેવાય.
દાદાશ્રી : ચીકણી ફાઈલો બધી પોતાની ભૂલો છે એ. પ્રશ્નકર્તા : એ કઇ ભૂલ ?
દાદાશ્રી : જેટલો પારકાં જોડે નોબલ રહે છે, ઓપન માઇન્ડ, એટલો અહીં ઓપન માઈન્ડ રહેતો નથી. એટલે પછી શોધખોળ કરેલી અમે, તે ઓપન માઇન્ડથી જ અમે ચાલેલા. એટલે અમારે આમની જોડે ય ફાવે ને આમની જોડે ફાવે. આ તો ઓપન માઇન્ડથી ચાલતાં નથી, મનમાં એમ છે કે હું એનું સીધું કરી આપું, આવી રીતે ના ચાલવું જોઈએ.
પ્રશ્નકર્તા : હા, દાદા એવું જ છે.
દાદાશ્રી : આપણી દ્રષ્ટિએ ચલાવવો છે એને, ચાલે છે જે દ્રષ્ટિએ એ નહીં ચાલવા દેવાનો. એ વીતરાગ મતની વિરુધ્ધ છે, એ વીતરાગોના સામાવળીયા કહેવાય છે. જે પોતાની દ્રષ્ટિએ બીજાને ચલાવડાવે, વીતરાગોના સામાવળીયા કહેવાય.
પ્રશ્નકર્તા: ચાનક લાગે એવું વાક્ય છે કે વીતરાગોના સામાવળીયા થાવ છો તમે આવું કરીને !
દાદાશ્રી : છે જ સામાવળીયા, તેથી જ દુ:ખ છે ને ! ફરે કશું ય નહિ. તુટી જાય ત્યાં સુધી ખેંચે એટલું જ કેટલાક ડાહ્યા હોય તે કહેશે, ‘ભઈ, તૂટ્યાં પછી ગાંઠ વાળવી.' તેના કરતાં આપણે તૂટવા જ ના દઈએ