________________
ર૧૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨ ૧૫
આપણું માને ખરો ?
પ્રશ્નકર્તા : માને નહીં, ત્યાં સુધી એ બરોબરપણ પછી તો દોષો કાઢે આપણાં.
દાદાશ્રી : હા, દોષો કાઢે. જેણે મોટો કર્યો, જેનું એ કર્યું. તે બધાંનાં દોષો કાઢે. તે વખતે કેવી દશા થતી હશે ? કોઈનું અપમાન ના સહન કરેલું હોય ને તે વખતે છોકરી સામું બોલે તો શું થાય ?
પ્રશ્નકર્તા: આપણામાં દોષ હોય અને દોષ બતાવે, એમાં ખોટું
દાદાશ્રી : એ ખોટું નહીં. ખોટું તો કશું હોતું નથી. પણ સહન ના થાય માણસને. છોકરાં કે વહુ દેખાડે તે માણસથી સહન થાય નહીં.
પ્રશ્નકર્તા : એ વખતે જાગૃતિ રાખવી જોઈએ કે આ મારામાં દોષ છે, ને કહ્યો.
દાદાશ્રી : ના. એ જાગૃતિ રાખે તો ય ઊડી જાય. કારણ કે બીજા બહારનાં માણસ જોડે જાગૃતિ રાખે, પણ એનાં ઘરનાં માણસ જોડે જાગૃતિ રહે નહીં. કારણ કે હું એનો બાપ છું.’ એ તો ખ્યાલમાં ભૂલી જાય કે ? “હું એનો બાપ છું.’ એ ભૂલી ના જાયને ? એ તો તમારે અનુભવ થાય ત્યારે ખબર પડે.
એમને સમજણ નથી બિલકુલ.
બાળકોના હાથને સ્વતંત્રતા અપાવી પાછી આ લોકોએ, આપણે શું કર્યું? આપણે ત્યાં રિવાજ છે કે ઉછરતા યુવાનને સ્વતંત્રતા આપવી એ સ્વતંત્રતા સત્યાનાશ વાળે છે. એ સ્વતંત્રતા ના અપાય. તે આ લોકોએ સ્વતંત્રતા આપી. ડેમોક્રેટ કરી નાખે છે. એટલે કંટ્રોલમાં રહેવું જોઈએ. એ સ્વતંત્રતા સત્યાનાશ વાળે છે.
પ્રશ્નકર્તા ઃ તો આ સ્વતંત્રતા આપી છે, તો હવે ડિસિપ્લિન્ડ કેવી રીતે થાય ?
દાદાશ્રી : હવે એ તો એવું છે ને કે અંધારી રાત્રી હોય અને કાળો ઘોડો હોય અને ખીલે બાંધેલો હોય, પછી રાત્રે છોડીએ એને, પછી આપણે “ઘોડા આય આય’ કરીએ તો આવે ?
પ્રશ્નકર્તા : ના આવે.
દાદાશ્રી : ઘોડો છૂટી ગયો એ છૂટી ગયો, અંધારી રાત ને પાછો કાળો, શી રીતે જડે આપણને ?! આ તો પતંગની દોરી છૂટી ગઈ. દોરી હોય ત્યાં સુધી પતંગ ગુલાંટ ખાય તો ખેંચીએ. પણ હવે દોરી જ હાથમાંથી છૂટી ગઈ તો શું થાય ? એટલે હવે બીજો ઉપાય કરવાનો. ઉપાય તો હોય જ એની પાછળ.
પ્રશ્નકર્તા : હા, હવે બીજા ઉપાય શું કરવા ?
દાદાશ્રી : એ તો એની મેળે ઉપાય ખોળે. ત્યાર પછી ઇન્વેન્શન થાય પાછું કે આ ઉપાય કરવો. આ તો નવી વસ્તુ પેસવાની, પેલી જૂની હતી તે છુટી ગઈ. અનુભવની હતી તે તો. હવે ઉપાય ખોળી કાઢો તો જડી આવશે ઉપાય એનો એવી આશા રાખીએ આપણે.
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : જુવાનને સ્વતંત્રતા ના અપાય, પણ આ સ્વતંત્રતા બે પેઢીથી અપાય છે તે સત્યાનાશ વાળી દેશે.
પ્રશ્નકર્તા : મા ને બાપ બન્ને ઘરમાં છે, તો એમાં એક છે તો છોકરાને સ્વતંત્રતા આપવાના પક્ષમાં હોય અને બીજા છે તો સ્વતંત્રતા
સ્વતંત્રતા આપી વાવો સત્યાનાશ; ભૂલ સુધારો હવે, સખી હળવાશ!
પ્રશ્નકર્તા : એ લોકો હંમેશાં આર્ગ્યુમેન્ટ બહુ કરે.
દાદાશ્રી : એ આર્ગ્યુમેન્ટ એટલા માટે કરે કે ‘હું છું તે આ.... મોટા મોટા લેખકો હોય ને અને મોટા મોટા પ્રધાનો હોય, એનાં જેવો થઈ ગયો છું.” એવું માને છે બધાં. “મારા બાપ ને બધા કરતાં હું હોશિયાર છું’ એવું માને છે. તમારા બધાનું જુએ છે ને એને કાચું લાગે છે કે આ લોકો જીવન જીવતાં નથી બરાબર. જીવન તો આપણને જીવતાં આવડે છે. “આપણે જ હોશિયાર છીએ” એવું માને છે એક જાતનું.