________________
૨૧૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨ ૧૧
વકીલને એલ.એલ.બી.નું સર્ટીફીકેટ મળે તે છે આઘુંપાછું થાય છે પછી ? જ્યારે જુઓ ત્યારે..... અને બાપનું આપેલું તો કલાકે કલાકે ફરે. બાપ ધર્મિષ્ઠ હોય તો છોકરાંની ખોડ કાઢ કાઢ કરે. પ્રકૃતિની ખોડ કાઢવી ના જોઈએ. પ્રકૃતિની ખોડ કાઢવાથી ભગવાનને વાત પહોંચે છે. પ્રકૃતિ નિયમિત છે, ‘વ્યવસ્થિત છે.
માતે, બુઢાની બુદ્ધિ બહેર મારી; તો ય પ્રેમથી તો સંબંધ સુધારી!
બંધનમાં છે. આપણે તો એટલું કહેવું પડે કે, ‘વહેલા આવજો.” પછી
જ્યારે આવે ત્યારે ‘વ્યવસ્થિત.’ વ્યવહાર બધો કરવાનો, પણ કષાયરહિત કરવાનો. વ્યવહાર કષાયરહિત થયો તો મોક્ષ ને કષાયસહિત વ્યવહાર તે સંસાર.
આ છોકરો તમારો ને ? હવે એ કોઈ દહાડો સામો થાય છે ખરો ? એ સામો થશે ત્યારે તમે શી રીતે સુખી રહેશો ?
પ્રશ્નકર્તા : એ તો ભગવાનની મરજી.
દાદાશ્રી : વળી મરજી કોઈકને ઘેર એવું કેમ ? આ છોકરાં આપણાં, દવાખાનામાં આપણે જઈએ, ડીલીવરી આપણે કરાવીએ અને પાછી મરજી પારકે ઘેર ? એવું તે હોતું હશે ? મરજી કોઈકની હોતી હશે ? આપણે ઘેર આપણી મરજી. તમે ભગવાનની મરજીનું શાક લાવો છો ? આ સાડીઓ ય તમારી મરજીની જ લાવો છો ને ! અને આમાં ભગવાનની મરજી ?! ભગવાનનો કાગળ-બાગળ કશું કોઈ દહાડો આવેલો ? શી રીતે આ લોકોનું ચાલે છે ગાડું ? કે ધકમ્ ધક્કા જ પછી ? છોકરો સામો થયો કે પછી દહાડો સુખમાં જાય ખરું ને ? (!) પોતાનો છોકરો સામો થાય ખરો ?
પ્રશ્નકર્તા : થાય છે ને !
દાદાશ્રી : એટલે આ દુનિયામાં કશું ના બને એવું નથી ને ! બધું જ બને અને જોખમ કેટલાં બધાં ?! છોકરાં હોય પછી છોડીઓ હતું હોય ! આપણે પૂછીએ કે બહેનો તમે શું કરવા આવી ? ત્યારે કહેશે કે એ પૂછશો નહીં, અમારા હિસાબથી અમે આવ્યા ને તમારા હિસાબથી તમે છો. આવું કહે, તે આપણાથી કશું પૂછાય પણ નહીં. એટલે કોઈ કોઈની ઉપર ઉપકાર નથી કરતા, એવું સરસ છે આ જગત !
પ્રશ્નકર્તા : છોકરાં તોછડાઈથી બોલે છે.
દાદાશ્રી : હા, પણ એ તમે શી રીતે બંધ કરશો ? આ તો સામસામું બંધ થાય ને તો બધાનું સારું થાય.
કોલેજનું સર્ટીફીકેટ આવ્યું કે આઘુંપાછું ના થાયને ? જુઓને, આ
પ્રશ્નકર્તા : છોકરાંઓ એવું માને છે કે બુદ્દાઓમાં બુદ્ધિ ઓછી છે. એટલે એ લોકો આપણું માને જ નહીં. અમે કરતાં હોય એમ કરવા દો અમને, એટલે છોડી દેવાનું એ લોકોને કે ભઈ, ચાલો તમારું ખરું.
દાદાશ્રી : ના. છોડી નહીં દેવાનું. આપણે આપણું કર્યા જવાનું. એ ગમે તેવું બોલે તો ય આપણે આપણું કર્યું જવું. આપણી ફરજ છે, ચૂકાય નહીં. છોકરાં નથી ગાંઠતાં એ આપણી ભૂલો છે, આપણી ખામી છે, ડિફેક્ટ છે.
પ્રશ્નકર્તા : એ ખામી દૂર કરવા માટે શું કરવું ?
દાદાશ્રી : આપણે પ્રેમ કેળવવો જોઈએ. આ તો છોકરાથી રકાબી ભાંગી ગઈ. તારા હાથ ભાંગલા, એમ કહીને છે તે બે-ચાર મુઠીઓ મારી
પ્રશ્નકર્તા : આ જમાનામાં આપણાં જ સંતાનો આપણું સાંભળતાં ન હોય, અને અવળે રસ્તે ચઢી ગયાં હોય. તો એમને કેવી રીતે પાછાં વાળવાં ? અને જો ન માને તો એમને શું કરવું ? જવા દેવાં એમને રસ્તે ?
દાદાશ્રી : શું કરે છે, ના માને તેને ? માને નહીં, તેને શું કરવાનું? આપણામાં બાપ થવાની તૈયારી જ ના હોય, સમજણ જ ના હોય બાપ થવાની, એટલે પછી માને જ કેવી રીતે ? પોલીસવાળાનું ય લોક માને છે, નહિ ? એ પોલીસવાળો છે જો અને આ બાપ થયા તો ના માને ?