________________
૨૦૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : શાના માટે ?
પ્રશ્નકર્તા: કુટુંબમાં બધા પોતાને મન ફાવે એમ રહે, તો એને માટે શું કરવું આપણે ?
દાદાશ્રી : તે આપણે બધા ભેગા થઈને કંઈક કાયદો કરવાનો. કાયદો કરવો કે આ પ્રમાણે રહેવું જોઈએ. ગમે તેવું સ્વચ્છંદી વર્તન ના હોવું જોઈએ. કંઈક કાયદેસર હોવું જોઈએ વર્તન.
પ્રશ્નકર્તા : અને ના માને તો ?
દાદાશ્રી : ના માને તો ગયું. છોકરો ના માને તો છોકરો જુદો થઈ જાય અને બાપ જુદો થઈ જાય.
પ્રશ્નકર્તા: તો પછી જુદા થઈ જઈએ તો કોઈ વડીલ હોય તો કહેશે, તમે કેમ ધ્યાન ન્હોતું રાખ્યું છોકરાઓનું ?
દાદાશ્રી : એ તો કહે તો ખરાં, ટકોર કરે ને લોકો. મૌન રહેવું એ વખતે આપણે. આ વાત તો ખરીને ! આપણી કંઈક ભૂલ તો થઈ તેથી છોકરાની જોડે આવું થયું ને. બધે જ એવું થયા કરવાનું એ તો.
પ્રશ્નકર્તા : ઘરના જે મુખ્ય માણસ હોય, એને જે ચિંતા હોય એ કઈ રીતે દૂર કરવી ?
દાદાશ્રી : કૃષ્ણ ભગવાને શું કહ્યું છે, કે “જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને જે કરવું હોય તે કરે.’ એવું વાંચવામાં આવ્યું છે ?
પ્રશ્નકર્તા : મારું એવું માનવું છે કે માણસે શ્રમ તો કરવો જ જોઈએ, દેખભાળ તો કરવી જ જોઈએ.
દાદાશ્રી : શ્રમ તો પુષ્કળ કરવો. શ્રમ તમે પાંચ વાગે ઊઠીને કર્યા કરો, પણ ચિંતા-વરીઝ તમારે શું કરવા કરવાની જરૂર છે ?
પ્રશ્નકર્તા : ઘરનાં ચાલીસ માણસો ખરાંને, એટલે ચિંતા તો રહ્યા જ કરવાની ને ?
દાદાશ્રી : ના, પણ આ તમે ચલાવો છો ? કષ્ણુ ભગવાન શું કહે છે કે મને ચલાવવા દો ને ! તમે શું કરવા ભાંજગડ કરો છો ?
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૦૯ પ્રશ્નકર્તા : એવું છે, ઘરમાં મારે બધી મહેનત કરવી પડે છે. છોકરાંઓ કશું કરતાં નથી. આપણે છોકરાંઓને શ્રમ કરતાં શીખવાડીએ તો એ બરાબર ચાલે. પણ એ લોકો શ્રમ કશું કરતાં નથી, કામ કશું કરતાં નથી, જે કહીએ તેનાથી ઊલટું ચાલે છે.
દાદાશ્રી : એવું છે, કે આ તો અત્યારનાં છોકરાંઓની ચિંતા આપણે કરવી જોઈએ. પણ ગયા અવતારમાં છોકરાં હતા, તેનું શું કર્યું? દરેક અવતારમાં બચ્ચાં મૂકી મૂકીને આવ્યા છે, જે અવતારમાં આવ્યાને તે અવતારમાં બચ્ચાં મૂકી મૂકીને આવ્યો છે, તે નાના નાના આવડાં રખડી જાય એવું મૂકીને આવ્યો છે. ત્યાંથી જવાનું જરા ય ગમતું નહોતું તો ય ત્યાંથી આવ્યા. પછી ભૂલી ગયો ને પાછાં આ અવતારમાં બીજા બચ્ચાં ! એટલે બચ્ચાંનો કકળાટ શું કરવા કરો છો ? ધર્મને રસ્તે વાળી દો એમને, સારાં થઈ જશે.
એક શેઠ મને કહે, ‘આ મારા છોકરાને કશું કહોને, મહેનત કરવી નથી. નિરાંતે ભોગવે છે.’ મેં કહ્યું, ‘કશું કહેવા જેવું જ નથી.’ એ એના પોતાની ભાગ્યની પુણ્ય ભોગવતો હોય. એમાં આપણે શું કરવા ડખો કરીએ ? ત્યારે એ મને કહે કે, “એમને ડાહ્યાં નથી કરવાં ?” મેં કહ્યું કે જગતમાં જે ભોગવે છે એ ડાહ્યો કહેવાય, બહાર નાખી દે એને ગાંડો કહેવાય ને મહેનત કર્યા કરે એ તો મજુર કહેવાય.’ પણ મહેનત કરે છે એને અહંકારનો રસ મળે ને. લાંબો કોટ પહેરીને જાય એટલે લોકો શેઠ આવ્યા, શેઠ આવ્યા’ કરે એટલું જ બસ. અને ભોગવનારને એવી કંઈ શેઠ-બેઠની પડેલી ના હોય. આપણે તો આપણું ભોગવ્યું એટલું સાચું.
પ્રશ્નકર્તા : છોકરાં એની જવાબદારી સમજીને રહેતાં નથી.
દાદાશ્રી : જવાબદારી ‘વ્યવસ્થિત'ની છે, એ તો એની જવાબદારી સમજેલો જ છે. એને કહેતાં તમને આવડતું નથી તેથી ડખો થાય છે. સામો માને ત્યારે આપણું કહેલું કામનું. આ તો મા-બાપ બોલે ગાંડું, પછી છોકરાં ય ગાંડાં કાઢે.
પ્રશ્નકર્તા : છોકરાઓને ફરવાનું બહુ હોય છે. દાદાશ્રી : છોકરાં કોઈ આપણાં બંધાયેલાં નથી, સહુસહુના