________________
૨૦૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૦૭
અત્યાર સુધી ! એ તો આપણી પાશવતા છે. છોકરાંઓ મારવા માટે નથી. સમજાવીને ડાહ્યો કરવા માટે છે, “એઝ ફાર એઝ પોસીબલ.” અને ના થાય તો એનું નસીબ, આપણું શું ? ખોટ ગઈ તો એને ગઈ, આપણે શું ? જેને નામ કાઢવું હોય તેને ભાંજગડ. આપણે નામ તો કાઢવું નહીં
દાદાશ્રી : કેમ ?
પ્રશ્નકર્તા : બહુ પજવે છે, એમ કહે છે. એ એને પ્રોબ્લેમ (પ્રશ્ન) મોટો છે બેબીનો.
દાદાશ્રી : બધો પ્રોબ્લેમ એને, પહેલેથી કહ્યું, એ ફાઈલ છે. ફાઈલ એટલે પ્રોબ્લેમ જ છે ને !
પ્રશ્નકર્તા : એ જરા એની વધારે છે, બુદ્ધિ બહુ ડેવલપ વધારે થયેલી છે. તો કહે કે એ ઊંધે રસ્તે ના જાય, એની મને બીક લાગે છે.
દાદાશ્રી : ફાઈલ છે એટલે એવી જ હોય. કોઈ ચીકણી હોય, કોઈ મોળી હોય. આપણો હિસાબ જ છે ને આ તો. એટલે ફાઈલ છે. ફાઈલનું કહેવાય નહીં કેવી નીકળે છે !
પ્રશ્નકર્તા : એનો સમભાવે નિકાલ કેવી રીતે કરવો ?
દાદાશ્રી : લે જે, દાદાનું નામ લઈને કરજે ને બધું. હું આશીર્વાદ આપીશ. એ છોકરી છે તે સારી છે. તે કોઈકને ઘરે જતી રહેશે. છોકરો હોત તો આખી જીંદગી સુધી...
પ્રશ્નકર્તા : દુઃખી કરત.
દાદાશ્રી : હં.... માટે એવું ! આપણે મનમાં સમજવું કે એને ઘેર જતી રહેવાની છે. છોકરી છે તે વાંધો નહીં. છોકરો હોય તો મારીને પાંસરો કરે. ના સમજણ પડી ?
પ્રશ્નકર્તા : હા, બરાબર છે.
દાદાશ્રી : એટલે અમને તરત જ વિચાર આવ્યો કે આ છોકરી છે ને ! દસ વર્ષ સુધી ગ્રહ નડે, પછી ? એને ઘેર જતી રહે. એને ધણી એવો મળી આવે પાછો. છોકરો હોય તો ઉપાધિ. ઠેઠ ખાટલામાં પડ્યા હોય તો ય હજુ પાણી-પાણી મૂઓ કરાવતો હોય.
પ્રશ્નકર્તા : એવી ફાઈલ ચીકણી હોય, તો, એને મારીને સીધી કરવાની ? એને ઝાટકવાની ?
દાદાશ્રી : બળ્યું, એ મારવાથી સુધરતું હોય તો મારીને સુધરે નહીં
મેં એક ભઈને પૂછયું, તમારે નામ કાઢવું છે ? ત્યારે કહે, ના બા, હું તો થાક્યો. કંટાળ્યો આ ફાઈલોથી. મેં કહ્યું, મને સોંપી દો. તે પછી આ ચીકણી ફાઈલો બધી મને સોંપી દીધી. હવે એ ય રાગે પડી ગઈ. પેલો તો કહે, હવે મારે તો દાદાના આશીર્વાદ જોઈએ છે. તે ખરો ફાવી ગયો. એટલે એમને શાંતિ થઈ ગઈ. મને સોંપી દેવી ચીકણી ફાઈલો.
હું કંઈ એનું પ્રારબ્ધ બદલી શકું નહીં, પ્રારબ્ધ તે કંઈ બદલાય નહીં, પણ પ્રારબ્ધ ઢીલું કરી આપું. દુ:ખ આવવાનું હોય ને તેને હલકું કરી આપું. ભાગાકાર કરતાં આવડે ને બળ્યું !
પ્રશ્નકર્તા: હા જી.
દાદાશ્રી : એટલે આપણે ભગવાનને કહી દેવું કે શેષ તમારી, ભાગાકાર મારો. ભાગાકાર કરતાં કરતાં શેષ વધે તે તમારી અને ભાગાકાર મારો પછી.
સમજો શું છે કુદરતનો જવાબ; બાપ કરે મજૂરી કે દીકરો જવાબ!
પ્રશ્નકર્તા : એકબીજા સાથે મેળ નથી બેસતો. બધા એકબીજા સાથે લડ્યા વગર રહે, એને માટે શું કરવું ?
દાદાશ્રી : ના બેસે, કોઈ દા'ડો બેઠો જ નથીને. આ કળિયુગ છે ને, સયુગમાં બેસતો હતો. મને તમારા ફાધર કહેતા હતા, મને કોઈની જોડે મેળ નથી.
પ્રશ્નકર્તા : બધા મનમોજી રીતે રહે, જેને જેમ રહેવું હોય એમ રહે. એનું શું કરવું ?