________________
૨૦૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૦૫
આપણે ખાનદાન કવૉલિટી, આપણે અનાડી ન હોય. આપણે આર્ય પ્રજા છીએ અને બેનોએ વેર ના વાળવું જોઈએ કોઈ પણ રીતે, એમણે એમની મર્યાદામાં રહેવું જોઈએ. આપણે આપણી મર્યાદામાં રહેવું જોઈએ.
પ્રશ્નકર્તા છોકરાઓ જોડે કકળાટ, ઝઘડો થઈ જાય છે. તે એનું શું કારણ ?
દાદાશ્રી : એ તો મા થતાં નથી આવડતું એટલે. છોકરાં તો બાળકો છે બિચારાં, એ તો તોફાન કરે જ ને ! પણ માને મા થવું જોઈએ ને ! તે તોફાન વધારે કરે ને તો ધીબ ધીબ કરે.
છોકરાં સાચવો ગ્લાસ વીથ કેર; આ છે ભારતના ભાવિ હેયર!
નથી ને બાપ થયો છે તે પરાણે અજાણપણે બાપો થઈ ગયો છે. આ તો દૂધીયું વાવ્યું, એટલે દૂધીયું પહેલાં બે પાંદડા ફૂટે. પછી પાંદડે પાંદડે આવડું દૂધીયું બેસે.
ત્યારે આ ધીબવાની વસ્તુ ના હોય. એ બંડલ ઉપર લખ્યું હોય કે “ગ્લાસ વીથ કેર.” તો એ લોકો કેવી રીતે ઉતારે ?
પ્રશ્નકર્તા: સાચવીને ઉતારે. દાદાશ્રી : પેલી સીમેંટની ગુણીઓ ઉતારે એવું નહીંને ?!
આ બાળકો છે, એ કંઈ લોખંડના ઘડેલા નથી કે ઘણથી મારવાનાં હોય ! આ તો ‘ગ્લાસ વીથ કેર.” ગ્લાસને વધારે મરાય ?
પ્રશ્નકર્તા : સાચી વાત છે.
દાદાશ્રી : ‘ગ્લાસ વીથ કેર’ એટલે પછડતું ના નાખે અને સાચવીને ઉતારે. આપણા છોકરાં પછડતાં નાખે છે. અલ્યા મૂઆ, આ છોકરાં એ તો ‘ગ્લાસ વીથ કેર' છે, સાચવીને મૂક. લોકો છોકરાં પડતાં નાખે છે. આ છોકરાં એટલે તો ભાવિ પેઢી આપણા હિન્દુસ્તાનની છે. એને કેમ બગાડાય તે ! આમને સોંપીને તો જવાનું આપણે દુનિયામાંથી. દુનિયા આમને સોંપવાની બધી, જુઓને ભઈબંધ હતાને તે સોંપીને ગયાને બધાને ! સોંપીને જ જવાનું છે. હવે પછી મેં છોકરાઓ સુધારવા માટે ‘ગ્લાસ વીથ કેર” લખ્યું છે. હવે બોક્સની પાછળ જુઓ તો ખરાં.
પ્રશ્નકર્તા: ગ્લાસ વીથ કેર.
કેટલાક તો છોકરાને માર માર કરે, આ મરાતી હશે ચીજ ?! આ તો ગ્લાસવેર છે. ગ્લાસવેર તો ધીમે રહીને મૂકાય. ગ્લાસવેરને આમ ફેંકે તો ? હેન્ડલ વીથ કેર ! એટલે ધીમે રહીને મૂકવાનું. હવે આવું ના કરાય.
પ્રશ્નકર્તા : ઘરમાં છોકરાં-છોકરીઓ ગાંઠતાં નથી. હું ખૂબ વઢું છું તો ય કઈ અસર થતી નથી.
દાદાશ્રી : આ રેલવેનાં ‘પાર્સલ’ પર ‘લેબલ’ મારેલું તમે જોયું છે? “ગ્લાસ વિથ કેર’ એવું હોય છે ને ? તેમ ઘરમાં પણ ‘ગ્લાસ વિથ કેર' રાખવું. હવે ગ્લાસ હોય અને તમે હથોડા માર માર કરો તો શું થાય ? એમ ઘરમાં માણસોને કાચની જેમ સાચવવાં જોઈએ. તમે એ બંડલ પર ગમે તેટલી ચીઢ ચઢી હોય તો ય તેને નીચે ફેંકો ? તરત વાંચી લો કે ‘ગ્લાસ વિથ કેર !” આ ઘરમાં શું થાય છે કે કંઈક થયું તો તમે તરત જ છોકરીને કહેવા મંડી પડો, ‘કેમ આ પાકીટ ખોઈ નાખ્યું ? ક્યાં ગઈ હતી ? પાકીટ કેવી રીતે ખોવાઈ ગયું ?” આ તમે હથોડા માર મારી કરો છો. આ ‘ગ્લાસ વિથ કેર' સમજે, તો પછી સ્વરૂપજ્ઞાન ના આપ્યું હોય તો ય સમજી જાય.
આપને સમજાયું ને ? છોકરાં એ ‘ગ્લાસ વીથ કેર છે.’ મૂઆ સમજતા નહીં. છોકરાંને ધીબવાનાં હોય ?! પણ એ સમજણ જ પડતી
છોડીને મારવાથી વળાય? પાસ્કી થાપણ, સોંપી દે ‘દાદાય'!
લે તું કંઈ પૂછતી કરતી નહીં ને જોયા કરે છે ! વાંધો નહીં, એ તો પૂછાય બધું.
પ્રશ્નકર્તા : હું પૂછું એના વતી. એને એક બેબી છે, પણ એણે એને સાચવવી બહુ ભારે પડે છે.