________________
૨૦૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૦૩
એ શું બરાબર કહેવાય કે શું કરવું ત્યાં ?!
દાદાશ્રી : હા, પણ જે કરે છે, આપણે જોયા કરવાનું. પ્રશ્નકર્તા : કશું કહેવાનું નહીં ?
દાદાશ્રી : ‘ચંદુભાઈ’ એને વઢતા હોય, મારતા હોય તો ય જોયા કરવાનું, પણ વધુ મારે ત્યારે કહેવું કે ભઈ આવું ના મરાય.
પ્રશ્નકર્તા: હવે મારવાનું નહીં. પણ શું છે, આપણે જાણતા હોઈએ કે આ ‘ચંદુભાઈ” જ કરે છે. પણ એ જે અંદર ડખલ કરી એની ક્રિયામાં, એ યોગ્ય છે કે અયોગ્ય છે ? - દાદાશ્રી : કરવું બધું ય. ડખો, ટકોર-બકોર બધું ય કરવું. કરવી એવો ભાવ ના હોવો જોઈએ, શું થાય છે એ જોવાનું. કરવી એ તો કરવાપણું રહ્યું જ નહીંને હવે. કર્તાપદ જ રહ્યું નહીં ને હવે શું થાય છે એ જોયા કરવાનું. એ ડખો કરી નાખે તે જોવું અને આ સારું કરે તે ય જોવું !
પ્રશ્નકર્તા: છોકરાઓ બહુ તોફાની થઈ જાય, તો પછી સમાજ એને સ્વીકારે નહીંને.
દાદાશ્રી : હા, પણ તમારામાં સુધારવાની શક્તિ હોય તો સુધારો. પણ મારી-ઠોકીને ના સુધરે છે. મારી ઠોકવાના એક જ રસ્તાથી ના સુધરે. એ તો પધ્ધતસર સુધરે.
પ્રશ્નકર્તા : એટલે એને દસ મિનિટ ઊભા રાખીએ અથવા એવી રીતે પનિશ (શિક્ષા) કરીએ, તો એના આત્માને હર્ટ (દુ:ખ) થાય ?
દાદાશ્રી : શિક્ષા કરવાથી શું ફાયદો કાઢવાનો, શિક્ષા કરીને ! શિક્ષા કરવા કરતાં તને ઠીક લાગે એ ભગવાનનું નામ લેજે, કહીએ. અને માફી માગજે, તો કંઈક એમાં મન સારું થાય બળ્યું. એમ માનો ને તમને શિક્ષા કરે ધણી તો તમે શું કરો ?! મનમાં એમ થાય કે ક્યારે વખત આવે તો એમનું તેલ કાઢી નાખું. એમને મારા ઘાટમાં આવવા દો! મજા નથી આમાં, આવું ના હોય. જેવા છે એવા, તમે જો પ્રેમ રાખો તો જગત પ્રેમવાળું હશે. જગત તમારો ફોટો જ છે, અરીસો જ છે બધો તમારો.
મારી પાસે પચાસ હજાર માણસ છે, પણ મારે કોઈની જોડે મતભેદ પડતો નથી. એ મને કહે કે “તમે દાદા ચોર છો.’ તો હું કહું, ‘બેસ ભઈ, મને શી રીતે ચોર છું ?” એ મને તું સમજાવ. ત્યારે કહે છે, તમારા કોટની પાછળ લખ્યું છે કે ‘દાદા ચોર છે.’ કહ્યું, ‘કરેક્ટ.' લખેલું હોય તો પછી એવું કહે જ ને લોકોએ લખ્યું હોય તો ના કહે ?!
પ્રશ્નકર્તા: હા, કહે. તો પછી બધો સમાજ છે તો એમ કહે કે, આ મા બરાબર નથી, છોકરાંઓને સાચવતી નથી. એવી રીતના માને બધા વગોવે કે, એવું ના થાય ?
દાદાશ્રી : એ તો આપણા મનના ખોટાં ભય છે, લોકો મને આમ માનશે ને તેમ માનશે ! છોકરાંઓ સુધરવાં જ જોઈએ આપણાં. આપણા સંસ્કાર એવા સુંદર કરી નાખો કે છોકરાંઓ સુધરે. આ તો છોકરાંઓ શું કરે છે કે પપ્પા ને મમ્મી બે વઢતા હોય ચાળા કરીને, તે ઘડીએ બાબો એમ જોયા કરે. ‘પપ્પો જ ખરાબ છે, આ મમ્મી તો બિચારી સારી છે.' તે ઘણા મા-બાપને તો મેં ઇન્ડિયામાં કહી દીધેલું કે મૂઆ આવું ના કરશો, નહીં તો એ છોકરાં મોટા થશે ને, ત્યારે મમ્મી ને છોકરાં બધા ભેગા થઈને તમારું તેલ કાઢી નાખશે. માટે એવું ના કરો. આ પ્રેમમય જીવન જીવો. આવું શા માટે કરો છો ?!
હવે તમે હિતમાં કરવા જાવ છો. તમે અહિત નથી કરતા, પણ હિત કરતાં આવડતું નથી, તેનું શું થાય તે ?! જીવન જીવવું એ તો કળા છે. હિત કરતાં ના આવડવું જોઈએ ! મારે કોઈ માણસ જોડે મતભેદ નથી પડતો, એનું શું કારણ હશે ?! તો તમારે પચાસ-સો માણસ જોડે મતભેદ ના પડવો જોઈએ એટલું ના કરવું જોઈએ એટલું ?
પ્રશ્નકર્તા : કરવું જોઈએ.
દાદાશ્રી : હં. માટે થઈ શકે એમ છે, તમે નક્કી કરો એક વાર કે આપણે આમ જ જીવન જીવવું છે આવું. તો તમારી લાઈફ ઊલટી સુધરી જાય છે સરસ. અને આપણા ઘરના માણસોને તો સુખ હોવું જ જોઈએ. તમારે મારવાનો શોખ હોય તો બહાર પોલીસવાળાને મારીને આવો. પણ આ લોકોની જોડે કશું એવું ના કરો. તમને શોખ હોય તો બહાર તમારા હાથ ઊંચા કરો અને અહીં ઘરમાં ?! ના શોભે આપણને.