________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૦૧
૨૦૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર ગયું પેલી છોકરીને !
પ્રશ્નકર્તા : તો આનું સોલ્યુશન શું?
દાદાશ્રી : ના, ના. એ છોકરાઓ ડિસિપ્લિન રાખે છે ને, તે ડિસિપ્લિન્ડ પુરુષો પાસે જ રાખે છે. પણ અનુ-ડિસિપ્લિન્ડ પાસે એ ડિસિપ્લિન રાખે જ નહીં. એટલે બધો મા-બાપનો જ દોષ છે.
એક ભાઈ હતા. તે રાત્રે બે વાગે શું શું કરીને ઘેર આવતાં હશે તેનું વર્ણન કરવા જેવું નથી. તમે જાણી જાઓ. તે પછી ઘરમાં બધાંએ નિશ્ચય કર્યો કે આમને વઢવું કે ઘરમાં પેસવા ના દેવાં ? શો ઉપાય કરવો ? તે તેનો અનુભવ કરી આવ્યા. મોટાભાઈ કહેવા ગયા, તો એ મોટાભાઈને કહે કે, ‘તમને માર્યા વગર છોડીશ નહીં.” પછી ઘરનાં બધાં મને પૂછવા આવ્યા કે, “આનું શું કરવું? આ તો આવું બોલે છે.” ત્યારે મેં ઘરનાંને કહી દીધું કે, “કોઈએ તેને અક્ષરે ય કહેવાનું નહીં. તમે બોલશો તો એ વધારે ‘ફ્રેટ' થઈ જશે, અને ઘરમાં પેસવા નહીં દો તો એ બહારવટું કરશે. અને જ્યારે આવવું હોય ત્યારે આવે ને જ્યારે જવું હોય ત્યારે જાય. આપણે રાઈટે ય નહીં બોલવાનું ને રોંગ ય નહીં બોલવાનું. રાગે ય નહીં રાખવાનો ને પે ય નહીં રાખવાનો. સમતા રાખવાની, કરુણા રાખવાની.” તે ત્રણ-ચાર વર્ષ પછી એ ભાઈ સરસ થઈ ગયો ! આજે એ ભાઈ ધંધામાં બહુ મદદરૂપ થાય છે ! જગત નાકામનું નથી, પણ કામ લેતાં આવડવું જોઈએ. બધા જ ભગવાન છે, અને દરેક જુદાં જુદાં કામ લઈને બેઠાં છે, માટે ના ગમતું રાખશો નહીં.
રહે છે કે નથી રહેતું ?
પ્રશ્નકર્તા : રહે ને.
દાદાશ્રી : પછી શો વાંધો છે ? એવું છે ને ખરી રીતે તો આપણું સાયન્સ શું કહે છે કે મારતી વખતે તમે એને જોયા કરો. ‘ચંદુભાઈ છોકરાંને મારતાં હોય તે ઘડીએ તમારે ‘ચંદુભાઈને જોયા કરવું. ‘ચંદુભાઈ શું કરી રહ્યા છે, એટલું જ જોયા કરવાનું અને પછી ‘ચંદુભાઈને કહેવાનું કે આ તમે અતિક્રમણ કર્યું, શા માટે આ બિચારાને માર્યું ? તમારાથી આવું વઢાય, તમે કેમ વસ્યા ? માટે આ બધાનું પ્રતિક્રમણ કરો. એટલે ‘ચંદુભાઈ’ છોકરાંને મારે તે ઘડીએ તમારે જાણ્યા જ કરવું અને જોડે જોડે પ્રતિક્રમણ કરાય કરાય કરવું. આવું ફાવે ને ?
એક માણસ સંડાસના બારણાંને લાતો માર માર કરતો હતો. મેં કહ્યું કે કેમ લાતો મારો છો ? ત્યારે કહે છે કે બહુ સાફ કરું છું, તો ય ગંધાય છે. ખૂબ સાફ કરું છું તો ય ગંધાય છે. બોલો, હવે એ મુર્ખાઈ કેટલી બધી કહેવાય ? જાજરૂના બારણાને લાતો મારીએ તો ય ગંધાય છે. તેમાં ભૂલ કોની ?
પ્રશ્નકર્તા : લાતો મારનારની.
દાદાશ્રી : કેવડી મોટી ભૂલ કહેવાયને ? કંઈ દરવાજાનો દોષ છે બિચારાનો ? આ લાતો મારી મારીને જગત આખું ગંધાય તેને સાફ કરવા જાય છે. પણ એ સંડાસના બારણાને લાતો મારીને પોતાને ઉપાધિ થાય છે અને બારણાં ય તૂટી જાય છે.
કેટલી બધી આ મુશ્કેલીઓ. સંસાર બધો મુશ્કેલીમાં મુકાયો છે, નહીં સમજણ પડવાથી મુશ્કેલીમાં મુકાયો છે. આ મુશ્કેલી સોલ્વ થઈ જાય કે કલ્યાણ થઈ ગયું.
પ્રશ્નકર્તા : હવે બીજું કહીએ ને કે ડખોડખલ કરવી નહીં અને જોયા કરવું બધું. હવે ઘરમાં ચાર વર્ષનું બાળક હોય અને કંઈ ખોટું કરતો હોય, તે આપણને એમ કે હવે આ એને સમજણ ઓછી છે એટલે લાવ આપણે એને ટકોર કરીએ કે વઢીએ, ડખો કરીએ. એવું થઈ જાય આપણાથી, આપણે એવું કરવું પડે, આપણું બાળક છે એમ કરીને. તો
જ્ઞાતમાં શું બને તે જઓ: સાથે પ્રતિક્રમણથી ધૂઓ
પ્રશ્નકર્તા : આખો દહાડો છોકરાં બહાર રખડે. ઘરનું કામ હોય, અગત્યનો ફેરો ખાવાનો હોય, તેવું તો એણે કરવું જોઈએ ને. વઢીએ તો ય કશું કરે નહીં. પછી મૌન રહેવાય નહીં ને છોકરા પર હાથ ઉપડી જાય.
દાદાશ્રી : ના, એવું મૌન થઈ જવાય નહીં. તમારે શુદ્ધાત્માનું લક્ષ