________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : આપણામાં કહે ને કે બાળક ઉપર ધાક રાખવી માબાપે. દાદાનું શું માનવું છે ? બાપ કે માની ધાક હોવી જોઈએ ? કેવી હોવી જોઈએ ?
૧૯૯
દાદાશ્રી : હા. ધાક તો ફક્ત આંખની જ હોવી જોઈએ, હાથની નહીં. અને રોજ જે પ્રેમ આપતા હો ને, તે બંધ કરીએ એટલે એની મેળે જ મહીં સમજી જાય.
પ્રશ્નકર્તા : એવી તમે મહાત્માઓ ઉપર રાખો છો ને !
દાદાશ્રી : હા, રાખું છું. એવી સહેજ રાખીએ નહીં ને તો એને ખબર શી રીતે પડે ? દંડ થયેલો એવું ! એટલે જાગૃતિ રાખવા માટે. એટલે આ આવી રીતે કરવું, એને બીજું કંઈ મરાય નહીં. છોકરાંઓને સોળ વર્ષ પછી તો મિત્ર જ કરી નાખવાનો, સોળ વર્ષ સુધી ટકોર કરવી જોઈએ.
છોકરાંને સમજણ પડાય. સમજાવી-પટાવીને કામ લેવાનું. એ તો મરાય નહીં બિચારાને. એમની બુદ્ધિ હજુ પ્રગટ થઈ નથી, મારવાથી ઊલ્ટું ભડકી જાય. આ તો બે ધોલો મારી દે. અલ્યા મૂઆ, ના મરાય છોકરાંને. એ તો ફૂલ જેવાં કહેવાય.
પ્રશ્નકર્તા : અહીંયાં બહારના જે અમેરિકનો છે, અમેરિકનોનું વાતાવરણ જે છે, એમનાં જે સંસ્કાર, એની અસર આપણા બાળકો ઉપર ના પડે ?
દાદાશ્રી : પડે. આપણે ઘેર છે તે માર-માર કરીએ છોકરાને, તો એ રક્ષણ ખોળે. એટલે જવાન ફ્રેન્ડ મળી આવે કે થયું, ચાલ્યું. આપણે તો છોકરાને માર-માર ના કરાય, છોકરાને તો મનમાં એમ થાય કે ક્યારે ઘેર જઉં તો મારા પપ્પાજીની પાસે બેસું. એટલો બધો પ્રેમ હોવો જોઈએ. આ તો માર-માર કરે એટલે પ્રેમ જ ના હોય બિચારાં, એટલે ગમે ત્યાં રખડી મરે છે. સમજાય એવી વાત નથી ?
પ્રશ્નકર્તા : મારવાથી છોકરાં સુધરે કે નહીં ?
દાદાશ્રી : કોઈ દહાડો સુધરે નહીં, મારવાથી કશું સુધરે નહીં. આ ‘મશીન’ને મારી જુઓ તો ! એ ભાંગી જાય. તેમ આ છોકરાં ય ભાંગી
મા-બાપ છોકરાંનો વ્યવહાર
જાય. ઉપરથી સાજાં સમાં દેખાય, પણ મહીં ભાંગી જાય. બીજાને ‘એન્કરેજ’ કરતાં ના આવડે તો પછી મૌન રહે ને, ચા પીને છાનોમાનો. બધાંના મોઢાં જોતો જા, આ બે પૂતળાં કકળાટ માંડે છે તેને જોતો જા. આ આપણા કાબુમાં નથી. આપણે તો આનાં જાણકાર જ છીએ.
મારવાથી જગત ના સુધરે, વઢવાથી કે ચિઢાવાથી કોઈ સુધરે નહીં. કરી બતાવવાથી સુધરે છે. જેટલું બોલ્યાં તેટલું ગાંડપણ.
વંઠેલાતે વાળો વીતરાગતાથી; નહીં તો સામો થશે નિર્દયતાથી!
૧૯૯
પ્રશ્નકર્તા : છોકરાંઓને બહુ કહ્યા પછી પણ જો ના વળતાં હોય તો પછી એમને મારવાં ? ઘેરથી બહાર કાઢવાં કે પછી એમને એમનાં જે હાલ થાય તે પર છોડી દેવાં ?
દાદાશ્રી : બીજા કોઈને મિલકત આપવાની હોય તો ઘર બહાર કાઢજો. પણ ત્યારે એ દાવો માંડે, એના કરતાં ઘરમાં રહેવા દેજોને ! તમે કહો કે મારી જાતે મિલકત નહીં આપું ? તો એ દાવો માંડશે, એટલે ખોટું તો દેખાશે ને ! ઘરે રાખીને શોભા રાખજો. માર માર તો કરશો જ નહીં. કારણ કે એ જોરદાર વધારે હોય મૂઓ, આપણે ફૈડા થયેલા હોઈએ ત્યારે બદલો વાળે.
પ્રશ્નકર્તા : આ કેવી રીતે પ્રશ્ન સોલ્વ કરવો ? જો છોકરાઓને આપણે આપણા રસ્તે લાઈનમાં ના લઈએ, ન વાળી શકતા હોઈએ, તો શું કરવું જોઈએ ?
દાદાશ્રી : આપણું કહેલું ના માનતા હોય તો ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : થઈ રહ્યું, આપણે હાથમાંથી લગામ છૂટી ગઈ. પછી કરવું શું તે ?
એ મારી પાસે મોકલે તો સુધારી આપીએ. બાકી કોઈ સુધારનારો છે નહીં. આ ફેરે છોકરીને કહ્યું કે મીટ નહી ખાવાનું. તે ઓલરાઈટ થઈ