________________
૧૯૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૯૫
તે જ હોય, પિત્તળનો હોય તે પિત્તળનો જ. ને કાંસાનો હોય તે કાંસાનો જ રહે. પિત્તળને માર માર કરે તો એને કાટ ચડ્યા વગર રહે ? ના રહે. કારણ શું ? તો કહે, કાટ ચઢવાનો સ્વભાવ છે એનો. એટલે મૌન રહેવાનું. જેમ સીનેમામાં ના ગમતો સીન આવે તો તેથી કરીને ત્યાં આપણે જઈને પડદો તોડી નાખવો ? ના, એ ય જોવાનું. બધા જ ગમતાં સીન આવે કંઈ ? કેટલાક તો સીનેમામાં ખુરશી પર બેઠા બેઠા બૂમાબૂમ કરે કે, ‘એ ય મારી નાખશે, મારી નાખશે !' આ મોટા દયાળુનાં ખોખાં જોઈ લ્યો ! આ તો બધું જોવાનું છે. ખાવ, પીવો, જુઓ ને મઝા કરો !!
ડરાવીતે કરવા જાય કંટ્રોલ; પ્રેમ સિવાય ત જીતાય, ડફોળ!
ઘરમાં ધણીને પણ ભય ના લાગે આપણો. છોકરાંને કોઈને આપણો ભય ના લાગે. એવી રીતે જીવન જીવવું જોઈએ.
પ્રશ્નકર્તા : હું એવા આશયથી કરતી નથી કે એમને ભય લાગે, પણ કદાચ કંઈ લાગતો હોય તો આપણને ખબર નથી.
દાદાશ્રી : કોઈ પણ કારણે ભય ના લાગવો જોઈએ. પ્રેમસ્વરૂપ થવું જોઈએ. ભય ના લાગવો જોઈએ આપણો.
પ્રશ્નકર્તા : હવે એવો પ્રયત્ન કરીશું. દાદાશ્રી : હા. તમને ભય લગાવો એવું ગમે છે ? પ્રશ્નકર્તા : કંટ્રોલ રાખવો ગમે છે.
દાદાશ્રી : હા. ભયથી જ તમે શીખવાડો. મોટો થશે ભયથી, પછી કલ્યાણ કાઢી નાખશે (!)
પ્રશ્નકર્તા : બાળકને આપણે કંટ્રોલ તો રાખવો પડેને, એટલે કંટ્રોલ રાખવા માટે પછી એને બીક તો લાગે જ ને, આપણે એવું કંઈ કરીએ તો ! એને ડિસિપ્લિન તો શીખવાડવી પડેને ?!
દાદાશ્રી : પછી ડિસિપ્લિનવાળા થયા છે ખરાં ?
પ્રશ્નકર્તા : અમુક વસ્તુમાં પછી એ શીખે છે કે આ ખોટું છે કે આ સાચું છે.
દાદાશ્રી : ગપ્યું છે બધું ! કોઈને ય ભય નહીં પમાડવાં જોઈએ. આપણને કોઈ પમાડે, તે આપણે સહન કરી લેવાનું. કેટલાક લોક ઘેર કોઈને મારામાર ના કરે પણ ભય બહુ પમાડે, બીતી ને બીતી રહે બિચારી, વાઈફ. છોકરાં રાત-દહાડો બીતાં ને બીતાં રહે. મૂઆ, આવું શું કરવાં કરે છે ?! ભય તો કોઈ જીવ ના પામવો જોઈએ આપણાથી. આ ભય કોણ પમાડે કે વાઈલ્ડ જાનવરો છે, તે ભય પમાડે અને વાઈલ્ડ માણસો. જેવા જાનવરો વાઈલ્ડ હોય છે, એવા માણસો પણ વાઈલ્ડ હોય છે તે ભય પમાડે. બાકી આ ગાયો, ઘોડા કંઈ કોઈને ભય પમાડે ? એક દીપડો આવ્યો હોય તો આખા રોડ ઉપર માણસ આઘુંપાછું થઈ જાય. એવા માણસો ય વાઈલ્ડ ખરાં. જોયેલા માણસો વાઈલ્ડ ?
પ્રશ્નકર્તા : નથી જોયા.
દાદાશ્રી : આપણા હિન્દુસ્તાનમાં ઘેર ઘેર મૂઆ છે. છોકરાં ય દરરોજ કહે, “પપ્પા મારશે, પપ્પા મારશે.” પપ્પો મારે ય ખરો.
પ્રશ્નકર્તા : પહેલાંના જમાનામાં કહેવાતું હતું કે સોટી વાગે ચમ ચમ ને વિદ્યા આવે ઘમ ઘમ. જ્યાં સુધી માર ના પડે ત્યાં સુધી વિદ્યા ચઢે નહીં એમ.
દાદાશ્રી : પહેલાના જમાનામાં તો એ એકલી કહેવત નહોતી. ‘બુધ નાર પાંસરી’ કહેતાં હતાં. એ જમાનાની આ વાતો બધી, ડેવલપ જમાનાની નહીં. તે દહાડે અગિયાર વર્ષનાં થતાં ત્યાં સુધી લુંગી પહેરતાં ન્હોતા. તે જમાનાની વાત આ અને અત્યારે કેવડાં છોકરાં લુંગી પહેરે છે ?! જન્મે ત્યારથી હોય.
પ્રશ્નકર્તા : પણ દાદા, અમુક વાતનો તો ભય હોવો જ જોઈએ. ધારો કે પરીક્ષાનો ભય ન હોય, તો છોકરાં વાંચે જ નહીં.
દાદાશ્રી : પણ વાઈલ્ડ ભય નહીં હોવો જોઈએ. વાઈલ્ડ ના હોવો જોઈએ. ભય વડીલ તરીકેનો હોવો જોઈએ.