________________
૧૯૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર બગાડે ! શું કાઢયું સારમાં ? સાર કશો કાઢવાનો નહીં !!
મોટાભાઈ કચકચ કરતા હોય ને, તો ય આપણે કચકચ કરવા જેવી નથી. એ આપણને મૂરખ જાણે તો મૂરખ જાણવું. એમના હાથમાં કંઈ ઓછો કાયદો છે મોક્ષે લઈ જવાનો ? દાદાની પાસે સર્ટીફીકેટ લેવું,
બસ !
અને બને એવું આપણા સંજોગમાં આવે છે, તો એની જોડે એવું વર્તન કરવું કે એની છાપ પડવી જોઈએ. તમને જ્ઞાન છે તો તમે છાપ પાડી શકો કે ના પાડી શકો ? પેલો અકળાયો હોય તો તમે શાંત રહી શકો કે ના રહો ?
પ્રશ્નકર્તા : ચોક્કસ.
દાદાશ્રી : પછી એને છાપ પડે કે ઓહોહો ! આ કેવા માણસ છે. તે જુઓને હું ગુસ્સે થયો છું, તો ય કેવા શાંત છે આ ! પણ તે એ છાપ જ ક્યાં પડે છે અત્યારે તો. જો છોકરો ચીઢાયો એટલે બાપ બાર ગણું ચીઢાય. ત્યારે છોકરો કહેશે, આવી જાવ !!!
આ જેટલાં મા-બાપ છે, તે છોકરાંને લઢે છે. એની છોકરાંઓ કંઈ નોંધ નથી કરતાં. એના કરતાં વઢ્યા વગરનું હોય છે, તેની નોંધ થાય છે. કારણ કે આ દુષમકાળમાં ફાધર પ્રત્યે એટલી બધી પૂજ્યતા નથી હોતી. આ દુષમકાળના પ્રતાપે એટલે પછી ઊંધું કરે છે !
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૯૩ દાદાશ્રી : બાપનો ઠંડો હોય ને પેલાનો ગરમ હોય, તો લઢવું શા માટે પણ ?
પ્રશ્નકર્તા : છોકરો લઢે એટલે એ લઢે એમ.
દાદાશ્રી : પછી બાપ શું કરે ? બાપ પછી શું કહે ? મારા મોઢામાં આંગળા ઘાલીને તું બોલાવડાવું છું. પણ જો ઠંડા છો, તો તમારે બોલવાની જરૂર છે આ ? પણ ના રહેવાય, ઠંડા શી રીતે રહે ? કારણ કે એ પોતે ચંદુભાઈ છે. ખુદાનો બંદો થયો હોત તો ના ભાંજગડ આવત. પણે એ તો ચંદુભાઈ રહ્યા છે. એટલે આ ભાંજગડ અડે જ ને પછી ! હવે ખરી રીતે બાપ-દીકરાને વઢવાડો થાય છે, એમાં દીકરાની ય ભૂલ નથી ને બાપની ય ભૂલ નથી. કર્મની ફાચર છે. કર્મ પેલાને ઉશ્કેરે છે અને આને ય ઉકેરે છે, કર્માધીન, કરૂણા ખાવા જેવું ! એને આપણાં લોક કહેશે, શું આ બાપને ગાળો દે છે ? નાલાયક માણસો !” ના, અભિપ્રાય ના આપશો ભઈ. ‘એ દે છે કે કોઈ દેવડાવે છે ?' એ તમને ખબર નથી. શા માટે અભિપ્રાય આપો છો ? એ દે છે કે કોઈ દેવડાવે છે ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : હા, દેવડાવે છે.
દાદાશ્રી : હા. કો'ક દેવડાવે છે. કોઈ ભૂતનું વળગણ છે એની પાછળ. આપણાં લોકો ન્યાય કરી નાખે. ‘શું આ નાલાયક છે, બાપને ગાળો દે છે !! ના, તું ન્યાય ના કરીશ મુ. તારે ન્યાયાધીશ થવાની જરૂર નથી. વાળવું હોય તો વાળ બન્નેને. તને વાળવાનો અધિકાર છે, ન્યાયાધીશ થવાનો અધિકાર નથી. કારણ કે કર્મનાં ઉદયો બધું લઢાવે છે બિચારાને. કર્મનાં ઉદયો બધું આ કરે છે અને સારું રાખે છે તે ય કર્મનાં ઉદયો. આ તો મારો સ્વભાવ સારો તે ઘરમાં હું ઝઘડો થવા દેતો નથી. પણ એ તો એક અહંકાર છે. કર્મના ઉદય સારા છે, તે એટલે ઝઘડા નથી થયા.
જેને સંસાર વધારવો હોય તેણે આ સંસારમાં વઢવઢા કરવી, બધું ય કરવું. જેને મોક્ષે જવું હોય તેને અમે ‘શું બને છે? તેને “જુઓ” એમ કહીએ છીએ. આ સંસારમાં વઢીને કશું સુધરવાનું નથી, ઊલટો મનમાં અહંકાર કરે છે કે હું ખૂબ વઢ્યો. વઢ્યા પછી જુઓ તો માલ હતો તેનો
તથી ભલમાં દીકરો કે ફાધર; લઢાઈ છે પૂવેકમેતી ફાચર!
લઢવાનો શોખ હોય છે ? છોકરા ને બાપ લઢે ખરાં, પણ લઢવાનો શોખ કોને હોય છે ?
પ્રશ્નકર્તા : એ તો જેનું માથું ગરમ હોય એ લઢે. જેનો જેનો સ્વભાવ ગરમ હોય તે લઢે. એમાં છોકરાનો સ્વભાવ ગરમ હોય તો છોકરો લઢે ને બાપનો સ્વભાવ ગરમ હોય તો બાપ લઢે.