________________
૧૯૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૯૧ એટલે છોકરાને હાથે કશું તૂટી જાય, તો વઢીશ નહીં. પ્રશ્નકર્તા : તૂટી જાય તો નથી વઢતી. દાદાશ્રી : તો શું કરે ત્યારે વટું છું ? પ્રશ્નકર્તા : બહુ પેપ્સી પીએ, બહુ કોક પીવે, ચોકલેટ બહુ ખાય
ત્યારે વડું.
ગભરાઈ ગયો. પ્યાલો ફૂટી જાય એની પર વઢવાનું નથી. પણ, આપણે કહીએ, “કેમ ધકમક કર્યા કરે છે ? ધીમે ધીમે ચાલ.’ ટકોર તો કરવી જ જોઈએ ને ! હરેક બાબતમાં ટકોર તો હોવી જ જોઈએ. અમથા અમથા નહીં. પણ સાધારણ ટકોર હોવી જોઈએ. આ તો કહે છે, ‘હું કશું કહેતો નથી !' પહેલા છોકરાં જાણે કે “આપણે જેટલું કરીએ છીએ એ બધું કરેક્ટ જ છે. બાપ ખુશી થઈને સ્વીકારી લે છે ! પોતે જેટલું કરે છે એ કરેક્ટ જ છે, એ માની લે છે. હવે ઈન્ટરેક્ટ હોય એટલે ચેતવો કે આ ખોટું છે. અહીં નહીં, આમ નહીં ચાલે. પછી ચલાવી લેવું પડે. પણ પહેલું આપણે બોલવું, એ એમ ન જાણી જાય કે “આ હું બોલું છું, કરું છું એ બધું બરોબર છે.'
એટલે છોકરાંઓને છે તે વઢીએ નહીં ને, ત્યાં આગળ એને પૂછીએ કે ભઈ, દઝાયો નથી ને. ત્યારે કહે, ના, નથી દઝાયો. તો આપણે કહીએ કે જરા ધીમે ધીમે ચાલજે. એટલું જ એક જ વાક્ય કહેવાની જરૂર કે તું વિચારજે એની ઉપર. તો પછી એ વિચારે કે ‘સાલું હવે મારી ક્યાં ભૂલ થાય છે', એ શોધખોળ કરે. આ તો એને મારો, એટલે પછી પેલો શું કહે, ‘એવું જ કરવાનો.' એવું અવળું ચાલશે. આપણા લોક, ઇન્ડિયન કેવું ચાલે ? અવળા ચાલવું એ આ ઇન્ડિયનનો સ્વભાવ. તમે મારો ને તો ય કહેશે, ‘હવે એવું જ કરવાનો. જાવ, તમારાથી જે થાય એ કરજો.’ એવું બને કે ના બને ? તમને કેમ લાગે છે, અવળા ચાલે કે ના ચાલે?
પ્રશ્નકર્તા : ચાલે..
દાદાશ્રી : તે આ અવળા ના ચલવશો, ઊલટાં બગાડે છે અને એના માથે હાથ ફેરવીને કહીએ, ‘ભાઈ, હવે ફરી આવું ના થાય, એવું કરજે. આપણા કેટલા પૈસા બગાડ્યા જો આ ! અને તારા બગડ્યા ને, મારા શું બગડવાના છે ? આ તારે ભાગે આવીને બગડ્યાને.” એવું કહીએ એટલે પાછું સમજે. બધું સમજે છે અને આ એ તોડતો નથી. ખરેખર આ તો આ કુદરત તોડે છે, કારણ કે નહીં તો પેલા પ્યાલાના કારખાનાવાળાનું ચાલે જ નહીં. આ તો હું જોઈને બોલું છું, ગપ્યું નથી આ, એકઝેક્ટ કહું છું. હું તમને. માટે આ પુસ્તક વાંચજો ને ઘરના ઝઘડા મટાડી દેજો. પહેલાં ઘરના ઝઘડા મટવા જોઈએ.
દાદાશ્રી : તે વઢવાની શી જરૂર, એને સમજણ પાડીએ કે બહુ ખાવાથી નુકસાન થશે. તને કોણ વઢે છે ?! આ તો ઉપરીપણાનો અહંકાર છે ખોટો. ‘મા’ થઈને બેઠાં મોટાં !! મા થતાં આવડતું નથી અને છોકરાને વઢ-વઢ કર્યા કરે આખો દહાડો ય ! એ તો સાસુ વઢતી હોય ને ત્યારે ખબર પડે. છોકરાને વઢવાનું કોઈને સારું લાગતું હોય ! છોકરાને ય મનમાં એમ થાય કે આ સાસુ કરતાં ય ભૂંડી છે. એટલે વઢવાનું બંધ કરી દે છોકરાને. ધીમે રહીને સમજણ પાડવી કે આ ના ખવાય, શરીર તારું બગડશે અમથું. ધણીને હઉ વઢું છું ?!
પ્રશ્નકર્તા : ના, એ મને વઢે છે.
દાદાશ્રી : એ શાનો વઢે પાછો ! કંઈ લખી આપ્યું છે ?! વઢવાનું કંઈ લખી આપ્યું નથી. એને કહેજે કે દાદા કહેતા કે ‘વઢવાનું લખી આપ્યું નથી. તમારે જે કહેવું હોય તે સીધી વાત કરો.” વઢવાનું હોતું હશે ?! આ તે ગાયો-ભેંસો છે કે વઢે છે ! માણસ છે આ તો. માણસને વઢવાનું હોય ? તમને કેમ લાગે છે ! આપણામાં માનવતા ના હોય ?' ગાયો-ભેંસો લઢી પડે !
ગુસ્સે થાય તેની સામે સમતા; છાપ પડે જ્ઞાનતી, ને વધે પૂજ્યતા!
તમારે ઘરમાં વઢવાડો બંધ છે કે નહીં ? બિલકુલે ય બંધ ? પ્રશ્નકર્તા : હવે આ વઢવાનું ફાવતું નથી.
દાદાશ્રી : હા, શું કરવા બોલીએ ? પોતાનું મગજ બગાડવું, મૂરખ બનવું એ કોના ઘરની વાત છે તે ? પોતે મૂરખ બને અને પાછો મગજ